શ્રમ અને રોજગાર મંત્રાલય
ડો.મનસુખ માંડવિયાએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું
યોગ ઉત્તમ સ્વાસ્થ્ય જાળવવા માટે ભારત તરફથી વિશ્વને મળેલી ભેટ છેઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી
શ્રમ અને રોજગાર મંત્રાલયે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
Posted On:
21 JUN 2024 4:35PM by PIB Ahmedabad
આરોગ્ય અને સુખાકારીની ઉત્સાહપૂર્ણ ઉજવણીમાં, કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના રાજ્ય મંત્રી, સુશ્રી શોભા કરંદલાજે અને સુશ્રી સુમિતા ડાવરા, શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ, તેમજ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમને સંબોધતા ડો.મનસુખ માંડવિયાએ આપણા રોજિંદા જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત ઘણી સદીઓથી યોગનું પાલન કરે છે અને ઉત્તમ સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ એ ભારત તરફથી વિશ્વને એક ભેટ છે.
યોગના વ્યાપક સ્વીકાર પર કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીએ કહ્યું હતું કે, "યોગ સમગ્ર વિશ્વમાં સ્વીકાર્યતા પ્રાપ્ત કરી રહ્યો છે અને તમામ મનુષ્યોને લાભ પ્રદાન કરી રહ્યો છે."
વર્ષ 2015થી દર વર્ષે 21મી જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ માત્ર યોગની ઉજવણી જ નથી કરતો, પરંતુ ભારતની સંસ્કૃતિ અને વારસાને પણ ઉજાગર કરે છે.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2027612)
Visitor Counter : 92