પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી 9 ડિસેમ્બરનાં રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે


આ કાર્યક્રમમાં દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ વર્ચ્યુઅલ રીતે જોડાશે

Posted On: 07 DEC 2023 7:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બર, 2023ના રોજ બપોરે 12:30 કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (વીબીએસવાય)ના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરશે.

આ કાર્યક્રમમાં દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ વર્ચ્યુઅલ રીતે જોડાશે. આ કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી બે હજારથી વધુ વીબીએસવાય વાન, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) અને કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) પણ જોડવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાશે.

આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે હેતુથી સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.

CB/GP/JD


(Release ID: 1983799) Visitor Counter : 254