પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 13મી માર્ચે વંચિત વર્ગોને ધિરાણ સહાય માટે રાષ્ટ્રવ્યાપી પહોંચ ચિહ્નિત કરવાના કાર્યક્રમમાં ભાગ લેશે
પીએમ પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન એવમ રોજગાર અધારિત જનકલ્યાણ (PM-SURAJ) પોર્ટલ લોન્ચ કરશે અને વંચિત વર્ગના 1 લાખ ઉદ્યોગ સાહસિકોને ક્રેડિટ સપોર્ટ મંજૂર કરશે
પીએમ નમસ્તે યોજના હેઠળ સફાઈ મિત્રોને આયુષ્માન હેલ્થ કાર્ડ અને PPE કીટનું પણ વિતરણ કરશે
આ કાર્યક્રમમાં 500થી વધુ જિલ્લામાંથી વંચિત જૂથોમાંથી વિવિધ સરકારી યોજનાઓના 3 લાખથી વધુ લાભાર્થીઓ ભાગ લેશે
Posted On:
12 MAR 2024 6:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13મી માર્ચ, 2024ના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંચિત વર્ગોને ક્રેડિટ સપોર્ટ માટે રાષ્ટ્રવ્યાપી આઉટરીચ ચિહ્નિત કરવાના કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન એવમ રોજગાર અધારિત જનકલ્યાણ (PM-SURAJ) રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કરશે અને દેશના વંચિત વર્ગના એક લાખ ઉદ્યોગ સાહસિકોને ધિરાણ સહાય મંજૂર કરશે. વધુમાં, પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ, પછાત વર્ગો અને સફાઈ કામદારો સહિત વંચિત જૂથોના વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
વંચિત વર્ગોને ધિરાણ સહાય માટે PM-SURAJ રાષ્ટ્રીય પોર્ટલ વંચિતોને પ્રાધાન્ય આપવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને મૂર્ત બનાવે છે. તે એક પરિવર્તનકારી પહેલ છે, જેનો હેતુ સમાજના સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને ઉત્થાન આપવાનો છે. બેંકો, NBFC-MFIs અને અન્ય સંસ્થાઓ દ્વારા સમગ્ર દેશમાં લાયક વ્યક્તિઓને ક્રેડિટ સપોર્ટ આપવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (NAMASTE) હેઠળ સફાઇ મિત્રો (ગટર અને સેપ્ટિક ટાંકી કામદારો)ને આયુષ્માન હેલ્થ કાર્ડ અને PPE કીટનું પણ વિતરણ કરશે. આ પહેલ પડકારજનક પરિસ્થિતિઓમાં સેવા આપતા ફ્રન્ટલાઈન કામદારોના સ્વાસ્થ્ય અને સલામતીનું રક્ષણ કરવા તરફનું બીજું પગલું રજૂ કરે છે.
આ કાર્યક્રમમાં વંચિત જૂથોમાંથી વિવિધ સરકારી યોજનાઓના આશરે 3 લાખ લાભાર્થીઓની ભાગીદારી જોવા મળશે, જેઓ દેશભરના 500થી વધુ જિલ્લાઓમાંથી આ કાર્યક્રમમાં જોડાશે.
AP/GP/JD
(Release ID: 2013910)
Visitor Counter : 218
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam