વિદ્યુત મંત્રાલય

એનએચપીસીને 'ધ ઇકોનોમિક ટાઇમ્સ એચઆર વર્લ્ડ ફ્યુચર રેડી ઓર્ગેનાઇઝેશન એવોર્ડ 2024-25' એનાયત કરવામાં આવ્યો

Posted On: 24 MAY 2024 6:09PM by PIB Ahmedabad

ભારતની અગ્રણી હાઇડ્રોપાવર કંપની NHPCને પ્રતિષ્ઠિત 'ધ ઇકોનોમિક ટાઇમ્સ એચઆર વર્લ્ડ ફ્યુચર રેડી ઓર્ગેનાઇઝેશન એવોર્ડ 2024-25'થી નવાજવામાં આવી છે. કર્મચારીઓની અપસ્કિલિંગ, પર્યાવરણ, સામાજિક અને શાસન (ઇએસજી)ના હસ્તક્ષેપો, વિવિધતા, ઇક્વિટી અને સર્વસમાવેશકતા (ડીઇએન્ડઆઇ)ની પહેલો, સતત ટેકનોલોજીકલ અપગ્રેડેશન, કર્મચારી જોડાણ પ્રક્રિયાઓ, મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ વ્યૂહરચનાઓ વગેરે જેવા ક્ષેત્રોમાં તેની સજ્જતાને માન્યતા આપવા માટે એનએચપીસીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે તેને તમામ હિતધારકો વચ્ચે વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરે છે.

23 મે, 2024ના રોજ મુંબઈમાં આયોજિત એક ભવ્ય પુરસ્કાર સમારંભમાં એનએચપીસીના નિદેશક (કર્મચારી), શ્રી ઉત્તમલાલ, કાર્યકારી નિદેશક (એચઆર) શ્રી લુકાસ ગુરિયા અને એનએચપીસી અધિકારીઓની એક ટીમ દ્વારા આ પુરસ્કાર પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012FP7.jpg

AP/GP/JD



(Release ID: 2021524) Visitor Counter : 73