ખાણ મંત્રાલય

ગાંધીનગર ખાતે ખાણ મંત્રાલય દ્વારા G20 એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપ (ETWG)ની મીટિંગ અને ઇવેન્ટ

ખાણ સચિવ વિવેક ભારદ્વાજ "ઊર્જા સુરક્ષા અને વૈવિધ્યસભર સપ્લાય ચેઇન્સ" પર સત્રની અધ્યક્ષતા કરશે

Posted On: 02 APR 2023 1:08PM by PIB Ahmedabad

આ વર્ષે G20 બેઠકો ભારતમાં ભારતીય અધ્યક્ષતા હેઠળ યોજાઈ રહી છે. ખાણ મંત્રાલય ચાલુ G20 હેઠળ ઊર્જા સંક્રમણ કાર્યકારી જૂથની ચર્ચામાં ભાગ લેનાર મંત્રાલયોમાંનું એક છે. ETWGની પ્રથમ બેઠક બેંગલુરુ, કર્ણાટકમાં ફેબ્રુઆરી, 2023માં યોજાઈ હતી અને બીજી ETWG ચર્ચા-વિચારણા 2જી થી 4 એપ્રિલ, 2023 દરમિયાન ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાશે.

2જી ETWGની આગામી બેઠકમાં, સચિવ, ખાણ શ્રી વિવેક ભારદ્વાજ, CEA અધ્યક્ષ આવતીકાલે (03.04.2023) “ઊર્જા સુરક્ષા અને વૈવિધ્યસભર સપ્લાય ચેઇન્સના મુદ્દા પર એક સત્રની અધ્યક્ષતા કરશે. આ સત્ર દરમિયાન ખાણ મંત્રાલયના સંયુક્ત સચિવ દ્વારા આ વિષય પર પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. આ બેઠક આ મુદ્દા પર 1લી ETWG દરમિયાન થયેલી ચર્ચાઓ પર સભ્યોના પ્રતિસાદ પર વિચાર-વિમર્શ કરવા માટે છે. 2જી ETWG દરમિયાનની ચર્ચાઓ આ મુદ્દા પર ભારતીય પ્રેસિડન્સી માટેના નિષ્કર્ષ અંગે વ્યાપક માળખું પ્રદાન કરશે.

2જી ETWG દરમિયાન, ખાણ મંત્રાલયના સચિવ "આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા નિર્ણાયક ખનિજોની સપ્લાય ચેઇનમાં નબળાઈને સંબોધિત કરવા" વિષય પર એક અભ્યાસ અહેવાલ પણ બહાર પાડશે. આ અધ્યયન ખાણ મંત્રાલય દ્વારા આ મુદ્દા પર સમગ્ર વિશ્વ માટે એકંદર ચિત્ર મેળવવાના હેતુથી કરવામાં આવ્યો છે.

આ મુદ્દા પર વધુ ચર્ચા કરવા અને મોટા સ્પેક્ટ્રમમાંથી ઇનપુટ્સ મેળવવા માટે સાઈડ ઈવેન્ટ હશે. સઈડ ઈવેન્ટ 03.04.2023 ના રોજ 14:00 થી 16:30 કલાકે સુનિશ્ચિત થયેલ છે. આ સાઈડ ઈવેન્ટનું આયોજન ખાણ મંત્રાલય દ્વારા નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય સાથે સંયુક્ત રીતે અને જ્ઞાન ભાગીદાર તરીકે ADB અને CEEWની સહાયથી કરવામાં આવી રહ્યું છે. સાઈડ ઈવેન્ટનો વિષય છે, "ઊર્જા સંક્રમણને આગળ વધારવા માટે રિન્યુએબલ અને ક્રિટિકલ મિનરલ્સ સપ્લાય ચેઈન્સનું વૈવિધ્યીકરણ".

આ સાઈડ ઈવેનટમાં બે પેનલ ચર્ચાઓ પણ યોજાશે. પ્રથમ પેનલ "નવીનીકરણીય ઊર્જા પુરવઠાની સાંકળોને સુરક્ષિત કરવી" વિષય પર ચર્ચા કરશે અને બીજી પેનલ "ઉત્પાદન વધારીને અને પરિપત્ર કરીને ખનિજોની મૂલ્ય સાંકળને મજબૂત બનાવવી" વિષય પર ચર્ચા કરશે.

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1913069) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Hindi , Tamil , Telugu