ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં ભારત સરકાર, આસામ સરકાર અને યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ઉલ્ફા)ના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને વિદ્રોહ મુક્ત પૂર્વોત્તરના સ્વપ્નને સાકાર કરવા તથા આસામમાં કાયમી શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ કરવાના વિઝનને સાકાર કરવા માટે આ સમજૂતી એક સીમાચિહ્નરૂપ છે

ગૃહમંત્રીએ કહ્યું, મોદી સરકાર છેલ્લા 5 વર્ષ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલા તમામ કરારોના અમલીકરણમાં સમય કરતા આગળ છે અને તમામ શરતોનું પાલન કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, તે વડા પ્રધાન મોદીના વિદ્રોહ મુક્ત પૂર્વોત્તરના વ્યાપક દ્રષ્ટિકોણ વિના શક્ય ન હોત

પ્રધાનમંત્રી મોદીનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે પૂર્વોત્તરનાં વિઝન સાથે કામ કર્યું હતું, જે કટ્ટરવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત છે

છેલ્લા 5 વર્ષમાં પૂર્વોત્તરના વિભિન્ન રાજ્યો સાથે શાંતિ અને સીમા સંબંધિત 9 સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેના કારણે પૂર્વોત્તરના મોટા હિસ્સામાં શાંતિ સ્થાપિત થઈ છે

ઉલ્ફા સંઘર્ષમાં બંને પક્ષના લગભગ 10 હજાર લોકો માર્યા ગયા હતા, જે આ દેશના નાગરિક હતા, પરંતુ આજે આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવી રહ્યો છે

2014માં મોદી સરકાર બન્યા બાદ આસામમાં હિંસક ઘટનાઓમાં 87 ટકા, મોતમાં 90 ટકા અને અપહરણોમાં 84 ટકાનો ઘટાડો થયો છે

અત્યાર સુધીમાં એકલા આસામમાં જ 7500 કેડરોએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં આજે 750 થી વધુનો ઉમેરો થશે, આમ એકલા આસામમાં 8200 થી વધુ કેડર્સની શરણાગતિ શાંતિના નવા યુગની શરૂઆત છે

ઉલ્ફાની માંગણીઓને પૂર્ણ કરવા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એક સમયબદ્ધ કાર્યક્રમ બનાવવામાં આવશે અને તેની દેખરેખ માટે એક સમિતિની પણ રચના કરવામાં આવશે

ભારત સરકાર આસામના સર્વાંગી વિકાસ માટે એક વિશાળ પેકેજ અને અનેક મોટી પરિયોજનાઓ પ્રદાન કરવા સંમત થઈ છે, મોદી સરકાર કરારની તમામ જોગવાઈઓનું પાલન કરશે

Posted On: 29 DEC 2023 7:20PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં ભારત સરકાર, આસામ સરકાર અને યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ઉલ્ફા)ના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને વિદ્રોહ મુક્ત પૂર્વોત્તરના સ્વપ્નને સાકાર કરવા માટે તથા આસામમાં શાશ્વત શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ લાવવાના વિઝનને પૂર્ણ કરવા માટે આ સમજૂતી એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમા અને ગૃહ મંત્રાલય અને આસામ સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MS6B.jpg

 

