ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદના 74 RR IPS બેચના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો



શ્રી અમિત શાહે શહીદ સ્મારક ખાતે દેશની આંતરિક સુરક્ષાની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર 36,000 શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

IPSની મહાન પરંપરા સાથે જોડાનારા તાલીમાર્થી અધિકારીઓની 74 RR બેચને અમૃત કાલની બેચ કહેવામાં આવશે, આ બેચ તાલીમ લીધા પછી દેશ સમક્ષ ઉભરનારા દરેક પડકારનો સામનો કરવા સક્ષમ, સમર્પિત અને સજ્જ છે

અખિલ ભારતીય સેવાઓ શરૂ કરતી વખતે, સરદાર પટેલે કહ્યું હતું કે સંઘીય બંધારણ હેઠળ ભારતને અખંડ રાખવાની જવાબદારી અખિલ ભારતીય સેવાઓની છે, આ વાક્ય તાલીમાર્થી અધિકારીઓએ પોતાનું સૂત્ર બનાવવું જોઈએ

આઝાદીનાં 75 વર્ષ પર નજર કરીએ તો આજે ભારતની પરિસ્થિતિ લોકલથી ગ્લોબલ (સ્થાનિકથી વૈશ્વિક) અને વાયોલન્ટથી વાઈબ્રન્ટ બની ચૂકી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે 'પોલીસ ટેક્નોલોજી મિશન'ની સ્થાપના કરી છે, તે કૉન્સ્ટેબલથી લઈને ડીજીપી સુધીનાં સમગ્ર પોલીસ તંત્રને ટેકનિકલ પડકારો સાથે સુસંગત બનાવશે એટલું જ નહીં પણ ટેક-સેવી પણ બનાવશે

જાગૃતિ (Awareness), તૈયારી(Preparedness) અને અમલીકરણ(Enforcement), આ ત્રણ મંત્રોના આધારે ટેક્નોલોજી મિશન આગળ વધવાનું છે

મોદી સરકારમાં દેશભરમાં આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો થવાનાં મુખ્ય કારણોમાં આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ, આતંકવાદ વિરોધી કાયદાઓનું મજબૂત માળખું, તમામ એજન્સીઓનું સશક્તીકરણ અને મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ છે

ભારતમાં ઇન્ટરપોલની જનરલ એસેમ્બલીનું આયોજન થવું અને નો મની ફોર ટેરરમાં આતંકવાદ અને નાણાંકીય વિષયોમાં ભારત દ્વારા પૂરું પાડવામાં આવેલું નેતૃત્વ વૈશ્વિક સ્તરે આપણી સુરક્ષા એજન્સીઓની સ્વીકૃતિનું સૂચક છે

સારી કાયદો અને વ્યવસ્થા અને અભેદ્ય આંતરિક સુરક્ષા વિના કોઈ પણ રાષ્ટ્ર મહાન બની શકતું નથી

જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વ અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં આજે વિકાસના એક નવા યુગની શરૂઆત થઈ છે

કેન્દ્રીય એજન્સીઓ અને દેશનાં તમામ રાજ્યોની પોલીસે એક સાથે એક જ દિવસમાં સફળ ઓપરેશન દ્વારા PFI જેવાં સંગઠન પર પ્રતિબંધ લગાવવામાં સફળતા મેળવી છે, તે આપણી લોકશાહીની પરિપક્વતા અને શક્તિ દર્શાવે છે

સુરક્ષા પરિદ્રશ્ય ભૌગોલિકથી થીમેટિક થઈ રહ્યું છે, હવે સિંગલ ડાયમેન્શનલ પોલીસિંગને બદલે મલ્ટિ-ડાયમેન્શનલ પોલીસિંગ સ્વીકારવું પડશે

પોલીસ દળે સુલભ, જવાબદાર અને મળતાવડાં થવું પડશે

પોલીસ દળે સ્થાનિક ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિને સમજ્યા બાદ જ ત્યાંની કાયદો અને વ્યવસ્થા ઠીક કરવાની રહેશે

