જળશક્તિ મંત્રાલય
ભારતના રાષ્ટ્રપતિ 4 માર્ચ 2023ના રોજ સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 એનાયત કરશે
રાષ્ટ્રપતિ “જલ શક્તિ અભિયાન: કૅચ ધ રેઇન”- 2023ની થીમ “પીવાલાયક પાણી માટે સ્રોત ટકાઉક્ષમતા”નો આરંભ કરશે
Posted On:
03 MAR 2023 5:05PM by PIB Ahmedabad
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને, જલ શક્તિ મંત્રાલય દ્વારા મંત્રાલયના વિવિધ મુખ્ય કાર્યક્રમો હેઠળ અસાધારણ યોગદાન આપનારી મહિલાઓને સ્વચ્છ સુજલ શક્તિ સન્માન- 2023 એનાયત કરીને મહિલા નેતૃત્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સ્વચ્છ ભારત મિશન - ગ્રામીણ (SBM - G), જલ જીવન મિશન (JJM) અને રાષ્ટ્રીય જલ મિશન (NWM) હેઠળ વિવિધ શ્રેણીઓ અંતર્ગત કુલ 18 પુરસ્કારો એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કારો એનાયત કરવા ઉપરાંત, જલ શક્તિ અભિયાન – કૅચ ધ રેઇન 2023 અભિયાનનો એક વીડિયો પણ લોન્ચ કરવામાં આવશે જે જલ શક્તિ સે નારી શક્તિ પર બનાવવામાં આવ્યો છે તેમજ એક સ્મૃતિ ટપાલ ટિકિટ પણ લોન્ચ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ, SBM (G), JJM અને NWM અને સ્રોત ટકાઉક્ષમતા અને ગંદા પાણીના વ્યવસ્થાપન અંગે પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયાઓની કેસ સ્ટોરીઓનું સંકલન 'સ્વચ્છ સુજલ શક્તિ કી અભિવ્યક્તિ'નું વિમોચન પણ કરશે.
સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 એનાયત કરવાનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે કામ કરીને સિદ્ધિ મેળવનારી મહિલાઓને અગ્રમોરચે લાવવાનો અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે તેમને જોડવાનો છે, જેઓ તેમની અત્યાર સુધીની સફર વિશે લોકોને જણાવી શકે છે અને અન્ય લોકોને પ્રોત્સાહિત કરી શકે છે. SBM - G હેઠળની શ્રેણીઓ ગામડાને ODF પ્લસ મોડલ બનાવી રહી છે; ગોબરધન/જૈવ વિઘટનશીલ કચરા અને/અથવા પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન કરી રહી છે; અને ગંદા પાણીનું વ્યવસ્થાપન અને/અથવા ફેકલ સ્લજ (મળ કીચડ) વ્યવસ્થાપન કરી રહી છે. JJM અંતર્ગત, પાઇપ દ્વારા પાણીના પુરવઠાની O&M શ્રેણીમાં મહિલા પરિવર્તન નિર્માતાઓને પુરસ્કારો આપવામાં આવી રહ્યાં છે. NWM હેઠળ, જલ શક્તિ અભિયાન - કૅચ ધ રેઇન એન્ડ વોટર વોરિયર્સ હેઠળ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. આ પુરસ્કારો જે મહિલાઓ પ્રતિનિધીઓ, સરપંચો, સ્વચ્છાગ્રહીઓ, જલ વાહિની, વોટર વોરિયર્સ વગેરેએ તેમના ગામ/ગ્રામ પંચાયત/તાલુકા/જિલ્લા/રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ માટે અસાધારણ દૃશ્ટાંતરૂપ યોગદાન આપ્યુ હોય તેમને એનાયત કરવામાં આવશે.
- સ્વચ્છ જલ શક્તિ સન્માનનો ઉદ્દેશ્ય જળ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરનારી/અગ્રેસર રહેનારી મહિલાઓના અસાધારણ યોગદાનની ઉજવણી કરવાનો છે.
