માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને લિંગ સમાનતાને આગળ વધારવા અને યુવાન લોકોને સશક્ત બનાવવા માટે CRIIIO 4 ગૂડ મોડ્યુલ લોન્ચ કર્યા


CRIIIO 4 ગૂડ મોડ્યુલ્સ કન્યાઓને સશક્ત બનાવવા અને લિંગ સમાનતા વિશે જાગૃતિ ફેલાવવાનું માધ્યમ બનશે - શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

Posted On: 28 SEP 2023 5:07PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને છોકરીઓ અને છોકરાઓ વચ્ચે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે એક નવું ઓનલાઇન, લાઇફ સ્કિલ લર્નિંગ મોડ્યુલ 'CRIIIO 4 GOOD' લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ, યુનિસેફ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સહયોગથી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોર; સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાન્શેરિયા; યુનિસેફના પ્રતિનિધિ સુશ્રી સિંથિયા મેકકેફ્રી; ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના માનદ સચિવ શ્રી જય શાહ; ભારતીય ક્રિકેટર અને આઈસીસી-યુનિસેફ માટે સેલિબ્રિટી સમર્થક CRIIIO 4 GOOD પહેલ, શ્રીમતી સ્મૃતિ મંધાના; શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ શ્રી સંજય કુમાર; આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રાલય અને યુનિસેફના અધિકારીઓ અને 1000થી વધુ બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Copy-MEDIARELEASEdraft-Ahmedabad(1)1379S4XZ.png https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Copy-MEDIARELEASEdraft-Ahmedabad(1)1381PVPX.pnghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Copy-MEDIARELEASEdraft-Ahmedabad(1)1382WOG6.png

આ પ્રસંગે બોલતાં શ્રી પ્રધાને એનઇપી 2020માં લિંગ સમાનતા અને સમાન તકો પર ભાર મૂક્યો હતો, જે મૂળભૂત સિદ્ધાંત છે. તેમણે ઉમેર્યું હતું કે, 'CRIIIO 4 GOOD મારફતે રમતગમતની શક્તિ અને ક્રિકેટની લોકપ્રિયતાનો ઉપયોગ કન્યાઓને સશક્ત બનાવવા અને લિંગ સમાનતા વિશે જાગૃતિ ફેલાવવાના માધ્યમ તરીકે થઈ શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાની સાથે અને ભારતને મહિલા-સંચાલિત વિકાસમાં મોખરે લઈ જવા સાથે દેશમાં કેવી રીતે ઇતિહાસ જોવા મળ્યો છે.

શ્રીમતી સ્મૃતિ મંધાનાએ સ્ટેડિયમમાં ૧૦થી વધુ શાળાના બાળકો સાથે 'CRIIIO 4 GOODના પ્રથમ શિક્ષણ મોડ્યુલો શેર કર્યા. મોડ્યુલ્સ ખૂબ જ આકર્ષક છે, અને તેઓ ક્રિકેટની શક્તિનો ઉપયોગ છોકરીઓ અને છોકરાઓમાં, મનોરંજક, ઇન્ટરેક્ટિવ રીતે આવશ્યક જીવન કૌશલ્યો અને લિંગ સમાનતા વિશે વાત કરવા માટે કરે છે.

'CRIIIO 4 GOOD' લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા, છોકરીઓને જીવન કૌશલ્યથી સજ્જ કરવા અને રમતગમતમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે 8 ક્રિકેટ આધારિત એનિમેશન ફિલ્મોની શ્રેણી છે. ક્રિકેટના યુવા પ્રેક્ષકોની લોકપ્રિયતા અને જુસ્સાનો ઉપયોગ કરીને, આઇસીસી અને યુનિસેફે બાળકો અને યુવાનોને નિર્ણાયક જીવન કૌશલ્યો અપનાવવા અને લિંગ સમાનતાના મહત્વને સમજવા માટે પ્રેરિત કરવા માટે આ મોડ્યુલ્સ બહાર પાડ્યા હતા. આ કાર્યક્રમ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં criiio.com/criiio4good પર વિનામૂલ્યે મેળવી શકાશે.

આઠ મોડ્યુલના વિષયો આ પ્રમાણે છેઃ નેતૃત્વ, સમસ્યાનું સમાધાન, આત્મવિશ્વાસ, નિર્ણય લેવાની પ્રક્રિયા, વાટાઘાટ, સહાનુભૂતિ, ટીમવર્ક અને ધ્યેય નિર્ધારણ અને ક્રિકેટિંગ ઉદાહરણોનો ઉપયોગ કરીને અત્યાધુનિક એનિમેશન દ્વારા તેની કલ્પના કરવામાં આવે છે. સ્થાનિક ઘોંઘાટમાં ઊંડાણપૂર્વકના સંશોધનને કારણે આ ફિલ્મો વાસ્તવિક અને સંબંધિત બની છે.

CB/GP/JD



(Release ID: 1961756) Visitor Counter : 759