ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મધ્યપ્રદેશના સતના ખાતે શબરી માતા જન્મ જયંતિ નિમિત્તે યોજવામાં આવેલા 'કોલ જનજાતિ મહાકુંભ'માં સંબોધન આપ્યું
શ્રી અમિત શાહે માં શારદા શક્તિપીઠ ખાતે પૂજા-અર્ચના કરી
2014માં શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી બન્યા પછી કહ્યું હતું કે તેમની સરકાર આદિવાસીઓ, દલિતો, પછાત અને ગરીબ લોકોની સરકાર છે, શ્રી મોદીજીએ પોતાના દરેક વચનને પૂરાં કરીને ગરીબ કલ્યાણ યોજનાઓને પાયાના સ્તરે લાગુ કરવાનું કામ કર્યું છે
કેન્દ્રમાં શ્રી નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશમાં શ્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર રાજ્યના દરેક ગરીબના જીવનમાં ખુશીઓ લાવવા માટે કટિબદ્ધ છે
રૂપિયા 507 કરોડના મૂલ્યના 70 વિકાસલક્ષી કામોનો શિલાન્યાસ અને રૂ. 26 કરોડના અન્ય ઘણા કામોનું આજે અહીં ઉદ્ઘાટન કરવામાં આવ્યું, મધ્યપ્રદેશની શ્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળની સરકારે કોલ સમુદાય અને આદિવાસી ભાઇઓ અને બહેનોના કલ્યાણ અર્થે અનેક કામ કર્યા છે
આઝાદીની ચળવળમાં કોલ સમુદાયનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર રૂ. 200 કરોડના ખર્ચે સમગ્ર દેશમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયોની સ્થાપના કરી રહી છે, 1831ના કોલ વિદ્રોહી ચળવળના શૌર્યની ગાથા તમામ સંગ્રહાલયોમાં અંકિત કરેલી છે
અગાઉની સરકારના શાસન દરમિયાન, આદિવાસી સમુદાય માટે બજેટમાં 24,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જે આંકડો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વધારીને લગભગ 90,000 કરોડ રૂપિયા કરી દીધો છે
અગાઉ આદિવાસી સમુદાયના બાળકો માટે 167 એકલવ્ય મોડલ સ્કૂલ બનાવવામાં આવી હતી, તેની સંખ્યા વધારીને 690 કરવામાં આવી છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિષ્યવૃત્તિની રકમ રૂ. 978 કરોડથી વધારીને રૂ. 2,533 કરોડ કરી દીધી છે
प्रविष्टि तिथि:
24 FEB 2023 7:01PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મધ્યપ્રદેશના સતના ખાતે શબરી માતા જન્મ જયંતિ નિમિત્તે યોજવામાં આવેલા 'કોલ જનજાતિ મહાકુંભ'માં સંબોધન આપ્યું હતું. શ્રી અમિત શાહે માં શારદા શક્તિપીઠ ખાતે પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી અમિત શાહે ઉપસ્થિતોને આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે અહીં રૂ. 507 કરોડના મૂલ્યના 70 વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે અને રૂ. 26 કરોડના અન્ય ઘણા કામોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શ્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં મધ્યપ્રદેશની સરકારે કોલ સમુદાય અને આદિવાસી ભાઇઓ અને બહેનોના કલ્યાણ અર્થે અનેક કામો કર્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, અંત્યોદયનો અર્થ એવો થાય છે કે, સમાજના ગરીબો માટે તેઓ સન્માન સાથે જીવી શકે તેવો માર્ગ મોકળો કરવો. શ્રી શાહે કહ્યું હતું કે, 2014માં શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર આદિવાસીઓ, દલિતો, પછાત અને ગરીબ લોકોની સરકાર છે. શ્રી મોદીજીએ પોતાના દરેક વચનને પૂરાં કરીને ગરીબ કલ્યાણકારી યોજનાઓને પાયાના સ્તરે લાગુ કરવાનું કામ કર્યું છે. અગાઉની સરકારના શાસન દરમિયાન લોકોના ઘરોમાં શૌચાલય ન હતા, પરંતુ શ્રી મોદીએ 10 કરોડ ઘરોમાં શૌચાલયોનું નિર્માણ કરાવ્યું છે, જેમાંથી સૌથી વધુ શૌચાલયનું નિર્માણ આદિવાસીઓના ઘરોમાં કરવામાં આવ્યું છે. શ્રી મોદીએ 3 કરોડ લોકોને ઘર આપ્યા છે, વીજળી, ગેસ સિલિન્ડર આપ્યા છે, 5 લાખ સુધીના આરોગ્યનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે અને કોરોનાની રસીના બંને ડોઝ પણ વિનામૂલ્યે આપ્યા. તેમણે આગળ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેક ગરીબ પરિવારને દર મહિને 5 કિલો અનાજ આપવાનો નિર્ણય પણ લીધો છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં કોલ સમુદાયનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર 200 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર દેશમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાના સંગ્રહાલયની સ્થાપના કરી રહી છે, 1831ના કોલ વિદ્રોહના શૌર્યની ગાથા તમામ સંગ્રહાલયોમાં અંકિત કરેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગોંડ મહારાણી દુર્ગાવતીની બહાદુરી હોય, રાણી કમલાપતિનું બલિદાન હોય, કે પછી સ્વાતંત્ર્ય સેનાની શ્રી બુદ્ધ ભગત અને શ્રી જોવા ભગત હોય, તે સૌને મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં મધ્યપ્રદેશની સરકાર દ્વારા યાદ કરવામાં આવે છે અને તેમનો આદર કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, શ્રી શિવરાજસિંહ ચૌહાણે લગભગ 5 કરોડ રૂપિયાના ખર્ચે શ્રી રઘુનાથ સાહ અને શ્રી શંકર સાહના સ્મારકનું પણ નિર્માણ કરાવ્યું છે.
***
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારના શાસન દરમિયાન, આદિવાસી સમુદાય માટે બજેટમાં 24,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જે આંકડો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વધારીને લગભગ 90,000 કરોડ રૂપિયા કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે, અગાઉ આદિવાસી સમુદાયના બાળકો માટે 167 એકલવ્ય મોડલ સ્કૂલ બનાવવામાં આવી હતી, તેની સંખ્યા વધારીને 690 કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિષ્યવૃત્તિની રકમ રૂ. 978 કરોડથી વધારીને રૂ. 2,533 કરોડ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં મધ્યપ્રદેશની સરકાર દ્વારા ગરીબો અને આદિવાસીઓના કલ્યાણ માટે શરૂ કરાયેલા તમામ કાર્યક્રમોને અગાઉની સરકારે બંધ કરી દીધા હતા, પરંતુ શ્રી શિવરાજસિંહના નેતૃત્વમાં સરકારની રચના થતા જ મધ્યપ્રદેશ સરકાર દ્વારા તે તમામ કાર્યક્રમોને ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં શ્રી નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશમાં શ્રી શિવરાજસિંહ ચૌહાણની ડબલ એન્જિનની સરકાર રાજ્યના દરેક ગરીબના જીવનમાં ખુશીઓ લાવવા માટે કટિબદ્ધ છે.
GP/JD
(रिलीज़ आईडी: 1902181)
आगंतुक पटल : 326