ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિ 6 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, હમીરપુર ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

ઉપરાષ્ટ્રપતિ 'એક સે શ્રેષ્ઠ'ના 500મા કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે

Posted On: 04 JAN 2024 9:34AM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 06 જાન્યુઆરી, 2024ના રોજ હિમાચલ પ્રદેશના હમીરપુરની મુલાકાત લેશે.

તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT), હમીરપુરની મુલાકાત લેશે, જ્યાં તેઓ ‘વિકસિત ભારત@2047માં યુવાનોની ભૂમિકા’ પર વિદ્યાર્થીઓને સંબોધશે.

ઉપરાષ્ટ્રપતિ હિમાચલ પ્રદેશમાં શિક્ષણની પહોંચ વધારવા માટેની પહેલ ‘એક સે શ્રેષ્ઠ’ના 500મા કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ પણ હશે. શ્રી ધનખર આ પ્રસંગે બાળકો સાથે ઇન્ટરેક્ટિવ સત્રમાં ભાગ લેશે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1993058) Visitor Counter : 121