પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી બિલ ગેટ્સને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મારી વાતચીતમાં ભારત આરોગ્ય, વિકાસ અને આબોહવા ક્ષેત્રે જે પ્રગતિ કરી રહ્યું છે તેના વિશે મને પહેલા કરતાં વધુ આશાવાદી બનાવ્યો: બિલ ગેટ્સ
પ્રધાનમંત્રી મોદી માને છે કે Co-WIN એ વિશ્વ માટે એક મોડેલ છે અને હું બાબતે સંમત છું: બિલ ગેટ્સ
જ્યારે આપણે ઈનોવેશનમાં રોકાણ કરીએ છીએ ત્યારે શું શક્ય છે કે તે ભારત બતાવી રહ્યું છેઃ બિલ ગેટ્સ

प्रविष्टि तिथि: 04 MAR 2023 11:56AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં શ્રી બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી.

શ્રી ગેટ્સના ટ્વીટના જવાબમાં, જ્યાં તેમણે તેમની તાજેતરની ભારતની મુલાકાત પર તેમની 'નોટ' શેર કરી, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

“@BillGates ને મળીને અને મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને આનંદ થયો. તેમની નમ્રતા અને વધુ સારી તેમજ વધુ ટકાઉ પૃથ્વી બનાવવાની ઉત્કટતા સ્પષ્ટપણે દેખાય છે.

 

 

 

રવાના થતા સમયે, શ્રી ગેટ્સે જણાવ્યું હતું કે "હું આ અઠવાડિયા સુધી ભારતમાં રહ્યો છું, અહીં આરોગ્ય, આબોહવા પરિવર્તન અને અન્ય નિર્ણાયક ક્ષેત્રોમાં ચાલી રહેલા નવીન કાર્ય વિશે શીખું છું. એવા સમયે જ્યારે વિશ્વમાં ઘણા પડકારો છે, ત્યારે ભારત જેવા ગતિશીલ અને સર્જનાત્મક સ્થળની મુલાકાત લેવી પ્રેરણાદાયક છે.

પ્રધાનમંત્રી સાથેની તેમની મુલાકાતની વિશેષતા ગણાવતા, શ્રી ગેટ્સે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી અને હું સંપર્કમાં રહ્યા છીએ, ખાસ કરીને કોવિડ-19 રસી વિકસાવવા અને ભારતની આરોગ્ય પ્રણાલીમાં રોકાણ કરવા વિશે. ભારત પાસે ઘણી બધી સલામત, અસરકારક અને પોસાય તેવી રસીઓનું ઉત્પાદન કરવાની અદભૂત ક્ષમતા છે, જેમાંથી કેટલીક ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે. ભારતમાં ઉત્પાદિત રસીઓએ રોગચાળા દરમિયાન લાખો લોકોના જીવ બચાવ્યા છે અને વિશ્વભરના અન્ય રોગોને અટકાવ્યા છે.

તેમણે ભારત દ્વારા રોગચાળાને નિયંત્રિત કરવા પર ધ્યાન આપ્યું અને કહ્યું કે નવા જીવન બચાવવાના સાધનોનું ઉત્પાદન કરવા ઉપરાંત, ભારત તેમને પહોંચાડવામાં પણ ઉત્કૃષ્ટ છે-તેની જાહેર આરોગ્ય પ્રણાલીએ કોવિડ રસીના 2.2 અબજથી વધુ ડોઝ વિતરિત કર્યા છે. તેઓએ Co-WIN નામનું એક ઓપન-સોર્સ પ્લેટફોર્મ બનાવ્યું, જેણે લોકોને રસીની અબજો એપોઇન્ટમેન્ટ્સ શેડ્યૂલ કરવાની મંજૂરી આપી અને જેઓને રસી આપવામાં આવી હતી તેમના માટે ડિજિટલ પ્રમાણપત્રો વિતરિત કર્યા. આ પ્લેટફોર્મ હવે ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને સમર્થન આપવા માટે વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી માને છે કે Co-WIN એ વિશ્વ માટે એક મોડેલ છે અને હું એ બાબતે સંમત છું.

બિલ ગેટ્સે ડિજિટલ પેમેન્ટ્સમાં ભારતની પ્રગતિની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત રોગચાળા દરમિયાન 200 મિલિયન મહિલાઓ સહિત 300 મિલિયન લોકોને ઇમરજન્સી ડિજિટલ પેમેન્ટ ટ્રાન્સફર કરવામાં પણ સક્ષમ હતું. આ ફક્ત એટલા માટે જ શક્ય બન્યું કારણ કે ભારતે નાણાકીય સમાવેશને પ્રાથમિકતા બનાવી છે, ડિજિટલ આઈડી સિસ્ટમમાં રોકાણ કર્યું છે (જેને આધાર કહેવાય છે) અને ડિજિટલ બેન્કિંગ માટે નવીન પ્લેટફોર્મ બનાવ્યું છે. જે યાદ અપાવે છે કે નાણાકીય સમાવેશ એ એક અદભૂત રોકાણ છે."

વિદાય લેતા શ્રી ગેટ્સે  ભારતની સિદ્ધિઓ જેવી કે પીએમ ગતિશક્તિ માસ્ટરપ્લાન, જી20 પ્રેસિડેન્સી, શિક્ષણ, નવીનતા, રોગો સામે લડવા અને બાજરીને પ્રોત્સાહનની પણ વાત કરી હતી.

શ્રી ગેટ્સે નિષ્કર્ષમાં જણાવ્યું હતું કે "પ્રધાનમંત્રી સાથેની મારી વાતચીતે મને આરોગ્ય, વિકાસ અને આબોહવા ક્ષેત્રે ભારત જે પ્રગતિ કરી રહ્યું છે તેના વિશે પહેલા કરતાં વધુ આશાવાદી બનાવ્યો. જ્યારે આપણે ઈનોવેશનમાં રોકાણ કરીએ છીએ ત્યારે શું શક્ય છે તે આ દેશ બતાવે છે. હું આશા રાખું છું કે ભારત આ પ્રગતિ ચાલુ રાખશે અને વિશ્વ સાથે તેની નવીનતાઓ શેર કરશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1904154) आगंतुक पटल : 292
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam