ગૃહ મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, આ ભવન માત્ર લોકોની આકાંક્ષાઓની પરિપૂર્ણતાનું સ્થળ નથી પણ અમૃતકાળ દરમિયાન દરેક ક્ષેત્રે શ્રેષ્ઠતા તરફ ભારતની યાત્રાનું પ્રારંભિક બિંદુ પણ છે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ શ્રમ યોગીઓની સખત મહેનત માટે પણ આભાર વ્યક્ત કર્યો જેમણે રેકોર્ડ સમયમાં નવું સંસદ ભવન બનાવવાનું રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંસદ ભવનમાં સેંગોલની સ્થાપનાએ ભારતના સાંસ્કૃતિક વારસા અને તેના વર્તમાન વચ્ચે સેતુ બનાવ્યો છે
તે ભારતની આવનારી પેઢીઓને આપણી સમૃદ્ધ સંસ્કૃતિમાં નૈતિકતાના ગુણોના મહત્વ વિશે યાદ અપાવતું રહેશે
Posted On:
28 MAY 2023 3:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. ટ્વીટ દ્વારા શ્રી અમિત શાહે કહ્યું કે “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. તેમણે કહ્યું કે આ ઈમારત માત્ર લોકોની આકાંક્ષાઓની પૂર્તિનું સ્થળ નથી પરંતુ અમૃતકાલ દરમિયાન દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા તરફ ભારતની યાત્રાનો પ્રારંભિક બિંદુ પણ છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ શ્રમ યોગીઓની સખત મહેનત માટે પણ આભાર વ્યક્ત કર્યો જેમણે રેકોર્ડ સમયમાં નવું સંસદ ભવન બનાવવાનું રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કર્યું.
શ્રી અમિત શાહે કહ્યું કે “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંસદ ભવનમાં સેંગોલની સ્થાપનાથી ભારતના સાંસ્કૃતિક વારસા અને તેના વર્તમાન વચ્ચે એક સેતુ સર્જાયો છે. તેમણે કહ્યું કે આ ભારતની આવનારી પેઢીઓને આપણી સમૃદ્ધ સંસ્કૃતિમાં નૈતિકતાના ગુણોના મહત્વ વિશે યાદ અપાવતું રહેશે.
YP/GP/JD
(Release ID: 1927891)
Visitor Counter : 204