પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જી-7 સમિટ દરમિયાન યુક્રેનનાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

Posted On: 14 JUN 2024 5:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 જૂન, 2024ના રોજ ઇટાલીમાં જી-7 સમિટની સાથે સાથે યુક્રેનનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો ત્રીજી મુદત માટે પદભાર સંભાળવા બદલ શુભેચ્છા આપવા માટે આભાર માન્યો હતો.

2. બંને નેતાઓએ ફળદાયક બેઠક યોજી હતી, જેમાં તેમણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની રીતો પર ચર્ચા કરી હતી. તેમણે યુક્રેનની સ્થિતિ અને સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા આયોજિત શાંતિ પરની આગામી સમિટ પર પણ અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.

3. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સંવાદ અને મુત્સદ્દીગીરી મારફતે સંઘર્ષનાં શાંતિપૂર્ણ સમાધાનને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે છે તથા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ સમાધાનને ટેકો આપવા ભારત પોતાનાં માધ્યમથી શક્ય તમામ પ્રયાસો કરવાનું ચાલુ રાખશે.

4. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

AP/GP/JD



(Release ID: 2025310) Visitor Counter : 55