નાણા મંત્રાલય
મંત્રીમંડળે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર અને બહાલીને મંજૂરી આપી
Posted On:
01 FEB 2024 11:39AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રજાસત્તાક ભારત સરકાર અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કરવા અને તેને બહાલી આપવા માટે મંજૂરી આપી છે.
આ સંધિથી રોકાણકારો, ખાસ કરીને મોટા રોકાણકારોનો વિશ્વાસ વધશે તેવી અપેક્ષા છે, જેના પરિણામે વિદેશી રોકાણો અને ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (ઓડીઆઇ)ની તકોમાં વધારો થશે અને તેનાથી રોજગારીનાં સર્જન પર સકારાત્મક અસર થઈ શકે છે.
આ મંજૂરીથી ભારતમાં રોકાણમાં વધારો થવાની અપેક્ષા છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને, આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરીને, નિકાસમાં વધારો વગેરે દ્વારા ભારતનાં લક્ષ્યાંકને સાકાર કરવામાં મદદ મળશે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2001163)
Visitor Counter : 112