પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જોર્ડનના મહામહિમ રાજા અબ્દુલ્લા II સાથે વાત કરી
સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિના વહેલા ઉકેલ માટે નક્કર પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો
प्रविष्टि तिथि:
23 OCT 2023 7:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોર્ડનના મહામહિમ રાજા અબ્દુલ્લા II સાથે વાત કરી હતી જેમાં તેઓએ પશ્ચિમ એશિયા ક્ષેત્રના વિકાસ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. શ્રી મોદીએ આતંકવાદ, હિંસા અને નાગરિકોની જાનહાનિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિના વહેલા ઉકેલ માટે નક્કર પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“જોર્ડનના મહારાજા અબ્દુલ્લા II સાથે વાત કરી. પશ્ચિમ એશિયા ક્ષેત્રના વિકાસ પર વિચારોની આપ-લે કરી. અમે આતંકવાદ, હિંસા અને નાગરિકોની જાનહાનિ અંગે ચિંતા વ્યક્ત કરી. સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિના વહેલા ઉકેલ માટે નક્કર પ્રયાસોની જરૂર છે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1970348)
आगंतुक पटल : 145
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Telugu
,
Malayalam