રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ બાલજેક એરપોર્ટ, તુરા ખાતે સ્વસહાય જૂથોના સભ્યો સાથે વાતચીત કરી અને સાથે સાથે તુરામાં નવા સંકલિત વહીવટી સંકુલનો શિલાન્યાસ કર્યો


આર્થિક આત્મનિર્ભરતા મહિલાઓમાં વધુ આત્મવિશ્વાસ લાવે છે: રાષ્ટ્રપતિ મુર્મૂ

Posted On: 16 JAN 2024 1:56PM by PIB Ahmedabad

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (16 જાન્યુઆરી, 2024) મેઘાલયનાં તુરામાં બાલજેક એરપોર્ટ પર સ્વસહાય જૂથોનાં સભ્યો સાથે વાતચીત કરી હતી. તેમણે નવા ઇન્ટિગ્રેટેડ એડમિનિસ્ટ્રેશન કોમ્પ્લેક્સ, તુરાનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ પણ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં દેશ માટે વિકસિત રાષ્ટ્ર બનવાના વિઝનને સાકાર કરવા માટે સામાજિક, આર્થિક, રાજકીય અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં મહિલાઓનું સશક્તિકરણ આવશ્યક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની મહિલાઓ સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, રમતગમત, શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, કૃષિ કે અન્ય કોઈપણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં પોતાની છાપ ઊભી કરી રહી છે અને અન્ય કોઈપણ ક્ષેત્રમાં અન્ય મહિલાઓ માટે માર્ગ મોકળો કરી રહી છે. તેમને ફક્ત કેટલાક શબ્દો અને પ્રોત્સાહનની નાની નાની બાબતો સાથે શાબાશીની જરૂર છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલાઓની આગેવાની હેઠળના વિકાસના વિચારને ત્યારે જ અમલમાં મૂકી શકાય છે જ્યારે મહિલાઓને તેમની પસંદગી કરવાની સ્વતંત્રતા મળે. આર્થિક સ્વતંત્રતા સાથે, આ અમુક અંશે વાસ્તવિકતા બની ગઈ છે. આર્થિક સ્વાવલંબન મહિલાઓમાં વધુ આત્મવિશ્વાસ લાવે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સરકાર દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહિલાઓ સક્રિય અને મોટી સંખ્યામાં ફાળો આપે તે સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે. વર્ક-ફોર્સમાં મહિલાઓની ભાગીદારી સુધારવા માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. સરકારે મહિલાઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે અનેક પગલાં તો લીધા જ છે, પરંતુ તેમની રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવાની દિશામાં પણ મોટાં પગલાં ભર્યાં છે. જો કે મહિલા સશક્તિકરણની દિશામાં હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. તેમણે લોકોને વિનંતી કરી કે તેઓ તેમની આસપાસની મહિલાઓના મૂલ્ય અને ગુણોને ઓળખવાનું શરૂ કરે અને તેમને ટેકો આપે.

રાષ્ટ્રપતિએ એસએચજીના સભ્યોને આગળ વધતા રહેવા અને તેમને આગળ વધારવા માટે અન્ય મહિલાઓના હાથ પકડવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આ તેમની યાત્રા એકલાની નથી પરંતુ આપણા દેશની મોટી સંખ્યામાં મહિલાઓની યાત્રા છે, જેમણે હજી સુધી તેમના ઘરની ચાર દિવાલોની બહાર રહેલી તકોનું અન્વેષણ કરવાનું બાકી છે. તેઓએ તેમના પ્રદેશ અને રાષ્ટ્રની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવું જોઈએ.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1996589) Visitor Counter : 92