ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, મોદી સરકાર દેશની સરહદોને અભેદ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે


મોદી સરકારે સમગ્ર 1643 કિલોમીટર લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર વાડ લગાવવાનો નિર્ણય લીધો છે

સારી દેખરેખ માટે સરહદ પર પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે

કુલ સરહદમાંથી મણિપુરના મોરેહમાં 10 કિમીના પટમાં વાડ લગાવવામાં આવી છે

હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ (એચએસએસ) દ્વારા ફેન્સીંગ માટે 2 પાયલોટ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, આ પ્રોજેક્ટ્સ હેઠળ અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં પ્રત્યેકમાં 1 કિલોમીટર સરહદ વાડ સ્થાપિત કરવામાં આવશે

મણિપુરમાં લગભગ 20 કિલોમીટર લાંબી બોર્ડર પર ફેન્સિંગ કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે, આના પર ટૂંક સમયમાં કામ શરૂ થશે

Posted On: 06 FEB 2024 6:41PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે મોદી સરકાર દેશની સરહદોને અભેદ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

X પ્લેટફોર્મ પરની તેમની પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું કે સરકારે સમગ્ર 1643 કિલોમીટર લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર વાડ લગાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે સારી દેખરેખ માટે સરહદ પર પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે.

ગૃહમંત્રીએ કહ્યું કે કુલ સરહદમાંથી મણિપુરના મોરેહમાં 10 કિલોમીટરના વિસ્તારમાં ફેન્સીંગ લગાવવામાં આવી છે. હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ (HSS) દ્વારા ફેન્સીંગ માટે 2 પાયલોટ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે અને આ પ્રોજેક્ટ્સ હેઠળ અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં પ્રત્યેક 1 કિમી સરહદ પર ફેન્સીંગ લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે મણિપુરમાં લગભગ 20 કિલોમીટર લાંબી સરહદ પર વાડ લગાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે અને તેના પર ટૂંક સમયમાં કામ શરૂ થશે.

AP/JD




(Release ID: 2003235) Visitor Counter : 156