પ્રધાનમંત્રીનું કાર્યાલય
ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર શ્રી એમેન્યુઅલ બોને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
05 JAN 2023 8:23PM by PIB Ahmedabad
ફ્રેન્ચ રાષ્ટ્રપતિના H.E. ઈમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકારશ્રી એમેન્યુઅલ બોને, 5 જાન્યુઆરી 2023ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
પ્રધાનમંત્રીએ સંરક્ષણ, સુરક્ષા અને ઈન્ડો-પેસિફિક સહિત તેમની વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના ઘનિષ્ઠ સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતના G20 પ્રેસિડન્સી માટે ફ્રાન્સના સમર્થનનું સ્વાગત કર્યું.
શ્રી બોનેએ પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો મિત્રતાનો સંદેશ આપ્યો હતો અને તેમને દિવસ દરમિયાન અગાઉ યોજાયેલા NSA, શ્રી અજીત ડોભાલ સાથેના વ્યૂહાત્મક સંવાદ વિશે માહિતી આપી હતી.
ઉર્જા અને સંસ્કૃતિ સહિત પરસ્પર હિત અને સહયોગના અન્ય ક્ષેત્રો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ બાલીમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની તાજેતરની મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરી હતી અને રાષ્ટ્રપતિ મેક્રોનને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રી બોનેએ કહ્યું કે રાષ્ટ્રપતિ મેક્રોન તેમની ભારતની વહેલી મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1889016)
आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam