સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

આઈટીયૂ એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરના સહયોગથી એનટીઆઈપીઆરઆઈટીએ "બ્રિજિંગ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન ગેપ" પર બે દિવસીય વર્કશોપનું આયોજન કર્યું


વર્કશોપ વૈશ્વિક ટેલિકોમ ધોરણોમાં રાષ્ટ્રીય યોગદાનને વધારવા માટે ITUના 'બ્રિજિંગ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન ગેપ પ્રોગ્રામ' પર ધ્યાન કેન્દ્રિત કરે છે

વર્કશોપ વિવિધ ઉદ્યોગોમાં આંતરસંચાલનક્ષમતા, નવીનતા અને સીમલેસ કોમ્યુનિકેશનને સુનિશ્ચિત કરવામાં વૈશ્વિક ધોરણોની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડે છે

Posted On: 17 MAY 2024 12:27PM by PIB Ahmedabad

NTIPRIT, ગાઝિયાબાદ ખાતે 15મી અને 16મી મે 2024ના રોજ "બ્રિજિંગ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન ગેપ" પર બે દિવસીય વર્કશોપમાં સહયોગી ધોરણ-નિર્માણ પ્રક્રિયાઓના મહત્વને રેખાંકિત કરવામાં આવ્યું હતું અને વૈશ્વિક ICT પ્રમાણબદ્ધતાના પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારત દ્વારા લેવામાં આવતા સક્રિય પગલાં પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઓફિસ અને ઇનોવેશન સેન્ટર, નવી દિલ્હીના સહયોગથી ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) હેઠળ નેશનલ ટેલિકમ્યુનિકેશન ઇન્સ્ટિટ્યૂટ ફોર પોલિસી રિસર્ચ, ઇનોવેશન એન્ડ ટ્રેનિંગ (NTIPRIT), ગાઝિયાબાદ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈવેન્ટનું ઉદ્ઘાટન ભારત સરકારના ટેલિકોમ વિભાગના ડિજિટલ કોમ્યુનિકેશન કમિશનના સભ્ય (ટેક્નોલોજી) સુશ્રી મધુ અરોરા દ્વારા કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં DoT, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL), ટેલિકોમ એન્જિનિયરિંગ સેન્ટર અને સ્ટાર્ટ-અપ્સના ક્ષેત્રીય એકમોના અધિકારીઓએ હાજરી આપી હતી.

વર્કશોપનો ઉદ્દેશ ટેલિકોમ ધોરણો લેખન કૌશલ્યો વિકસાવવાનો છે જે કોઈપણ દેશના વિકાસ માટે જરૂરી છે કારણ કે તે દેશને ભાવિ તકનીકોને આકાર આપવા, આર્થિક વિકાસને આગળ વધારવા, ડિજિટલ વિભાજનને પુલ કરવા, વૈશ્વિક આંતરસંચાલનક્ષમતા સુનિશ્ચિત કરવા, સુરક્ષા વધારવા અને સહયોગને પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવે છે.

ઉદઘાટન સંબોધનમાં, સુશ્રી મધુ અરોરાએ ડિજિટલ ઇક્વિટી અને તકનીકી પ્રગતિ હાંસલ કરવામાં પ્રમાણબદ્ધતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. NTIPRITના ડાયરેક્ટર જનરલ, શ્રી દેબ કુમાર ચક્રવર્તીએ વિવિધ ઉદ્યોગોમાં આંતર કાર્યક્ષમતા, નવીનતા અને સીમલેસ કોમ્યુનિકેશન સુનિશ્ચિત કરવામાં વૈશ્વિક ધોરણોની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. અભ્યાસ જૂથ કાઉન્સેલર, ITUના શ્રી માર્ટિન એડોલ્ફે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન ધોરણો પર ડ્રાફ્ટ તૈયાર કરવા અને સર્વસંમતિ હાંસલ કરવાની પ્રક્રિયામાં આંતરદૃષ્ટિ પ્રદાન કરી હતી.

ઇન્ટરેક્ટિવ અને તાલીમ સત્રોમાં ITU-T પ્રમાણબદ્ધતાના પ્રયાસોમાં સહભાગિતાથી લઈને બ્રિજિંગ ધ સ્ટાન્ડર્ડાઈઝેશન ગેપ (BSG) પ્રોગ્રામ પર વિગતવાર તાલીમ સુધીના વિષયોની શ્રેણી આવરી લેવામાં આવી હતી. સુશ્રી મે થી આયે અને શ્રી માર્ટિન એડોલ્ફ સહિતના ITU નિષ્ણાતોએ આ સત્રોની સુવિધજનક બનાવી હતી.

સમાપન સત્રમાં ITU વિસ્તાર કાર્યાલય વરિષ્ઠ સલાહકાર શ્રી આર શાક્ય અને NTIPRITના DDG (ICT) શ્રી અતુલ સિંહાએ તે વાત પર પ્રકાશ ફેંક્યો કે, આ વર્કશોપ 15-24 ઓક્ટોબર, 2024 સુધી ભારત દ્વારા આયોજિત થનારી વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (WTSA) માટેની પ્રારંભિક પ્રવૃત્તિઓનો એક ભાગ હતો. આ આગામી ડબ્લ્યૂટીએસ-2024માં ભારતીય વિશેષજ્ઞોની વધતી ભાગીદારી માટે મંચ તૈયાર કરે છે, જે વૈશ્વિક દૂરસંચાર નીતિના ક્ષેત્રમાં અગ્રણી હોવાની ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2020868) Visitor Counter : 116


Read this release in: Telugu , English , Urdu , Hindi , Tamil