નાણા મંત્રાલય

નવી કર વ્યવસ્થા અને જૂની કર પ્રણાલી લાગુ કરવા અંગેની સ્પષ્ટતા

Posted On: 31 MAR 2024 11:20PM by PIB Ahmedabad

ધ્યાનમાં આવ્યું છે કે કેટલાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નવી કર વ્યવસ્થાને લઈને કેટલીક ભ્રામક માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે. તેથી સ્પષ્ટતા કરવામાં આવે છે કે કલમ 115BAC(1A) હેઠળ નવી વ્યવસ્થા ફાઇનાન્સ એક્ટ 2023માં રજૂ કરવામાં આવી હતી જે હાલની જૂની વ્યવસ્થા (મુક્તિ વિના)ની સરખામણીમાં નીચે મુજબ હતી:


નાણાકીય વર્ષ 2023-24 માટે નવી વ્યવસ્થા
115BAC (1A) રજૂ કરવામાં આવ્યું


હાલની જૂની વ્યવસ્થા

 

0-3 લાખ

0%

0-2.5 લાખ

0%

 

3-6 લાખ

5%

2.5 -5 લાખ

5%

 

6-9 લાખ

10%

5-10 લાખ

20%

 

9-12 લાખ

15%

10 લાખથી વધુ

30%

 

12-15 લાખ

20%

 

 

 

15 લાખથી વધુ

30%

 

 

આ વ્યવસ્થા કંપનીઓ અને ફર્મ ઉપરાંત અન્ય વ્યક્તિઓ માટે નાણાકીય વર્ષ 2023-24થી ડિફૉલ્ટ વ્યવસ્થાના રુપમાં લાગુ છે અને તેના અનુરુપ મૂલ્યાંકન વર્ષ AY 2024-25 છે.

નવી કર વ્યવસ્થા હેઠળ, કર દરો નોંધપાત્ર રીતે નીચા છે, જોકે જૂની વ્યવસ્થાની જેમ વિભિન્ન છૂટ અને કપાતનો લાભ (પગારમાંથી રૂ. 50,000 અને રૂ. 15,000 કુટુંબ પેન્શનમાંથી પ્રમાણભૂત કપાત સિવાય) ઉપલબ્ધ નથી.

જો કે, નવી કર વ્યવસ્થા એ ડિફોલ્ટ કર વ્યવસ્થા છે, કરદાતાઓ તેમના માટે લાભદાયી લાગે તે કર વ્યવસ્થા પસંદ કરી શકે છે. નવી કર વ્યવસ્થા નાપસંદ કરવાનો વિકલ્પ AY 2024-25 માટે રિટર્ન ફાઇલ કરવા સુધી ઉપલબ્ધ છે. કોઈપણ વ્યવસાયિક આવક વિના પાત્ર વ્યક્તિઓ પાસે દરેક નાણાકીય વર્ષ માટે વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ હશે. તેથી, તેઓ એક નાણાકીય વર્ષમાં નવી કર વ્યવસ્થા અને બીજા વર્ષમાં જૂની કર વ્યવસ્થા પસંદ કરી શકે છે અને તેનાથી વિપરીત પણ.

01.04.2024થી કોઈ નવા પરિવર્તન નથી આવી રહ્યાં.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2016763) Visitor Counter : 92