વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતે વેપાર અને વાણિજ્ય પર ડોમિનિકન રિપબ્લિક સાથે પ્રથમ દ્વિપક્ષીય સંસ્થાકીય વ્યવસ્થા સ્થાપિત કરવા માટે પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા

Posted On: 13 MAR 2024 11:58AM by PIB Ahmedabad

ભારત અને ડોમિનિકન રિપબ્લિક વચ્ચે સંયુક્ત આર્થિક અને વેપાર સમિતિ (જેટકો) ની સ્થાપના માટેના પ્રોટોકોલ પર 12 માર્ચ, 2024ના રોજ સેન્ટો ડોમિંગો ખાતે ડોમિનિકન રિપબ્લિકના વિદેશ બાબતોના મંત્રાલય (એમઆઇઆરઇએક્સ)માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રોટોકોલ પર ડોમિનિકન રિપબ્લિકના વિદેશ મંત્રી મહામહિમ શ્રી રોબર્ટો આલ્વારેઝ અને વાણિજ્ય વિભાગ વતી ડોમિનિકન રિપબ્લિકમાં ભારતના રાજદૂત શ્રી રામુ અબ્બાગાનીએ હસ્તાક્ષર કર્યા હતા.

કેન્દ્રીય મંત્રીમંડળે 24 જાન્યુઆરી, 2024ના રોજ જેટકોની સ્થાપના માટેના પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 25 વર્ષમાં હસ્તાક્ષર કરવામાં આવેલા આ કરાર હાલના આર્થિક અને વાણિજ્યિક સંબંધોને વધુ ઉન્નત બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.

આ પ્રોટોકોલમાં ટેકનિકલ સહાય, તાલીમ કાર્યક્રમો અને ક્ષમતા નિર્માણના માધ્યમથી વેપાર, સેવાઓ, ઔદ્યોગિક ટેકનોલોજી અને અન્ય વિવિધ ક્ષેત્રો પર સહકારને મજબૂત અને વિકસિત કરવાની કલ્પના કરવામાં આવી છે. તે વેપાર અને ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તથા બંને દેશો વચ્ચે જ્ઞાન અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાન માટે એક મંચ પ્રદાન કરશે. ભારત મુખ્યત્વે ડોમિનિકન રિપબ્લિકમાંથી સોનાની આયાત કરે છે અને તેમને ફાર્માસ્યુટિકલ્સ, દરિયાઇ ઉત્પાદનો, મોટર વાહનો, ટુ અને થ્રી વ્હીલર્સ વગેરેની નિકાસ કરે છે.

ભારત-ડોમિનિકન રિપબ્લિક જેટકોની પ્રથમ બેઠક ટૂંક સમયમાં યોજાવાની સંભાવના છે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2014076) Visitor Counter : 110