વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ગતિશક્તિના નેતૃત્વ હેઠળ નેટવર્ક પ્લાનિંગ ગ્રુપની 54મી બેઠકમાં ચાર માળખાગત પ્રોજેક્ટ્સની ભલામણ કરવામાં આવી



રૂ. 7600 કરોડથી વધુના ખર્ચે બે રોડવેઝ પ્રોજેક્ટ્સ અને બે રેલવે પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

Posted On: 24 AUG 2023 11:09AM by PIB Ahmedabad

54મી નેટવર્ક પ્લાનિંગ ગ્રૂપ (એનપીજી)ની બેઠક ગઈ કાલે વિશેષ સચિવ, લોજિસ્ટિક્સ, ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી) શ્રીમતી સુમિતા દાવરાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રેલવે મંત્રાલય, બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને ઊર્જા મંત્રાલયના સભ્ય વિભાગો અને મંત્રાલયોએ સક્રિય ભાગીદારી કરી હતી. બેઠક દરમિયાન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના બે પ્રોજેક્ટ અને રેલવે મંત્રાલયના બે પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેની કુલ કિંમત 7,693.17 કરોડ રૂપિયા છે.

શ્રીમતી દાવરાએ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પોર્ટલનો ઉપયોગ કરવા અને માળખાગત આયોજન અને અમલીકરણ માટે 'સંપૂર્ણ સરકાર' અભિગમ અપનાવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ વિસ્તારના આર્થિક અને સામાજિક નોડ્સ સાથે જોડાણની દ્રષ્ટિએ પ્રોજેક્ટ્સના નિર્ણાયક મહત્વ પર ભાર મૂક્યો હતો અને એરિયા ડેવલપમેન્ટ અભિગમને અનુસરવા પર ભાર મૂક્યો હતો.

એન.પી.જી.એ રૂ. 4,767.20 કરોડના મૂલ્યના ભારતમાલા પરિયોજના હેઠળ ચાર લેનના તિરુવનંતપુરમ આઉટર રિંગ રોડ (ઓઆરઆર)ની તપાસ કરી હતી. આ પ્રોજેક્ટ કોરિડોર મુંબઈ-કન્યાકુમારી ઇકોનોમિક કોરિડોરનો એક ભાગ છે. આ પરિયોજના ઉત્તરીય ક્ષેત્રમાંથી પૂર્વીય ક્ષેત્રને સરળ અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે જરૂરી છે તથા આર્થિક રીતે પછાત વિસ્તારોમાં આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટથી મુસાફરીનો સમય ઘટશે, વાહનોના સંચાલનનો ખર્ચ બચશે અને વિઝિંજમમાં નવા આંતરરાષ્ટ્રીય દરિયાઈ બંદરને છેલ્લા માઇલ સુધી કનેક્ટિવિટી મળશે.

એનપીજી દ્વારા રૂ. 1,179.33 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ ધરાવતો અન્ય એક રોડ પ્રોજેક્ટ દાહોદ-બોડેલી-વાપી કોરિડોરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ રોડ નવા વડોદરા-દિલ્હી એક્સપ્રેસ-વેના જંકશનથી શરૂ થાય છે અને પોસ્ટ મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વે પર પૂરો થાય છે. તે બોડેલી, દેવળીયા, રાજપીપળા, નેત્રંગ, વ્યારા, ધરમપુર, વાપી અને આગળ દક્ષિણ તરફ વડોદરા-મુંબઇ એક્સપ્રેસવે મારફતે મુંબઇ સાથે અમલીકરણ હેઠળ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી ધરાવે છે. આ પ્રોજેક્ટથી રોડ નેટવર્કમાં સુધારો થશે, જે મુસાફરીનો સમય, મુસાફરીના અંતર તેમજ પરિવહન ખર્ચમાં ઘટાડો કરીને સ્થાનિક લોકોને લાભ આપશે. તેનાથી પ્રોજેક્ટ રોડ પર સામાજિક-આર્થિક વિકાસ અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.

એનપીજીએ રૂ. 799.64 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે રાજસ્થાનમાં પુષ્કર-મેર્ટા વચ્ચે નવી બ્રોડગેજ રેલવે લાઇન પર પણ વિચાર-વિમર્શ કર્યો હતો. પ્રસ્તાવિત નવી લાઇન મધ્ય ભારતથી ઉત્તર ભારત તેમજ પશ્ચિમી સરહદ સાથે સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. ઉપરાંત, તે ગીચતા ઓછી કરશે અને રાજમાર્ગો પરના દબાણને ઘટાડશે.

રાજસ્થાનમાં અન્ય એક રેલ પ્રોજેક્ટ, 947 કરોડ રૂપિયાના મૂલ્યની મેર્ટા સિટી-રાસ રેલવે સ્ટેશનો વચ્ચે નવી બ્રોડગેજ લાઇનનું મૂલ્યાંકન એનપીજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરિયોજના માલસામાનની ઝડપી હેરફેરને સરળ બનાવવા તથા રાજસ્થાનના પાલી અને નાગૌર જિલ્લાઓને આવરી લેતા પ્રદેશમાં ઔદ્યોગિક અને સંપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ મહત્વ ધરાવે છે.

CB/GP/JD


(Release ID: 1951671) Visitor Counter : 191