- રાષ્ટ્રપતિ દ્વારા SBM-G, JJM અને NWM હેઠળ વિવિધ શ્રેણીઓ અંતર્ગત 18 પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
- જલ શક્તિ અભિયાન: કૅચ ધ રેઇન-2023 દરમિયાન, “જલ શક્તિ સે નારી શક્તિ” થીમ દ્વારા નારી સશક્તિકરણમાં પાણીની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારવામાં આવી રહી છે.
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ, 2019ના રોજ JJMનો આરંભ કર્યો હતો જેથી કરીને દરેક ગ્રામીણ પરિવારને 2024 સુધીમાં નળના પાણીના જોડાણની સુવિધા મળે તેની ખાતરી કરી શકાય.
- આજે, જીવન પરિવર્તનકારી જલ જીવન મિશન હેઠળ હાથ ધરવામાં આવેલા નિરંતર પ્રયાસોથી, 11 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી મળી રહ્યું છે.
- 2014માં પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલા SBM-Gના કારણે ભારતમાં સ્વચ્છતા ક્ષેત્રને સંપૂર્ણપણે સુધારી શકાયું છે કારણ કે માત્ર 5 વર્ષ પછી જ તમામ ગામડાઓએ પોતાને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યા હતા.
- સ્વચ્છ સુજલ શક્તિ સન્માનનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે મહેનત કરીને સિદ્ધિ મેળવનારી મહિલાઓને અગ્રમોરચે લાવવાનો અને અન્ય લોકોને જળ સુરક્ષિત ભવિષ્ય તરફ કામ કરવા માટે પ્રેરિત કરવાનો છે.
રાષ્ટ્રપતિ આ પ્રસંગે જલ શક્તિ અભિયાનની શ્રેણીમાં ચોથું અભિયાન, “જલ શક્તિ અભિયાન: કૅચ ધ રેઇન”-2023 પણ શરૂ કરશે જેની થીમ “પીવાલાયક પાણી માટે સ્રોત ટકાઉક્ષમતા” રાખવામાં આવી છે. પીવાલાયક પાણીના સ્રોતની ટકાઉતાને પ્રાથમિકતા આપવી એ ઓળખી કાઢવામાં આવેલી જરૂરી પ્રાથમિકતાઓમાંની એક છે. જલ શક્તિ મંત્રાલયના રાષ્ટ્રીય જળ મિશનનું લક્ષ્ય "જન ભાગીદારી"ની મદદથી સક્રિય સમુદાયિક જોડાણ કરીને જળ સુરક્ષિત ભવિષ્યનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. રાષ્ટ્રીય જળ મિશનનું સૂત્ર છે "LiFE માટે પાણીનો આદર કરો" રાખવામાં આવ્યું છે. પાણીનું મૂલ્ય મહિલાઓ કરતાં વધુ સારી રીતે કોઇ સમજી શકતું નથી, જો પાણી બચાવવાની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવે તો તેઓ ચોક્કસપણ અકલ્પનીય સકારાત્મક પરિણામો આપશે. જલ શક્તિ અભિયાન: કૅચ ધ રેઇન-2023 દરમિયાન, મહિલાઓના સશક્તિકરણમાં પાણીની જે મહત્વની ભૂમિકા છે તેને “જલ શક્તિ સે નારી શક્તિ” થીમ સાથે સ્વીકારવામાં આવી રહી છે.
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત અહીં ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે તેમજ સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ જેસીંગભાઇ ચૌહાણ, જલ શક્તિ, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ અને જલ શક્તિ, આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી શ્રી બિશ્વેશ્વર તુડુ ઉપરાંત વિવિધ રાજ્ય સરકાર/ કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ, વિકાસ ભાગીદારો, પાયાના સ્તરના WASH કામદારો, CSO, WASH ક્ષેત્રના મહિલા પ્રતિનિધિઓ વગેરેની વાઇબ્રન્ટ ઉપસ્થિતિ પણ રહેશે.
બેકગ્રાઉન્ડર માટે અહીં ક્લિક કરો
YP/GP/JD
(Release ID: 1904022)
Visitor Counter : 414