સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

TRAIએ સેવાની ગુણવત્તા પરના નિયમનની સમીક્ષા માટે ટિપ્પણીઓ સબમિટ કરવાની તારીખ લંબાવી

Posted On: 06 APR 2023 1:11PM by PIB Ahmedabad

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 24-02-2023ના રોજ સેવાની ગુણવત્તાની સમીક્ષા (મીટરિંગ અને બિલિંગમાં ચોકસાઈ માટે પ્રેક્ટિસ કોડ) રેગ્યુલેશન્સ, 2023 અને આ નિયમન માટે ડ્રાફ્ટ દિશાનિર્દેશો જારી કર્યા હતા. આના પર હિતધારકો દ્વારા ટિપ્પણીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 07-04-2023 હતી.

ટિપ્પણીઓ સબમિટ કરવા માટે સમય વધારવા અંગે હિતધારકો અને ઉદ્યોગ સંગઠન તરફથી મળેલી વિનંતીઓને ધ્યાનમાં રાખીને, આ નિયમનના ડ્રાફ્ટ નિયમો અને ડ્રાફ્ટ માર્ગદર્શિકા પર ટિપ્પણીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 3 અઠવાડિયા એટલે કે 01 મે 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છે.

ટિપ્પણીઓ, પ્રાધાન્ય ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં, શ્રી તેજપાલ સિંહ, સલાહકાર (QoS-I), ટ્રાઈને ઈમેલ: adv-qos1@trai.gov.in પર મોકલી શકાય છે. કોઈપણ સ્પષ્ટતા માટે શ્રી તેજપાલ સિંહ, સલાહકાર (QoS-I), TRAI નો સંપર્ક ઈમેલ: adv-qos1@trai.gov.in અથવા ટેલિફોન નંબર: +91-11-2323-3602 પર થઈ શકે છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1914232) Visitor Counter : 147