પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઈઝરાયલના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની બેઠક
प्रविष्टि तिथि:
01 DEC 2023 6:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બર, 2023ના રોજ દુબઈમાં સીઓપી 28 સમિટની સાથે-સાથે ઈઝરાયલના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી આઇઝેક હર્ઝોગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
બંને નેતાઓએ પ્રદેશમાં ચાલી રહેલા ઇઝરાયલ - હમાસ સંઘર્ષ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 7 ઓક્ટોબરના રોજ થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને બંધકોને મુક્ત કરવાની ઘટનાને આવકારી હતી.
પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત લોકો માટે માનવીય સહાય સતત અને સલામત રીતે પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વાતચીત અને મુત્સદ્દીગીરી મારફતે બે રાજ્ય સમાધાન અને ઇઝરાયલ પેલેસ્ટાઇનના મુદ્દાના પ્રારંભિક અને ટકાઉ સમાધાન માટે ભારતના સમર્થન પર ભાર મૂક્યો હતો.
CB/GP/JD
રાષ્ટ્રપતિ હર્ઝોગે પ્રધાનમંત્રીને ભારતનાં જી20નાં પ્રમુખ પદની સફળતા પર અભિનંદન આપ્યાં હતાં અને ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોરનાં શુભારંભને આવકાર આપ્યો હતો.
(रिलीज़ आईडी: 1981709)
आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam