નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

માળખાગત વિકાસ માટેનો ખર્ચ 11.1 ટકા વધારીને કુલ રૂ. 11,11,111 કરોડ કરવામાં આવશે


પ્રધાનમંત્રી ગતિ શક્તિ હેઠળ ઓળખ કરાયેલા રેલવે કોરિડોર પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે

હાલનાં એરપોર્ટનાં વિસ્તરણ અને નવા એરપોર્ટનાં વિકાસને વેગ આપવામાં આવશે

મેટ્રો રેલ અને નમો ભારત – શહેરી પરિવર્તન માટે ઉત્પ્રેરક

प्रविष्टि तिथि: 01 FEB 2024 12:39PM by PIB Ahmedabad

આજે સંસદમાં વચગાળાનું બજેટ 2024-25 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે માળખાગત વિકાસ માટેના ખર્ચમાં 11 ટકાનો વધારો કરવાની દરખાસ્ત રજૂ કરી હતી, જે રૂ.11,11,111 કરોડ થશે. આ જીડીપીના 3.4 ટકા હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફાળવણીમાં આ વધારો આર્થિક વૃદ્ધિ અને રોજગાર નિર્માણ પર માળખાગત વિકાસની વિશાળ ગુણાકારની અસરને પ્રતિબિંબિત કરે છે.

શ્રીમતી નિર્મલા સીતારામને દરખાસ્ત કરી હતી કે, પ્રધાનમંત્રી ગતિ શક્તિ હેઠળ ઓળખ કરાયેલા ત્રણ મોટા આર્થિક કોરિડોર કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે. આ છે () ઊર્જા, ખનીજ અને સિમેન્ટ કોરિડોર; (2) પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને (3) હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર. આ પ્રોજેક્ટ્સ મલ્ટિ મોડલ કનેક્ટિવિટીને સક્ષમ બનાવવાની સાથે સાથે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં પણ સુધારો કરશે અને ખર્ચમાં ઘટાડો કરશે. તેમણે જણાવ્યું હતું કે 40,000 સામાન્ય રેલવે બોગીઓને વંદે ભારત ધોરણમાં રૂપાંતરિત કરવાની દરખાસ્ત છે, જેથી મુસાફરોની સલામતી, સુવિધા અને સુવિધામાં વધારો થાય.

શ્રીમતી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને 149 થઈ ગઈ છે. ઉડાન યોજના દ્વારા વધુ સંખ્યામાં શહેરોને એરમેપ હેઠળ લાવવામાં આવે છે. આના પરિણામે ભારતીય કેરિયર્સે 1000 થી વધુ નવા વિમાનો માટે ઓર્ડર આપ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલના હવાઈમથકોના વિસ્તરણ અને નવા વિમાનમથકોના વિકાસને વેગ આપવામાં આવશે.

શ્રીમતી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, મેટ્રો રેલ અને નમો ભારત ટ્રેન સિસ્ટમથી મોટાં શહેરોનાં વિસ્તરણ, ખાસ કરીને પરિવહનલક્ષી વિકાસને ટેકો મળશે.

CB/GP/JD


(रिलीज़ आईडी: 2001525) आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Assamese , Bengali , Telugu