ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

મોદી સરકારે અનેક આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ કાસિમ ગુજ્જર ઉર્ફે સલમાન ઉર્ફે સુલેમાનને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો


લશ્કર-એ તૈયબા (LeT)ના એક ઓપરેટિવ, મોહમ્મદ કાસિમ ગુજ્જરે આતંકવાદી હુમલામાં અસંખ્ય મૃત્યુ અને ઇજાઓ નિપજાવી છે અને તે ભારત વિરુદ્ધ યુદ્ધની યોજનામાં સામેલ છે

રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ સામે નિર્દયતાથી કાર્યવાહી કરવામાં આવશે

Posted On: 07 MAR 2024 5:18PM by PIB Ahmedabad

મોદી સરકારે અનેક આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ કાસિમ ગુજ્જર ઉર્ફે સલમાન ઉર્ફે સુલેમાનને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો છે.

એક્સ પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, ગૃહમંત્રીના કાર્યાલયે જણાવ્યું હતું કે "મોદી સરકારે ઘણા આતંકવાદી હુમલાના ખતરનાક માસ્ટરમાઇન્ડ મોહમ્મદ કાસિમ ગુજ્જર ઉર્ફે સલમાન ઉર્ફે સુલેમાનને ડેઝિગ્નેટેડ આતંકવાદી જાહેર કર્યો છે. લશ્કર-એ તૈયબા (LeT)ના એક ઓપરેટિવ મોહમ્મદ કાસિમ ગુજ્જરે આતંકવાદી હુમલામાં અસંખ્ય મૃત્યુ અને ઇજાઓ પહોંચાડી છે અને તે ભારત વિરુદ્ધ યુદ્ધની યોજનામાં સામેલ છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ સાથે નિર્દયતાથી કાર્યવાહી કરવામાં આવશે.

AP/GP/JD



(Release ID: 2012292) Visitor Counter : 109