કેન્દ્રીય જાહેર સેવા આયોગ
1990ની બેચના ભારતીય વિદેશ સેવાના શ્રી સંજય વર્માએ યુપીએસસીના સભ્ય તરીકે પદ ગ્રહણ અને ગોપનીયતાના શપથ લીધા
Posted On:
01 FEB 2024 2:33PM by PIB Ahmedabad
1990ની બેચની ભારતીય વિદેશ સેવા શ્રી સંજય વર્માએ આજે બપોરે યુપીએસસીના મુખ્ય ભવન સ્થિત સેન્ટ્રલ હોલમાં યુપીએસસીના સભ્ય તરીકે પદ ગ્રહણ અને ગુપ્તતાના શપથ લીધા હતા. યુપીએસસીના અધ્યક્ષ ડો.મનોજ સોનીએ તેમને શપથ લેવડાવ્યા હતા.
શ્રી સંજય વર્મા 1990 માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા, અને તેમની વિદેશી સોંપણીઓમાં સમાવેશ થાય છે: સ્પેન અને એન્ડોરામાં રાજદૂત; ઇથોપિયા, જીબુટી અને આફ્રિકન યુનિયનના રાજદૂત; કોન્સ્યુલ જનરલ, દુબઈ; કાઉન્સેલર (આર્થિક અને વ્યાપારી), ભારતીય દૂતાવાસ, બેઇજિંગ; પ્રવક્તા અને કાઉન્સેલર (પ્રેસ, માહિતી અને સંસ્કૃતિ), ભારતીય દૂતાવાસ, કાઠમંડુ; સેકન્ડ સેક્રેટરી (પ્રેસ અને પોલિટિકલ), ભારતીય દૂતાવાસ, મનીલા અને ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ ઓફિસર, હોંગકોંગ.
વિદેશ મંત્રાલયની સોંપણીઓમાં શામેલ છે: ચાઇના ડેસ્ક; પ્રવક્તા માટે સહાયક (OSD); સંયુક્ત સચિવ (ડીજી), ઉર્જા સુરક્ષા અને પ્રોટોકોલના વડા.
મુંબઈથી, તેમણે વિલ્સન કૉલેજમાં અભ્યાસ કર્યો, અને પછી મુંબઈ યુનિવર્સિટીની જય હિંદ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નવી દિલ્હીમાંથી ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં માસ્ટર્સ કર્યું છે. તેમણે ભારતના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તરફથી ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં ફેલોશિપ મેળવી હતી અને અગાઉ દોરાબજી ટાટા સ્કોલરશિપ પણ મેળવી હતી.
તેઓ યુનિવર્સિટી-સ્તરના હોકી ખેલાડી. વાંચન, સંગીત, લોકપ્રિય ભારતીય સંસ્કૃતિ અને ફિલ્મો તેમની રુચિઓ છે.
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2001387)
Visitor Counter : 142