આ પ્રસંગે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આસામ માટે આજનો દિવસ સુવર્ણ દિવસ છે, જ્યારે ઉત્તરપૂર્વ અને આસામમાં શાંતિ સ્થાપિત થવા જઈ રહી છે, જે લાંબા સમયથી હિંસાનું પરિણામ ભોગવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014માં શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યાં પછી દિલ્હી અને પૂર્વોત્તર વચ્ચેનું અંતર દૂર કરવા પ્રયાસ થયા હતા અને તમામ સાથે ખુલ્લા મનથી વાટાઘાટો શરૂ થઈ હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે પૂર્વોત્તરનાં વિઝન સાથે કામ કર્યું છે, જે કટ્ટરવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 5 વર્ષમાં ઉત્તરપૂર્વનાં વિવિધ રાજ્યો સાથે 9 શાંતિ અને સરહદ સંબંધિત સમજૂતીઓ થઈ છે, જેણે પૂર્વોત્તરનાં મોટાંભાગમાં શાંતિ સ્થાપિત કરી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે રેકોર્ડ પર 9000થી વધુ કેડરોએ આત્મસમર્પણ કર્યું છે અને આસામના 85 ટકા વિસ્તારમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (એએફએસપીએ) હટાવી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આજે ભારત સરકાર, આસામ સરકાર અને ઉલ્ફા વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી થઈ રહી છે તેના કારણે મોદી સરકારે આસામના તમામ હિંસક જૂથોને ખતમ કરવામાં સફળતા મેળવી છે. તેમણે કહ્યું હતું કે, આસામ અને સંપૂર્ણ પૂર્વોત્તરમાં શાંતિ માટે આજની સમજૂતી અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, આજની સમજૂતી હેઠળ ઉલ્ફાના પ્રતિનિધિઓ હિંસાનો માર્ગ છોડી દેવા, તેમના તમામ શસ્ત્રો અને દારૂગોળો મૂકવા અને તેમના સશસ્ત્ર સંગઠનને વિખેરી નાખવા સંમત થયા છે. આ ઉપરાંત ઉલ્ફાએ તેના સશસ્ત્ર કાર્યકર્તાઓ દ્વારા કબજે કરવામાં આવેલી તમામ શિબિરોને ખાલી કરવા, કાયદા દ્વારા સ્થાપિત શાંતિપૂર્ણ લોકશાહી પ્રક્રિયામાં જોડાવા અને દેશની અખંડિતતા જાળવવા પણ સંમતિ આપી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002DBPP.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઉલ્ફા સંઘર્ષમાં બંને પક્ષોનાં આશરે 10,000 લોકો માર્યા ગયા હતા, જેઓ આ દેશનાં નાગરિક હતાં, પણ આજે આ સમસ્યાનું સંપૂર્ણ સમાધાન થયું છે. તેમણે કહ્યું હતું કે, ભારત સરકાર આસામનાં સંપૂર્ણ વિકાસ માટે એક મોટું પેકેજ અને કેટલીક મોટી પરિયોજનાઓ પ્રદાન કરવા સંમત થઈ છે. તેમણે કહ્યું કે મોદી સરકાર સમજૂતીની તમામ જોગવાઈઓનું પાલન કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં મોદી સરકાર બન્યાં પછી આસામમાં હિંસક ઘટનાઓમાં 87 ટકા, મૃત્યુમાં 90 ટકા અને અપહરણમાં 84 ટકાનો ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી માત્ર આસામમાં જ 7,500 કાર્યકર્તાઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં અત્યારે 750થી વધારે કેડરનો ઉમેરો થશે, એટલે એકલા આસામમાં જ 8200થી વધારે કાર્યકર્તાઓની શરણાગતિ શાંતિનાં નવા યુગની શરૂઆત છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે મોદી સરકારે 2019માં એનએલએફટી કરાર, 2020માં બ્રુ અને બોડો, 2021 માં કાર્બી, 2022 માં આદિવાસી કરાર, આસામ-મેઘાલય સરહદ કરાર, આસામ-અરુણાચલ સરહદ કરાર અને યુએનએલએફ સાથે 2023 માં અને આજે ઉલ્ફા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ સમજૂતી સાથે આજે સંપૂર્ણ પૂર્વોત્તર અને ખાસ કરીને આસામ માટે શાંતિનાં નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઉલ્ફાની માગણીઓ પૂર્ણ કરવા માટે ભારત સરકારનાં ગૃહ મંત્રાલય દ્વારા એક સમયબદ્ધ કાર્યક્રમ બનાવવામાં આવશે અને તેની દેખરેખ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 2019 બાદ થયેલા તમામ કરારમાં મોદી સરકાર સમય કરતા આગળ છે અને તમામ શરતોને પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ગૃહ પ્રધાને કહ્યું કે વડા પ્રધાન મોદીના વિદ્રોહ-મુક્ત પૂર્વોત્તરના વ્યાપક દ્રષ્ટિકોણ વિના આ શક્ય ન હોત.

CB/JD(Release ID: 1991637) Visitor Counter : 136