પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયન અગ્રણી હસ્તીઓ સાથે મુલાકાત

Posted On: 23 MAY 2023 11:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સિડનીમાં અલગ-અલગ બેઠકોમાં ઓસ્ટ્રેલિયાની અનેક અગ્રણી હસ્તીઓને મળ્યા હતા. વ્યક્તિઓમાં શામેલ હસ્તીઓ નીચે મુજબ છે:

  • પ્રોફેસર બ્રાયન પી. શ્મિટ, ભૌતિકશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર વિજેતા અને ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, કેનબેરાના વાઇસ-ચાન્સેલર અને પ્રમુખ
  • શ્રી માર્ક બલ્લા, બિઝનેસ નિષ્ણાત અને માનવતાવાદી મુદ્દાઓ પર કુશળ જાહેર વક્તા
  • શ્રીમતી ડેનિયલ મેટ સુલિવાન, આદિવાસી કલાકાર
  • સુશ્રી સારાહ ટોડ, આંતરરાષ્ટ્રીય રસોઇયા, રેસ્ટોરેચર, ટીવી હોસ્ટ, વક્તા અને ઉદ્યોગસાહસિક
  • પ્રોફેસર ટોબી વોલ્શ, મુખ્ય વૈજ્ઞાનિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ, સિડની

એસોસિયેટ પ્રોફેસર સાલ્વાટોર બેબોન્સ, સમાજશાસ્ત્રી, સંશોધક અને લેખક

  • શ્રી ગાય થિયોડોર સેબેસ્ટિયન, અગ્રણી ઓસ્ટ્રેલિયન ગાયક

પ્રધાનમંત્રીએ તેમની સિદ્ધિઓ પર તેમને અભિનંદન આપ્યા અને ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને મજબૂત કરવામાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1926544) Visitor Counter : 149