બંધારણનો આત્મા નાગરિક અને તેના અધિકારો છે અને પોલીસ દળે આ જ ધ્યેયને સામે રાખીને બંધારણ અને કાયદાની તમામ કલમોનું અર્થઘટન કરવાનું હોય છે

Posted On: 11 FEB 2023 4:06PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદના 74 RR IPS બેચના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. શ્રી અમિત શાહે શહીદ સ્મારક ખાતે દેશની આંતરિક સુરક્ષાની રક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર 36,000 શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. IPS પ્રોબેશનર્સની 74 RR બેચની પાસિંગ આઉટ પરેડના પ્રસંગે તેલંગાણાનાં રાજ્યપાલ શ્રીમતી તમિલિસાઈ સુંદરરાજન, એકેડેમીના ડિરેક્ટર શ્રી એ.એસ. રાજન અને અન્ય ઘણા મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001O7CW.jpg

શ્રી અમિત શાહે તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે આઇપીએસની મહાન પરંપરામાં જોડાનારા તાલીમાર્થી અધિકારીઓની 74 RR બેચને અમૃત કાલની બેચ કહેવામાં આવશે, આ બેચ તાલીમ લીધા પછી દેશ સમક્ષ ઉભરતા દરેક પડકારનો સામનો કરવા માટે સક્ષમ, સમર્પિત અને સુસજ્જ છે.  આપણી આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવાં પર આ બેચ દેશની આંતરિક સેવાનું રક્ષણ કરવા જઈ રહી છે, તે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે દેશે આ સાત દાયકાઓમાં સુરક્ષાનાં ક્ષેત્રમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને અનેક પડકારોનો સામનો કર્યો છે. આ પડકારોનો સામનો કરતા કરતા, 36000થી વધુ પોલીસ કર્મચારીઓએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આઝાદીનાં 75 વર્ષ પર પાછાં વળીને નજર કરીએ તો આજે ભારતની પરિસ્થિતિ લોકલથી ગ્લોબલ (સ્થાનિકથી વૈશ્વિક) અને વાયોલન્ટથી વાઈબ્રન્ટ (હિંસકથી વાઈબ્રન્ટ) બની ચૂકી છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આ મહાન દેશની આઝાદી પછી આપણા દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલજીએ અખિલ ભારતીય સેવાઓની શરૂઆત કરતી વખતે કહ્યું હતું કે સંઘીય બંધારણ હેઠળ ભારતને અખંડ રાખવાની જવાબદારી અખિલ ભારતીય સેવાઓની છે. આ વાક્યને તાલીમાર્થી અધિકારીઓએ તેમનું સૂત્ર બનાવવું જોઈએ. શ્રી શાહે કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આ કૉલેજની સ્થાપના સમયે કહ્યું હતું કે આ કૉલેજ ભારતમાં તેના પ્રકારની પ્રથમ કૉલેજ છે. પાછું વળીને જોઈએ તો આની કોઈ મિસાલ નથી પણ આવનારી પેઢીઓ માટે તે પ્રેરણાદાયી ઉદાહરણ બનશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003HVJD.