પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 10 ઓક્ટોબરે એશિયન ગેમ્સ 2022માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે વાતચીત અને સંબોધન કરશે

प्रविष्टि तिथि: 09 OCT 2023 1:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબર, 2023ના રોજ આશરે 4:30 કલાકે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2022માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે વાતચીત કરશે અને સંબોધન કરશે.

આ ઇવેન્ટ એશિયન ગેમ્સ 2022માં રમતવીરોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન આપવા અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે પ્રોત્સાહિત કરવાનો પ્રધાનમંત્રી દ્વારા એક પ્રયાસ છે. એશિયન ગેમ્સ 2022માં ભારતે 28 ગોલ્ડ મેડલ સહિત કુલ 107 મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સમાં કુલ જીતેલા મેડલની દ્રષ્ટિએ આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ કાર્યક્રમમાં એશિયન ગેમ્સ માટે ભારતીય ટુકડીના ખેલાડીઓ, તેમના કોચ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓ, રાષ્ટ્રીય રમતગમત મહાસંઘના પ્રતિનિધિઓ અને યુવા બાબતો અને રમત મંત્રાલયના અધિકારીઓ પણ હાજરી આપશે.

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1965944) आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Assamese , Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Tamil , Telugu , Malayalam