પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુટિન સાથે વાત કરી
તેઓ દ્વિપક્ષીય વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા રોડમેપ વિકસાવવા સંમત થયા
PMએ 2024માં રશિયાના BRICS પ્રમુખપદ માટે શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
15 JAN 2024 6:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ બંને દેશો વચ્ચે તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનના અનુવર્તી દ્વિપક્ષીય સહયોગના સંખ્યાબંધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી.
તેઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા વિકાસનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું અને ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ભાવિ પહેલ માટે રોડમેપ વિકસાવવા સંમત થયા.
તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
PMએ 2024માં રશિયાના BRICS પ્રમુખપદ માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
YP/JD
(રીલીઝ આઈડી: 1996346)
મુલાકાતી સંખ્યા : 186
આ રીલીઝ વાંચો:
Telugu
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam