ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયે 'મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)'/એમએલજેકે-એમએને 'ગેરકાનૂની સંગઠન' જાહેર કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપતી અને જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા લોકોને ઉશ્કેરવા માટે રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ બુલંદ અને સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની વિરુદ્ધ કામ કરનારને છોડવામાં નહીં આવે અને તેને કાયદાના સંપૂર્ણ પ્રકોપનો સામનો કરવો પડશેઃ ગૃહમંત્રી
પ્રધાનમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અને ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે વર્ષ 2023માં ચાર સંગઠનોને 'આતંકવાદી સંગઠન', છ વ્યક્તિને 'આતંકવાદી' અને બે સંગઠનોને 'ગેરકાયદેસર સંગઠન' તરીકે જાહેર કર્યા છે
Posted On:
27 DEC 2023 3:48PM by PIB Ahmedabad
ભારત સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) 1967 ની કલમ 3 (1) હેઠળ 'મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)' / એમએલજેકે-એમએને 'ગેરકાયદેસર સંગઠન' તરીકે જાહેર કર્યું છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 'એક્સ' પર તેમની પોસ્ટ પર જણાવ્યું હતું કે, "આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપતી અને જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે લોકોને ઉશ્કેરવા માટે રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે."
ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે ,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ બુલંદ અને સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની વિરુદ્ધમાં કામ કરનાર કોઈપણને છોડવામાં આવશે નહીં અને કાયદાના સંપૂર્ણ ક્રોધનો સામનો કરવો પડશે."
મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)'/એમએલજેકે-એમએ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપી રહ્યા છે. આ સંગઠનના સભ્યો લોકોને ઉશ્કેરીને જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માગે છે, જે ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતા માટે પૂર્વગ્રહયુક્ત છે. આ સંગઠન વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967, આઈપીસી 1860, ધ આર્મ્સ એક્ટ 1959 અને રણબીર દંડ સંહિતા 1932 ની વિવિધ કલમો હેઠળ ઘણા ગુનાહિત કેસ નોંધવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અને ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શનને અનુસરીને ગૃહ મંત્રાલયે વર્ષ 2023માં ચાર સંગઠનોને 'આતંકવાદી સંગઠન', છ વ્યક્તિઓને 'આતંકવાદી' અને બે સંગઠનોને 'ગેરકાયદેસર સંગઠન' તરીકે જાહેર કર્યા છે.
YP/JD
(Release ID: 1990886)
Visitor Counter : 210