ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતનાં જૂનાગઢમાં શ્રી દિવ્યકાંત નાણાવટીજીની જન્મ શતાબ્દી પર આયોજિત 'સ્મૃતિ પર્વ' કાર્યક્રમને સંબોધન કર્યું


શ્રી દિવ્યકાંત નાણાવટીજી એ લોકોમાંના એક હતા, જેઓ સમાજ અને લોકો માટે જીવનારા હતા.

જો કોઈ વ્યક્તિને 100 વર્ષ પછી પણ યાદ કરે છે, તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિનું જીવન ખરેખર અર્થપૂર્ણ રહ્યું છે

શ્રી દિવ્યકાંત નાણાવટીજીએ માત્ર જૂનાગઢની જનતા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતા માટે જનકલ્યાણના કાર્યો કર્યા

મોદી સરકારે લાયક લોકોને પદ્મ પુરસ્કાર આપવાનું શરૂ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની લાયકાત ધરાવતી વ્યક્તિને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી શકાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરી છે

ભક્તિ સાહિત્યના મહાનતમ વ્યક્તિત્વ શ્રી નરસિંહ મહેતાજીએ પોતાનું સમગ્ર જીવન સાહિત્યને સમર્પિત કરી દીધું છે અને તેમના જેવા ઉત્તમ સાહિત્યકાર મળવા અશક્ય છે.

શ્રી મહેતાએ વેદો અને ઉપનિષદના તમામ રહસ્યો સંક્ષિપ્ત રીતે અને સ્પષ્ટ ભાષામાં લોકો સમક્ષ રજૂ કર્યા હતા

જો લોકો સામાજિક ન્યાય વિશે જાણવા માંગતા હોય તો તેમણે શ્રી નરસિંહ મહેતાજીની સાહિત્યિક કૃતિઓ વાંચવી જ જોઇએ

Posted On: 02 DEC 2023 5:20PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના જૂનાગઢમાં શ્રી દિવ્યકાંત નાણાવટીની જન્મ શતાબ્દી પર આયોજિત 'સ્મૃતિ પર્વ' કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001CL5Q.jpg

શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, શ્રી દિવ્યકાંત નાણાવટી એ લોકોમાંનાં એક હતાં, જેઓ સમાજ અને લોકો માટે જીવનારાં હતાં. તેમણે કહ્યું કે, રૂપાયતન સંસ્થાએ આજે એવું પુસ્તક પ્રકાશિત કર્યું છે જે નવી પેઢીના નેતાઓ માટે ચોક્કસપણે માર્ગદર્શક સાબિત થશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ 100 વર્ષ પછી પણ વ્યક્તિને યાદ કરે છે, તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિનું જીવન ખરેખર અર્થપૂર્ણ રહ્યું છે. શ્રી દિવ્યકાંતજી સતત બે ટર્મ ધારાસભ્ય રહ્યા અને ગુજરાત સરકારમાં કાયદા અને ન્યાય મંત્રી પણ રહ્યા અને તેમણે માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ ગુજરાતના જાહેર જીવનમાં પણ અનેક યોગદાન આપ્યું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002HBZD.jpg

ભક્તિ સાહિત્યના મહાનતમ વ્યક્તિત્વ શ્રી નરસિંહ મહેતાજીએ પોતાનું સમગ્ર જીવન સાહિત્યને સમર્પિત કરી દીધું અને તેમના જેવા ઉત્તમ સાહિત્યકાર મળવા અશક્ય છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી મહેતાએ વેદો અને ઉપનિષદોનાં તમામ રહસ્યો લોકો સમક્ષ સંક્ષિપ્ત અને સ્પષ્ટ ભાષામાં પ્રસ્તુત કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, તે સમયે અસ્પૃશ્યતાનો વિરોધ કરવાની હિંમત માત્ર શ્રી નરસિંહ મહેતાજી જ ધરાવી શકે તેમ હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે, જો આપણે સામાજિક ન્યાય વિશે જાણવું હોય તો આપણે શ્રી નરસિંહ મહેતાજીને સમજવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી નરસિંહ મહેતાજીની આ પાવન ભૂમિ પર રૂપયતન સંસ્થાએ ધરતીપુત્ર શ્રી દિવ્યકાંતજીની સ્મૃતિમાં એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. તે જૂનાગઢ અને ગુજરાતના જાહેર જીવનમાં કામ કરતા લોકો માટે ચોક્કસપણે પ્રેરણારૂપ બનશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MR91.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રૂપાયતન સંસ્થા પણ છેલ્લા 75 વર્ષથી સમાજજીવનના વિવિધ આયામો પર ખૂબ જ સારું કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત અને સૌરાષ્ટ્રની કલાને જૂની પેઢીથી નવી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય શ્રી ભીખુદાનજીએ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી ભીખુદાન ગઢવી શ્રી કાગ બાપુની પેઢી અને આજના સાહિત્યકારો વચ્ચે સેતુરૂપ હતા અને તેમણે ગુજરાતના સાહિત્યમાં અપાર યોગદાન આપ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યારે શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યાં હતાં, ત્યારે તેમણે શ્રી ભીખુદાનજીનાં પ્રદાનને બિરદાવ્યું હતું અને તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશનાં લાયક વ્યક્તિને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી શકાય એ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે.

CB/GP/JD



(Release ID: 1981925) Visitor Counter : 111