પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 12 ડિસેમ્બરનાં રોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાર્ષિક ગ્લોબલ પાર્ટનરશિપ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કરશે


ભારત 12 થી 14 ડિસેમ્બર, 2023 સુધી નવી દિલ્હીમાં ભારત મંડપમમાં ત્રણ દિવસીય વાર્ષિક જીપીએઆઈ શિખર સંમેલનનું આયોજન કરી રહ્યું છે

જીપીએઆઈ 29 સભ્ય દેશો સાથે એક બહુ-હિતધારક પહેલ છે, જે એઆઈ-સંબંધિત પ્રાથમિકતાઓ પર અત્યાધુનિક સંશોધન અને લાગુ પ્રવૃત્તિઓને ટેકો આપે છે

Posted On: 11 DEC 2023 4:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બર, 2023ના રોજ સાંજે પાંચ વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ગ્લોબલ પાર્ટનરશીપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કરશે.

જીપીએઆઈ 29 સભ્ય દેશો સાથે એક બહુ-હિતધારક પહેલ છે, જેનો ઉદ્દેશ એઆઈ-સંબંધિત પ્રાથમિકતાઓ પર અત્યાધુનિક સંશોધન અને લાગુ પ્રવૃત્તિઓને ટેકો આપીને એઆઈ પર થિયરી અને પ્રેક્ટિસ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. ભારત ૨૦૨૪માં જી.પી.એ.આઈ.ની મુખ્ય અધ્યક્ષતા છે. વર્ષ 2020માં જીપીએઆઈના સ્થાપક સભ્યોમાંના એક તરીકે, જીપીએઆઈના વર્તમાન આગામી સપોર્ટ ચેરમેન અને 2024માં જીપીએઆઈ માટે લીડ ચેર તરીકે, ભારત 12 થી 14 ડિસેમ્બર, 2023 સુધી વાર્ષિક જીપીએઆઈ સમિટનું આયોજન કરી રહ્યું છે.

એઆઇ અને વૈશ્વિક સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્ય, એઆઇ અને ડેટા ગવર્નન્સ તથા એમએલ વર્કશોપ જેવા વિવિધ વિષયો પર વિવિધ સત્રોનું આ સમિટ દરમિયાન આયોજન કરવામાં આવશે. સમિટના અન્ય આકર્ષણોમાં રિસર્ચ સિમ્પોઝિયમ, એઆઇ ગેમચેન્જર્સ એવોર્ડ અને ઇન્ડિયા એઆઇ એક્સ્પોનો સમાવેશ થાય છે.

આ સમિટમાં સમગ્ર દેશમાંથી 50થી વધુ જીપીએઆઈ નિષ્ણાતો અને 150થી વધુ વક્તાઓ ભાગ લેશે.  આ ઉપરાંત દુનિયાભરના ટોચના એઆઇ ગેમચેન્જર્સ ઇન્ટેલ, રિલાયન્સ જિયો, ગૂગલ, મેટા, એડબલ્યુએસ, યોટા, નેટવેબ, પેટીએમ, માઇક્રોસોફ્ટ, માસ્ટરકાર્ડ, એનઆઇસી, એસટીપીઆઇ, ઇમર્સ, જિયો હેપ્ટિક, ભશિની વગેરે સહિત વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ યુવીએટી એઆઈ પહેલ અને સ્ટાર્ટ-અપ્સ હેઠળ વિજેતા છે, તેઓ પણ તેમના એઆઈ મોડેલો અને સોલ્યુશન્સ પ્રદર્શિત કરશે.

YP/GP/JD


(Release ID: 1985026) Visitor Counter : 150