નાણા મંત્રાલય

નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) એ એન્કર ઈન્વેસ્ટર્સ તરીકે ભારત સરકાર અને જાપાન બેન્ક ફોર ઈન્ટરનેશનલ કોઓપરેશન (JBIC) સાથે 600 મિલિયન ડોલર ઈન્ડિયા-જાપાન ફંડ (IJF) લોન્ચ કર્યું

ભારત-જાપાન ફંડ ભારતમાં જાપાનીઝ રોકાણોને વધુ વધારવા ઉપરાંત પર્યાવરણીય ટકાઉપણું અને ઓછા કાર્બન ઉત્સર્જન વ્યૂહરચનામાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે

Posted On: 04 OCT 2023 10:15AM by PIB Ahmedabad

નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) એ એન્કર રોકાણકારો તરીકે JBIC અને ભારત સરકાર (GoI) સાથે 600 મિલિયન ડોલરનું ભારત-જાપાન ફંડ (IJF) શરૂ કરવા માટે જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન (JBIC) સાથે સહયોગમાં પ્રવેશ કર્યો છે. આ સંયુક્ત પહેલ એક એવા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગના મુખ્ય પરિમાણનો સંકેત આપે છે જે એક આબોહવા અને પર્યાવરણ ક્ષેત્રે સહિયારી પ્રાથમિકતા છે.

આ જાહેરાત NIIFના પ્રથમ દ્વિ-પક્ષીય ફંડને ચિહ્નિત કરે છે, જેમાં GoI લક્ષ્ય કોર્પસના 49% યોગદાન આપે છે અને બાકીના 51% જેબીઆઈસી દ્વારા ફાળો આપે છે. ફંડનું સંચાલન NIIF લિમિટેડ (NIIFL) દ્વારા કરવામાં આવશે અને JBIC IG (JBIC ની પેટાકંપની) ભારતમાં જાપાનીઝ રોકાણોને પ્રોત્સાહન આપવા માટે NIIFLને ટેકો આપશે.

ઈન્ડિયા જાપાન ફંડ પર્યાવરણીય ટકાઉપણું અને ઓછા કાર્બન ઉત્સર્જન વ્યૂહરચનામાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે અને ભારતમાં જાપાનીઝ રોકાણોને વધુ વધારવા માટે 'પસંદગીના ભાગીદાર' તરીકેની ભૂમિકા ભજવવાનો હેતુ ધરાવે છે.

ઈન્ડિયા જાપાન ફંડની સ્થાપના જાપાન સરકાર અને ભારત સરકાર વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીમાં મુખ્ય સીમાચિહ્નરૂપ છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1963947) Visitor Counter : 209