પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ઓડિશાની નવી સરકારના શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં


શ્રી મોહન ચરણ માઝીને ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

શ્રી કનક વર્ધન સિંહ દેવ અને શ્રીમતી પ્રવતિ પરિદાને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા પર અભિનંદન પાઠવ્યા

Posted On: 12 JUN 2024 9:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મોહન ચરણ માઝીને ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી કનક વર્ધન સિંહ દેવ અને શ્રીમતી પ્રવતિ પરિદાને પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા પર શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ઓડિશામાં આ એક ઐતિહાસિક દિવસ છે! ઓડિશાના મારા ભાઈઓ અને બહેનોના આશીર્વાદથી ભાજપ રાજ્યમાં તેની પ્રથમ સરકાર બનાવી રહી છે.

મેં ભુવનેશ્વરમાં શપથ ગ્રહણ સમારંભમાં હાજરી આપી હતી. શ્રી મોહન ચરણ માઝીને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન અને શ્રી કનક વર્ધન સિંહ દેવ તેમજ શ્રીમતી પ્રવતિ પરિદાને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન. મંત્રીપદ તરીકે શપથ લેનાર અન્ય લોકોને પણ અભિનંદન.

મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદથી મને વિશ્વાસ છે કે આ ટીમ ઓડિશામાં વિક્રમી વિકાસ લાવશે અને અસંખ્ય લોકોનું જીવન સુધારશે.”

 

પ્રધાનમંત્રીના કાર્યાલયે પણ પોસ્ટ કર્યું;

PM @narendramodi એ નવી ઓડિશા સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે શ્રી @mohanmajhi_BJP ને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીએ આજે ​​શપથ લેનારા અન્ય મંત્રીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2024959) Visitor Counter : 76