માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
1લી ઑક્ટોબર 2025થી ઉત્પાદિત N2 અને N3 કેટેગરીના મોટર વાહનોના કેબિનમાં એર-કન્ડિશનિંગ સિસ્ટમની સ્થાપના ફરજિયાત કરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું
Posted On:
11 DEC 2023 4:29PM by PIB Ahmedabad
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) એ 8મી ડિસેમ્બર 2023ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને 1લી ઑક્ટોબર 2025થી ઉત્પાદિત કેટેગરી N2 અને N3ના મોટર વાહનોના કેબિનમાં એર કંડિશનિંગ સિસ્ટમ લગાવવાનું ફરજિયાત કર્યું છે.
એર કન્ડીશનીંગ સીસ્ટમ સાથે ફીટ કરેલ કેબીનનું પરફોર્મન્સ ટેસ્ટીંગ IS 14618: 2022 મુજબ સમયાંતરે સુધારેલ હશે.
સૂચના મુજબ 1લી ઓક્ટોબર, 2025ના રોજ અથવા તે પછી ડ્રાઇવ-અવે ચેસિસના સ્વરૂપમાં ઉત્પાદિત N2 અને N3 કેટેગરીના કોઈપણ વાહન, ચેસીસ ઉત્પાદકે IS 14618:2022 મુજબ કીટ સ્થાપિત કરવામાં બોડી બિલ્ડરને સુવિધા આપવા માટે એર કન્ડીશનીંગ સિસ્ટમની એક પ્રકારની માન્ય કીટ સપ્લાય કરવી જોઈએ.
MoRTHએ 10મી જુલાઈ 2023ના રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં હિતધારકોની ટિપ્પણીઓ માંગવામાં આવી હતી.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1985029)
Visitor Counter : 116