સંરક્ષણ મંત્રાલય
DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે સુપરસોનિક મિસાઇલ-આસિસ્ટેડ રિલીઝ ટોર્પિડો સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું
Posted On:
01 MAY 2024 12:32PM by PIB Ahmedabad
સુપરસોનિક મિસાઇલ-આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો (SMART) સિસ્ટમનું 01 મે, 2024ના રોજ લગભગ 0830 કલાકે ઓડિશાના દરિયાકાંઠે સ્થિત ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું. SMART એ નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત લાઇટ-વેઇટ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે, જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ભારતીય નૌકાદળની એન્ટિ-સબમરીન યુદ્ધ ક્ષમતાને હળવા વજનના ટોર્પિડોની પરંપરાગત શ્રેણીથી ઘણી આગળ વધારવા માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે.
આ કેનિસ્ટર-આધારિત મિસાઈલ સિસ્ટમમાં અનેક અદ્યતન પેટા-સિસ્ટમનો સમાવેશ થાય છે, જેમ કે બે-સ્ટેજ સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ, ઈલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટર સિસ્ટમ, પ્રિસિઝન ઈન્ર્શિયલ નેવિગેશન સિસ્ટમ વગેરે. આ સિસ્ટમ પેરાશૂટ-આધારિત રિલીઝ સિસ્ટમની સાથે પેલોડ તરીકે અદ્યતન હળવા વજનના ટોર્પિડોને વહન કરાવે છે.
મિસાઈલને ગ્રાઉન્ડ મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી. આ પરીક્ષણમાં સપ્રમાણ વિભાજન, ઇજેક્શન અને વેગ કંટ્રોલ જેવી કેટલીક અત્યાધુનિક મિકેનિઝમ્સને માન્ય કરવામાં આવી છે.
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે SMARTના સફળ ફ્લાઇટ-ટેસ્ટ માટે DRDO અને ઉદ્યોગના ભાગીદારોને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું "પ્રણાલીનો વિકાસ આપણી નૌકાદળની શક્તિને વધુ વધારશે."
ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને R&Dના સચિવ તેમજ DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે સમગ્ર SMART ટીમના સિનર્જિસ્ટિક પ્રયાસોની પ્રશંસા કરી અને તેને શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધવાના નિર્દેશ આપ્યા.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2019281)
Visitor Counter : 173