કેન્દ્રીય જાહેર સેવા આયોગ
ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી શ્રી શીલ વર્ધન સિંહે યુપીએસસીના સભ્ય તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા
प्रविष्टि तिथि:
15 JAN 2024 3:02PM by PIB Ahmedabad
ભૂતપૂર્વ IPS અધિકારી શ્રી શીલ વર્ધન સિંહ, જેઓએ 37 વર્ષની વિશિષ્ટ સેવા આપેલ છે, આજે બપોરે UPSCના મુખ્ય બિલ્ડિંગના સેન્ટ્રલ હોલમાં UPSCના સભ્ય તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. તેમને યુપીએસસીના ચેરમેન ડો. મનોજ સોનીએ શપથ લેવડાવ્યા હતા.
શીલ વર્ધન સિંહ એક અનુભવી ઇન્ટેલિજન્સ એક્સપર્ટ છે, જે સ્ટ્રેટેજિક થિંકિંગ, ગ્લોબલ સિક્યોરિટી સિનેરિયો અને ઇન્ટરનલ સિક્યોરિટીમાં નિપુણતા માટે જાણીતા છે. તેઓ નવેમ્બર 2021 થી ડિસેમ્બર 2023 સુધી સીઆઈએસએફના ડિરેક્ટર જનરલ હતા, જ્યાં તેમણે મહત્વપૂર્ણ ઔદ્યોગિક ક્ષેત્રમાં સુરક્ષા વધારવા માટે સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ પ્રદાન કર્યું હતું.

શ્રી શીલ વર્ધન સિંહે રાષ્ટ્રીય સુરક્ષાના તમામ થિયેટરોમાં સેવા આપી છે, જેમણે ઉચ્ચ સ્તરીય ગુપ્ત માહિતી એકઠી કરવા, વિશ્લેષણ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા નીતિ ઘડવામાં યોગદાન આપ્યું છે. તેમણે ભારતીય ઉચ્ચાયોગ ઢાકામાં તેમની પોસ્ટિંગ દરમિયાન ભારતની આંતરરાષ્ટ્રીય સુરક્ષાની મુદ્રાને મજબૂત કરી હતી.
તેમને વર્ષ 2004માં મેરિટોરિયસ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને વર્ષ 2010માં પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી નવાજવામાં આવ્યા હતા.
ઇંગ્લિશ ઓનર્સમાં સ્નાતક, શ્રી શીલ વર્ધન સિંઘે પ્રતિષ્ઠિત વેસ્ટ યોર્કશાયર કમાન્ડ કોર્સ, યુકે અને નેશનલ ડિફેન્સ કોલેજ, ભારતમાં કર્યો છે. તેમણે લઘુ કથાઓના બે ગ્રંથો લખ્યા છે અને ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં 'સ્પીકિંગ ટ્રી' કૉલમમાં નિયમિત લખે છે. તેમનું પોડકાસ્ટ - 'ધ ડાયલોગ વિન' જીવન અને જીવન પરના તેમના અનોખા પરિપ્રેક્ષ્યને બહાર લાવે છે.
શ્રી શીલ વર્ધન સિંહ એક ઉત્સાહી રમતવીર છે, સાહિત્ય અને સાંસ્કૃતિક સંશોધન પ્રત્યે ઉત્સાહી છે અને સમર્પિત યોગ પ્રેક્ટિશનર છે.

YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1996221)
आगंतुक पटल : 194