સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટ્રાઇએ સત્તર સ્થળો અને તેની આસપાસના વિસ્તારો જેવા કે અગરતલા, આગ્રા, ઔરંગાબાદ, ભાવનગર, ભોપાલ, ગુવાહાટી-બોંગાઇગાંવ, હિસાર, જયપુર, ઓંગોલ, પલક્કડ, રાંચી-ગુમલા, સંગારેડ્ડી, ત્રિચી, આગ્રા-બરેલી એચડબ્લ્યુ, ભાવનગર-રાજુલા એચડબ્લ્યુ, ભોપાલ-જબલપુર એચડબ્લ્યુ અને હિસાર-રોહતક એચડબ્લ્યુ પર હાથ ધરવામાં આવેલા ડ્રાઇવ પરીક્ષણો અંગેનો અહેવાલ જાહેર કર્યો
Posted On:
25 OCT 2023 3:47PM by PIB Ahmedabad
ટ્રાઇએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સની મદદથી જૂન 2023માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સત્તર શહેરો, તેમની આસપાસના વિસ્તારો અને રાજમાર્ગો જેવા કે અગરતલા, આગ્રા, ઔરંગાબાદ, ભાવનગર, ભોપાલ, ગુવાહાટી-બોંગાઇગાંવ, હિસાર, જયપુર, ઓંગોલ, પલક્કડ, રાંચી-ગુમલા, સંગારેડ્ડી, ત્રિચી, આગ્રા-બરેલી એચડબલ્યુ, ભાવનગર-રાજુલા એચડબલ્યુ, ભોપાલ-જબલપુર એચડબ્લ્યુ અને હિસાર-રોહતક એચડબલ્યુ પર ડ્રાઇવ ટેસ્ટનું આયોજન કર્યું હતું.
વોઇસ અને ડેટા સેવાઓ માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની સેલ્યુલર/મોબાઇલ નેટવર્ક ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે ડ્રાઇવ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. શહેરો અને એલએસએની વિગતો જેમાં ડ્રાઇવ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા, તે નીચે આપેલ છે;
એસ. નો લોકેશન લાઇસન્સ પ્રાપ્ત સર્વિસ એરિયા (એલએસએ)
- અગરતલા, ઉત્તરપૂર્વીય
- આગ્રા, યુપી (પશ્ચિમ)
- ઔરંગાબાદ, મહારાષ્ટ્ર
- ભાવનગર, ગુજરત
- ભોપાલ, મધ્ય પ્રદેશ
- ગુવાહાટી-બોંગાઈગાંવ, ઉત્તરપૂર્વીય
- ઓંગોલે, આંધ્રપ્રદેશ
- હિસાર, હરિયાણા
- પલક્કડ, કેરળ
- રાંચી-ગુમલા, બિહાર
- સંગારેડ્ડી, આંધ્રપ્રદેશ
- જયપુર, રાજસ્થાન
- ત્રિચી, તમિલનાડુ
- આગ્રા-બરેલી એચડબ્લ્યુ યુપી (પશ્ચિમ)
- ભાવનગર-રાજુલા એચ.ડબ્લ્યુ., ગુજરત
- ભોપાલ- જબલપુર એચડબ્લ્યુ, મધ્ય પ્રદેશ
- હિસાર-રોહતક એચ.ડબ્લ્યુ., હરિયાણા
નેટવર્ક માટે મૂલ્યાંકન કરાયેલા ચાવીરૂપ કામગીરી સૂચકાંકો (કેપીઆઇ)માં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ
-
- વોઇસ સર્વિસ માટેઃ કવરેજ; કોલ સેટઅપ સક્સેસ રેટ (સીએસએસઆર); ડ્રોપ કોલ રેટ; બ્લોક કોલ રેટ, હેન્ડઓવર સક્સેસ રેટ; આરએક્સ ક્વોલિટી.
- ડેટા સેવાઓ માટે: ડાઉનલોડ અને અપલોડ થ્રુપુટ્સ, વેબ બ્રાઉઝિંગ વિલંબ, વિડિઓ સ્ટ્રીમિંગ વિલંબ અને લેટેન્સી.
સંપૂર્ણ અહેવાલ ટ્રાઇની વેબસાઇટ પર ઉપલબ્ધ છે www.analytics.trai.gov.in.
CB/GP/JD
(Release ID: 1970850)
Visitor Counter : 160