રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતીય રેલવેના પ્રોબેશનર અધિકારીઓએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી


લોકોને અનુકૂળ અને ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે નવી એપ્લિકેશનો અને સિસ્ટમ્સ તૈયાર કરીને દેશની તકનીકી પ્રગતિમાં એક નવો માર્ગ તૈયાર કરો: રાષ્ટ્રપતિ મુર્મૂએ રેલવે પ્રોબેશનર્સને જણાવ્યું

Posted On: 14 SEP 2023 12:48PM by PIB Ahmedabad

ભારતીય રેલવે (2018ની બેચ)ના 255 પ્રોબેશનર્સના એક જૂથે આજે (14 સપ્ટેમ્બર, 2023) રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી.

પ્રોબેશનર્સને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય રેલવે માત્ર ભારતીય અર્થવ્યવસ્થાની જ નહીં પરંતુ ભારતની એકતા અને સામાજિક-સાંસ્કૃતિક વિવિધતાની કરોડરજ્જુ પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમના જેવા યુવાન અધિકારીઓની એ જવાબદારી છે કે તેઓ રેલવે ઇકોસિસ્ટમના સમૃદ્ધ વારસાને આગળ ધપાવે અને ભારતીય રેલવેને વિશ્વમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરે એ માટે પ્રયાસરત રહે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, આજે તમામ ક્ષેત્રોમાં ટેકનોલોજી ચાલક બળ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય રેલવે કે જે દરરોજ લાખો લોકોની જરૂરિયાતો અને માંગને પહોંચી વળે છે અને દર મહિને લાખો ટન નૂર પરિવહન કરે છે, તેના માટે શક્ય તેટલી શ્રેષ્ઠ હદ સુધી ટેકનોલોજીનો ઉપયોગ કરવો આવશ્યક છે. તેમણે યુવાન અધિકારીઓને લોકોને અનુકૂળ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા માટે નવી એપ્લિકેશનો અને વ્યવસ્થાઓ તૈયાર કરીને દેશની ટેકનોલોજીકલ પ્રગતિમાં નવો માર્ગ તૈયાર કરવામાં યોગદાન આપવા વિનંતી કરી હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે જે લોકો ટ્રેનોમાં મુસાફરી કરે છે તેઓ તેમની મુસાફરીની યાદોને તેમની સાથે રાખે છે. તેમણે અધિકારીઓને વિનંતી કરી કે તેઓ મુસાફરોને તેમના અતિથિઓની જેમ વર્તે અને શ્રેષ્ઠ સેવા અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે જે તેઓ વળગી શકે. તેમણે તમામ રીતે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત-એપ્લિકેશન્સ સાથે, રેલવે સુરક્ષાને સૌથી વધુ પ્રાધાન્ય આપીને કાર્યક્ષમ અને ફૂલ પ્રૂફ સિસ્ટમની રચના કરવી જોઈએ.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1957277) Visitor Counter : 151