પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી ભૂપેન્દ્ર યાદવે નામિબિયન ચિત્તા આશાને ત્યાં જન્મેલા ત્રણ બચ્ચાંના સમાચાર શેર કર્યા

प्रविष्टि तिथि: 03 JAN 2024 4:43PM by PIB Ahmedabad

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન તથા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કુનો રાષ્ટ્રીય ઉદ્યાને ત્રણ નવા સભ્યોનું સ્વાગત કર્યું છે એ જણાવતાં તેઓ રોમાંચિત થયા છે. તેમણે કહ્યું કે, આ બચ્ચાંનો જન્મ નામિબિયન ચિત્તા આશાને ત્યાં થયો છે.

શ્રી યાદવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ઇકોલોજિકલ સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે કલ્પના કરી હતી, જે પ્રોજેક્ટ ચિત્તા માટે આ એક મોટી સફળતા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0014K56.jpg

શ્રી યાદવે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ નિષ્ણાતો, કુનો વન્યજીવ અધિકારીઓ અને સમગ્ર ભારતમાં વન્યજીવ ઉત્સાહીઓને અભિનંદન પાઠવ્યા હતા.

YP/GP/JD

(रिलीज़ आईडी: 1992774) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Tamil , Telugu