સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
'ઓવર-ધ-ટોપ (ઓટીટી) સંચાર સેવાઓ માટે નિયમનકારી તંત્ર અને ઓટીટી સેવાઓ પર પસંદગીયુક્ત પ્રતિબંધ' વિષય પર ટ્રાઈના કન્સલ્ટેશન પેપર પર ટિપ્પણીઓ/પ્રતિ-ટિપ્પણીઓ પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખમાં વધારો
प्रविष्टि तिथि:
18 AUG 2023 3:09PM by PIB Ahmedabad
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) એ 07.07.2023 ના રોજ 'રેગ્યુલેટરી મિકેનિઝમ ફોર ઓવર-ધ-ટોપ (ઓટીટી) કમ્યુનિકેશન સર્વિસીસ, અને સિલેક્ટિવ ઑફ ઓટીટી સર્વિસીસ' પર એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું. હિતધારકો પાસેથી આમંત્રિત કન્સલ્ટેશન પેપરમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર લેખિત ટિપ્પણીઓ પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ 04.08.2023 અને જવાબી ટિપ્પણીઓ માટે 18.08.2023 સુધીમાં નક્કી કરવામાં આવી હતી.
હોદ્દેદારોની ટિપ્પણીઓ રજૂ કરવા માટેનો સમય વધારવાની વિનંતી પર, લેખિત ટિપ્પણીઓ અને પ્રતિ-ટિપ્પણીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ અનુક્રમે 18.08.2023 અને 01.09.2023 સુધી લંબાવવામાં આવી હતી.
હોદ્દેદારોની ટિપ્પણીઓ રજૂ કરવા માટેનો સમય વધુ વધારવાની વિનંતીને ધ્યાનમાં રાખીને લેખિત ટિપ્પણીઓ અને પ્રતિ ટિપ્પણીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ અનુક્રમે 01.09.2023 અને 15.09.2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ટિપ્પણીઓ/પ્રતિ-ટિપ્પણીઓ શ્રી અખિલેશ કુમાર ત્રિવેદી, સલાહકાર (નેટવર્ક, સ્પેક્ટ્રમ અને લાઇસન્સિંગ), ટ્રાઇને, ખાસ કરીને advmn@trai.gov.in ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં મોકલી શકાય છે. કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા/માહિતી માટે શ્રી અખિલેશકુમાર ત્રિવેદી, સલાહકાર (નેટવર્ક, સ્પેક્ટ્રમ અને લાઇસન્સિંગ), ટ્રાઇનો ટેલિફોન નંબર +91-11-23210481 પર સંપર્ક કરી શકાય છે.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1950137)
आगंतुक पटल : 239