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે, દેશના પ્રથમ ગૃહ મંત્રીએ એકેડેમી સમક્ષ જે  લક્ષ્ય મૂક્યાં હતાં એ આ 75 વર્ષમાં સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યાં છે. આજે, આ અકાદમીમાંથી કુલ 195 તાલીમાર્થી અધિકારીઓ મૂળભૂત અભ્યાસક્રમની તાલીમ લઈ રહ્યા છે, જેમાં 41 મહિલા અધિકારીઓ અને 29 તાલીમાર્થી અધિકારીઓ આપણા પડોશી દેશો ભૂટાન, નેપાળ, માલદીવ્સ અને મોરેશિયસથી  સામેલ છે. તેમણે કહ્યું કે આ બેચમાં, મૂળભૂત લાયકાતમાં સૌથી વધુ તાલીમાર્થીઓ તકનીકી પૃષ્ઠભૂમિના છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે 'પોલીસ ટેક્નોલોજી મિશન'ની સ્થાપના કરી છે, તે માત્ર કૉન્સ્ટેબલથી લઈને ડીજીપી સુધીનાં સમગ્ર પોલીસ તંત્રને ટેક્નોલોજીકલ પડકારોને અનુરૂપ જ નહીં બનાવે પરંતુ ટેક-સેવી પણ બનાવશે. આ પોલીસ ટેકનોલોજી મિશન આપણા દેશની તમામ પોલીસ સંસ્થાઓને ટેક્નોલોજીના દૃષ્ટિકોણથી વૈશ્વિક ટેકનિકલ પડકારો સાથે સુસંગત બનાવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004JIX4.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશની જનતા સમક્ષ એક ધ્યેય રાખ્યો છે કે જ્યારે દેશ 2047માં આઝાદીની શતાબ્દી ઉજવશે ત્યારે દેશ દરેક ક્ષેત્રમાં વિશ્વમાં સર્વપ્રથમ હોવો જોઈએ. આ ધ્યેયની પરિપૂર્ણતા એ દરેક ભારતીય નાગરિકની જવાબદારી અને ફરજ બંને છે અને આજે જ્યારે અહીં હાજર તાલીમાર્થી અધિકારીઓ IPS બનવા જઈ રહ્યા છે ત્યારે તો તે તેમની વિશેષ જવાબદારી છે કારણ કે સારી કાયદો અને વ્યવસ્થા અને અભેદ્ય આંતરિક સુરક્ષા વિના કોઈ પણ રાષ્ટ્ર મહાન બની શકતું નથી. શ્રી શાહે જણાવ્યું હતું કે, સૌથી નબળામાં નબળા નાગરિકના અધિકારોનું રક્ષણ, તેના પ્રત્યે તંત્રની સંવેદનશીલતા અને તમામ પડકારોનો સામનો કરી શકે તેવું પોલીસ તંત્ર જ એક વિકસિત રાષ્ટ્રનો પાયો નાખી શકે છે. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય ભારતને 2025 સુધીમાં USD 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવાનું અને 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. આ લક્ષ્ય હાંસલ કરવું શક્ય પણ છે કારણ કે 2014માં આપણે વિશ્વની અર્થવ્યવસ્થા ટેબલમાં 11મા નંબરે હતા અને આજે માત્ર 8 વર્ષના ગાળામાં આપણે પાંચમા સ્થાને પહોંચી ગયા છીએ. મોર્ગન સ્ટેનલીના અંદાજ મુજબ, 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0055QJ9.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે, તાલીમાર્થી અધિકારીઓ આજે અહીં દેશનાં બંધારણ અને બંધારણની ભાવનાને સમજીને જઈ રહ્યા છે. તેઓએ એ પણ સમજવું પડશે કે આપણી બંધારણીય વ્યવસ્થામાં ત્રણ પ્રકારની વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ-5 વર્ષમાં એક વખત મતદાન દ્વારા શાસન પ્રણાલીને પસંદ કરતો નાગરિક, બીજી-5 વર્ષ માટે નાગરિકો દ્વારા ચૂંટાયેલી સરકાર અને ત્રીજી- 30 થી 35 વર્ષ માટે પસંદ થયેલી અમલદારશાહી, જે દેશની સેવા કરે છે. તેમણે કહ્યું કે નાગરિકને 5 વર્ષમાં એકવાર મતદાન કરવાનો અધિકાર છે, જે લોકો ચૂંટાય આવે છે તે 5 વર્ષ સુધી દેશના વિકાસ માટે કામ કરે છે, જેમણે પછીથી જનતા સમક્ષ ફરીથી જનાદેશ લેવો પડે છે, પરંતુ અખિલ ભારતીય સેવાઓમાં પસંદગી પામેલા અધિકારીઓને 30-35 વર્ષ સુધી નિઃસ્વાર્થ ભાવે દેશની સેવા કરવાનો અધિકાર મળે છે. શ્રી શાહે કહ્યું કે આવનારાં 25 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ 25 વર્ષ એ મહાન ભારતનાં સ્વપ્નને સાકાર કરવાનો સમય છે જે આપણી આઝાદીના સ્વાતંત્ર્ય સેનાનીઓએ જોયું હતું અને આ 25 વર્ષમાં આ બેચ IPS અધિકારી હોવાને લીધે દેશની આંતરિક સુરક્ષા માટે જવાબદારી સંભાળશે જે એક ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે જેનું ભાન હંમેશા આ અધિકારીઓનાં મન, ફરજ અને આપની જવાબદારી પર હોવું જોઈએ. આ 25 વર્ષ સંકલ્પની સિદ્ધિનાં વર્ષો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006BXPA.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે જો આપણે 8 વર્ષ પહેલાનાં દેશના આંતરિક સુરક્ષા પરિદ્રશ્ય પર નજર કરીએ તો જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ, ઉત્તર પૂર્વમાં બંડખોરી અને ડાબેરી ઉગ્રવાદના વિસ્તારોમાં વધી રહેલી ડાબેરી હિંસા સ્વરૂપે ત્રણ મોટા હોટસ્પોટ્સ દેશની આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ અભિશાપ તરીકે આપણી સામે ઊભા હતા. બીજી તરફ, આજે 8 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીર, ઉત્તર પૂર્વ અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં આજે વિકાસના એક નવા યુગની શરૂઆત થઈ છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદની ઘટનાઓમાં મોટી સંખ્યામાં ઘટાડો દેખાઇ રહ્યો છે, પૂર્વોત્તરમાં ઘણા આતંકવાદી સંગઠનો સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરીને, 8000 કેડેટ્સને મુખ્ય પ્રવાહમાં પાછા લાવીને, રાજ્યો વચ્ચે સીમા વિવાદોનું સમાધાન કરીને અને પૂર્વોત્તરમાં વિકાસની નવી લહેર લાવીને શાંતિ સ્થાપિત કરીને વિકાસના એક નવા યુગની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2010માં 96 જિલ્લાઓ ડાબેરી ઉગ્રવાદ ઝોન હેઠળ આવતા હતા અને 2021માં આ સંખ્યા ઘટીને 46 થઈ ગઈ છે, સુરક્ષાનો શૂન્યાવકાશ ભરાઈ રહ્યો છે અને વામપંથીઓનાં ટોચનાં નેતૃત્વ પર લગામ કસવામાં આવી રહી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારતે તાજેતરમાં પીએફઆઈ પર પ્રતિબંધ મૂકીને દુનિયા માટે એક ખૂબ જ સફળ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. કેન્દ્રીય એજન્સીઓ અને દેશનાં તમામ રાજ્યોની પોલીસે એક સાથે એક જ દિવસમાં સફળ ઓપરેશન કરીને પીએફઆઈ જેવાં સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં સફળતા મેળવી છે, આ આપણાં લોકતંત્રની પરિપક્વતા અને શક્તિ દર્શાવે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારમાં સમગ્ર દેશમાં આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો થવાનાં મુખ્ય કારણો છે- આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ, આતંકવાદ વિરોધી કાયદાઓનું મજબૂત માળખું, તમામ એજન્સીઓનું સશક્તીકરણ અને મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ. અમારી એજન્સીઓની વૈશ્વિક ભાગીદારી પણ વધી રહી છે. ભારતમાં ઇન્ટરપોલ જનરલની એસેમ્બલીનું આયોજન થવું અને અને નો મની ફોર ટેરરમાં આતંકવાદ અને ફાયનાન્સના વિષયોમાં ભારત દ્વારા નેતૃત્વ પૂરું પાડવું એ વૈશ્વિક સ્તરે આપણી સુરક્ષા એજન્સીઓની સ્વીકૃતિનું સૂચક છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરીને ભારતે ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રમાં નિષ્ણાત માનવ સંસાધન અને લોજિસ્ટિક્સમાં રહેલી ખામીને પૂરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે તાલીમાર્થી અધિકારી એકેડેમીમાંથી ફિલ્ડમાં જશે ત્યારે આઈ.સી.જે.એસ.નાં રૂપમાં તેઓ ફોજદારી ન્યાયના મુખ્ય આધારસ્તંભ એટલે કે ઈ-કૉર્ટ, ઈ-જેલ, ઈ-ફોરેન્સિક, ઈ-પ્રોસિક્યુશન અને ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક (સીસીટીએન) સાથે જોડાશે અને તેમણે પોલીસ કામગીરીને આઈસીજેએસ સાથે જોડવાનું કાર્ય કરવાનું રહેશે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, અત્યારે એનઆઈએ દેશનાં તમામ રાજ્યોમાં ફેલાઈ રહી છે. એનઆઈએ અને એનસીબીનું વિસ્તરણ એ આંતરરાષ્ટ્રીય સ્તરનાં માદક દ્રવ્યો અને આતંકવાદ સંબંધિત ગુનેગારો સામે લગામ કસવા માટેનું ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં દેશમાં આતંકવાદ, નાર્કોટિક્સ અને આર્થિક અપરાધો જેવા ગુનાઓ પર રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે, આની સાથે જ ફિંગરપ્રિન્ટ ડેટાબેઝ માટે નફીસ NAFIS) શરૂ કરવામાં આવ્યું છે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4Cની પણ સ્થાપના કરવામાં આવી છે અને તેની સાથે જ ભારત સરકાર દ્વારા આવાસ, સ્વાસ્થ્ય, જવાનોને પરિવાર સાથે વધુ સમય મળે તે માટે પણ ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007F4JM.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં સુરક્ષાની સ્થિતિ ભૌગોલિક(Geographical)થી થીમેટિક માટે બની રહી છે, હવે સિંગલ ડાયમેન્શનલ પોલીસિંગને બદલે બહુપરિમાણીય પોલીસિંગ અપનાવવું પડશે. પૂર્વોત્તર ડાબેરી ઉગ્રવાદ, સાંપ્રદાયિક હોટસ્પોટ્સ જેવા ભૌગોલિક જોખમોનાં સ્થાને હવે સાયબર ક્રાઇમ, ડેટાનો દુરુપયોગ, ખોટી માહિતી, થીમેટિક્સ જોખમો ઉભરી રહ્યા છે જેનો આપણે દ્રઢપણે સામનો કરવો પડશે. અગાઉ આતંકવાદ, ઉગ્રવાદ અને રોજબરોજની પોલીસવ્યવસ્થાના પડકારો હતા, હવે આપણી સામે બહુપરિમાણીય પડકારો છે, જેમ કે ટેરર ફાઇનાન્સ, નાર્કો ટેરર, ઇન્ફર્મેશન વોર ફેર, ચોથી પેઢીની ઇન્ફોર્મેશન વૉર ફેયર. તેની સામે લડવા માટે આપણી પોલીસ સારી રીતે સજ્જ હોવી જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, પોલીસ વ્યવસ્થાને મજબૂત કરવામાં અધિકારીઓ સમક્ષ ગંભીર પડકારો આવવાના છે, જેમાં નવા અભિગમની જરૂર પડશે, જેમાં નવા અભિગમની જરૂર પડશે, જેમાં દેશનાં આર્થિક કેન્દ્રોની