માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

શ્રી નીતિન ગડકરીએ BS 6 સ્ટેજ 2 'ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ'ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ કરાવ્યો


ઇથેનોલ પર મોદી સરકારનો ભાર ઊર્જા સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા, ખેડૂતોની આવક બમણી કરવા, તેમને ઊર્જાદાતામાં પરિવર્તિત કરવાનાં ઉદ્દેશો સાથે સુસંગત છે, ત્યારે તેમને અન્નદાતા તરીકે ટેકો આપવાનું ચાલુ રાખે છે અને પર્યાવરણ પર હકારાત્મક અસર કરે છેઃ શ્રી ગડકરી

Posted On: 29 AUG 2023 3:41PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્ર નાથ પાંડે, ટોયોટાના એમડી અને સીઇઓ શ્રી મસાકાઝુ યોશિમુરા, કિર્લોસ્કર સિસ્ટમ્સ લિમિટેડના એમડી અને સીઇઓ ગીતાંજલિ કિર્લોસ્કર, જાપાન એમ્બેસીના રાજદૂત, રાજદ્વારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સલાહકારોની ઉપસ્થિતિમાં ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા વિકસાવવામાં આવેલા બીએસ 6 સ્ટેજ-2 'ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ'ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ કરાવ્યો હતો

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001D66L.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Q43I.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003V742.jpg

આ પ્રસંગે બોલતા શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, ઇથેનોલ સ્વદેશી, પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય ઇંધણ હોવાથી ભારત માટે આશાસ્પદ સંભવિતતા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ઇથેનોલ પર મોદી સરકારનો ભાર ઊર્જા સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા, ખેડૂતોની આવક બમણી કરવા, તેમને ઊર્જાદાતામાં પરિવર્તિત કરવાનાં ઉદ્દેશો સાથે સુસંગત છે, ત્યારે તેમને અન્નદાતા તરીકે ટેકો આપવાનું ચાલુ રાખે છે અને પર્યાવરણ પર હકારાત્મક અસર કરે છે. તેમણે કહ્યું હતું કે, જે દિવસે ઇથેનોલનું અર્થતંત્ર 2 લાખ કરોડનું થશે, તે દિવસે કૃષિ વિકાસ દર વર્તમાન 12 ટકાથી વધીને 20 ટકા સુધી પહોંચી જશે. જૈવઇંધણમાં નવીનતાઓ વિશે વાત કરતાં શ્રી ગડકરીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં અસમમાં નુમાલીગઢમાં રિફાઇનરી વિશે વાત કરી હતી, જ્યાં વાંસનો ઉપયોગ જૈવ ઇથેનોલનાં ઉત્પાદન માટે થાય છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZNEQ.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005EPAK.jpg

શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, આ નવીન વાહન ઇનોવા હાઇક્રોસ પર આધારિત છે અને ભારતનાં ઉત્સર્જનનાં કડક માપદંડોનું પાલન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌપ્રથમ બીએસ 6 (સ્ટેજ 2) ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ પ્રોટોટાઇપ તરીકે અંકિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોટોટાઇપ માટે આગામી તબક્કાઓમાં સાવચેતીપૂર્વક શુદ્ધિકરણ, હોમોલોગેશન અને સર્ટિફિકેશન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

CB/GP/JD

(Release ID: 1953227) Visitor Counter : 126