સુરક્ષા, ગરીબોના માનવાધિકારોનું રક્ષણ, તપાસને પુરાવા આધારિત અને ફોરેન્સિક સાયન્સને પુરાવા આધારિત બનાવવા, નશીલા દ્રવ્યોનાં આતંકવાદી જોડાણો પર લગામ કસવાનો, સાયબર અને નાણાકીય છેતરપિંડી જેવા વિષયો પર આપણું ધ્યાન વધારવું પડશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પોલીસ દળે સુલભ, જવાબદાર અને મળતાવડાં થવું પડશે. એક્સેસિબલ- સુલભ હોવાનો અર્થ એ છે કે જ્ઞાન, કુશળતા અને દૃષ્ટિકોણ ત્રણેય  વચ્ચે સંકલન લાવીને એક્સેસિબલ બનવાનો પ્રયાસ કરવો. પોતાની સાથે નવી ઊર્જા, નવા વિશ્વાસ સાથે, જવાબદાર પોલીસિંગનું ઉદાહરણ કાયમ કરવું પડશે અને એપ્રોચિબલ બનીને પોલીસવ્યવસ્થાને સુગમ્ય બનાવવી પડશે. સ્થાનિક ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિને સમજીને જ પોલીસ દળે ત્યાંની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવી પડશે. તેમણે કહ્યું હતું કે, બંધારણનો આત્મા નાગરિક અને તેના અધિકારો છે અને પોલીસ દળે આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને બંધારણ અને કાયદાની તમામ કલમોનું અર્થઘટન કરવું પડશે. જો કોઈ વ્યક્તિના માનવાધિકારનું હનન થાય છે, તો પછી બંધારણની કોઈ પણ કલમનો અર્થ રહેતો નથી. તાલીમાર્થી અધિકારીઓએ તેમનાં વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનને સંતુલિત કરીને આગળ વધવું પડશે. સ્થાનિક લોકોનો વિશ્વાસ જીતવો, સામાન્ય જનતાનો વિશ્વાસ જીતવો અને પોતાની માનવતા જાળવવી એ ખૂબ જ મહેનતભર્યું કામ છે જે અધિકારીઓએ કરવું પડશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008AE91.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે હું ફરી એકવાર પોલીસ ટેકનોલોજી મિશન પર જોર આપવા માગું છું કારણ કે આ ત્રણ મંત્રો, જાગૃતિ, સજ્જતા અને અમલીકરણના આધારે ટેકનોલોજી મિશન આગળ વધવા જઈ રહ્યું છે. તેમણે તમામ તાલીમાર્થી અધિકારીઓને અપીલ કરી હતી કે તેઓ આ મિશનનો ભાગ બને અને તેને વધુ મજબૂત બનાવે. પોલીસ દળના વડા તરીકે તમે દબાણમાં ન આવો, સાવચેતી રાખો, પ્રસિદ્ધિથી દૂર રહો અને સાથે સાથે છેવાડાનાં સ્તરે બેઠેલી વ્યક્તિના અધિકારો અને સંવેદનાઓને પણ સમજો એ ખૂબ જરૂરી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આપ સૌ અધિકારીઓ માત્ર આઇપીએસ બનીને જતા નથી પરંતુ આગામી 25 વર્ષમાં દેશ જ્યારે આઝાદીની શતાબ્દી ઉજવશે ત્યારે દેશનો પાયો નાખવાની જવાબદારી પણ લઇને જઈ રહ્યા છો. આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ 75 વર્ષથી 100 વર્ષ સુધીના સમગ્ર કર્તવ્ય પથની સંકલ્પથી સિદ્ધિની  યાત્રાનું નેતૃત્વ કરવું એ પણ તમારી જવાબદારી છે. આપણે સૌ સાથે મળીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં એક મહાન ભારતની રચનાની કલ્પનામાં આપણું સર્વોચ્ચ યોગદાન આપીએ અને દેશની એકતા અને અખંડિતતા માટે હંમેશા સમર્પિત રહીએ.

YP/GP/JD



(Release ID: 1898341) Visitor Counter : 217