પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય

મંત્રીમંડળે 15મા નાણાં પંચ (2022-23 થી 2025-26)ના બાકી રહેલા સમયગાળા માટે રૂ. 12882.2 કરોડના ખર્ચ સાથે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયની યોજનાઓને ચાલુ રાખવા માટે મંજૂરી આપી

Posted On: 05 JAN 2023 4:09PM by PIB Ahmedabad

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 15મા નાણાં પંચ (2022-23 થી 2025-26)ના બાકી રહેલા સમયગાળા માટે રૂપિયા 12882.2 કરોડના ખર્ચ સાથે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયની યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

ખર્ચ ફાઇનાન્સ સમિતિ (EFC) દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે, પૂર્વોત્તર ક્ષેત્ર વિશેષ માળખાકીય સુવિધા યોજના (NESIDS) માટે રૂ. 8139.5 કરોડનો ખર્ચ કરવામાં આવશે જેમાં હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધ થયા હોય તેની જવાબદારીઓ પણ સામેલ છે. ‘NECની યોજનાઓ’ માટે રૂ. 3202.7 કરોડનો ખર્ચ રહેશે જેમાં ચાલુ પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધ થયા હોય તેવી જવાબદારીઓ સામેલ છે. આસામમાં BTC, DHATC અને KAATC માટે વિશેષ પેકેજો માટેનો ખર્ચ રૂ. 1540 (BTC- રૂ. 500 કરોડ, KAATC – રૂ. 750 કરોડ અને BTC, DHATC અને KAATCના જૂના પેકેજો – રૂ. 290 કરોડ) છે. કેન્દ્રીય ક્ષેત્રની યોજના NESIDS 100% કેન્દ્ર દ્વારા આપવામાં આવતા ભંડોળ સાથેની છે જેને, બે ઘટકો સાથે પુનઃરચિત કરવામાં આવી છે, આ બે ઘટકો - NESIDS (માર્ગો) અને NESIDS (માર્ગ માળખાકીય સુવિધાઓ સિવાય) સામેલ છે.

મંત્રાલયની નવી યોજના "પૂર્વોતત્ર ક્ષેત્ર માટે પ્રધાનમંત્રીની વિકાસ પહેલ - PM-Devine" (રૂ. 6,600 કરોડના ખર્ચ સાથે)ને અગાઉ ઓક્ટોબર 2022માં અલગથી મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત માળખાકીય સુવિધાઓ હેઠળ મોટી અને ઉચ્ચ અસર ધરાવતી દરખાસ્તો, સામાજિક વિકાસ અને આજીવિકાના ક્ષેત્રોને લેવામાં આવ્યા છે.

MDoNER ની યોજનાઓના ઉદ્દેશ્યો, એક તરફ વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના પ્રયત્નોને પૂરક બનાવવાના છે અને બીજી તરફ, વિકાસ/કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે પૂર્વોત્તર પ્રદેશના રાજ્યોમાં અનુભવાયેલી જરૂરિયાતોને પૂરક બનાવવાનો છે. MDoNER યોજનાઓ પૂર્વોત્તર ક્ષેત્રમાં આવેલા આઠ રાજ્યોને તેમની અનુભવવામાં આવેલી જરૂરિયાતો અનુસાર, પ્રોજેક્ટ હાથ ધરીને ગેપ-ફિલિંગ સહકાર પૂરો પાડવામાં મદદ કરે છે - દા.ત., કનેક્ટિવિટી અને સામાજિક ક્ષેત્રની ઉણપમાં ઘટાડો લાવવા માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને પ્રદેશમાં આજીવિકા અને રોજગારની તકો વધારવા માટે સહકાર આપવો.

15મા નાણાં પંચની બાકી રહેલી મુદત એટલે કે 2025-26 સુધીમાં, મુદત લંબાવવા માટે મંજૂરી આપવામાં આવેલી યોજનાઓથી આટલું શક્ય બનશે:

પ્રોજેક્ટની પસંદગીના સંદર્ભમાં યોજનાઓના અમલીકરણ માટે વધુ સારું આયોજન સક્ષમ કરવું,

પ્રોજેક્ટની મંજૂરીનું ફ્રન્ટ લોડિંગઅને

યોજના સમયગાળા દરમિયાન પ્રોજેક્ટનું અમલીકરણ

વર્ષ 2025-26 સુધીમાં મહત્તમ સંખ્યામાં પ્રોજેક્ટ્સ પૂરા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે જેથી આ વર્ષ પછી પ્રતિબદ્ધ થયા હોય તેવી જવાબદારીઓ ઓછામાં ઓછા પ્રમાણમાં બાકી હોય. આથી, યોજનાઓને પ્રાથમિક રીતે 2022-23 અને 2023-24માં નવી મંજૂરી આપવામાં આવશે; સાથે સાથે ખર્ચ 2024-25 અને 2025-26 દરમિયાન ખર્ચને ચાલુ રાખવામાં આવશે. હાલમાં ચાલી રહેલા મંજૂર કરવામાં આવેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ભારત અભિયાનના પાંચ આધારસ્તંભો, અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રણાલી, વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને માંગને આ યોજના દ્વારા આગળ ધપાવવામાં આવશે.

સરકારે પૂર્વોત્તર પ્રદેશના વિકાસને મુખ્ય પ્રાથમિકતા આપી છે. પ્રધાનમંત્રી છેલ્લાં વર્ષ દરમિયાન 50થી વધુ વખત પૂર્વોત્તર ક્ષેત્રની મુલાકાત લઇ ચૂક્યા છે, જ્યારે 74 મંત્રીઓએ પણ 400થી વધુ વખત પૂર્વોત્તર પ્રદેશની મુલાકાત લીધી છે.

પૂર્વોત્તર પ્રદેશ અગાઉ અશાંતિ, બોમ્બ વિસ્ફોટો, બંધ વગેરે સમસ્યાઓ માટે જાણીતો હતો પરંતુ છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પ્રદેશમાં શાંતિ સ્થાપિત થઇ છે.

 પ્રદેશમાં વિદ્રોહની ઘટનાઓમાં 74%નો ઘટાડો થયો છેસુરક્ષા દળો પર થતા હુમલાની ઘટનાઓમાં 60%નો ઘટાડો અને નાગરિકોના મૃત્યુની સંખ્યામાં 89% ઘટાડો થયો છેલગભગ 8,000 યુવાનોએ આત્મસમર્પણ કર્યું છે અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે, તેઓ પોતાના અને તેમના પરિવારના સારા ભવિષ્યનું સ્વાગત કરે છે.

આ ઉપરાંત, વર્ષ 2019માં ત્રિપુરાના રાષ્ટ્રીય મુક્તિ મોરચા સાથે કરાર કરવામાં આવ્યો છે, 2020માં BRU અને બોડો કરાર કરવામાં આવ્યો છે અને 2021માં કાર્બી કરાર પર સંમતિ સાધવામાં આવી છે. આસામ-મેઘાલય અને આસામ-અરુણાચલ સીમા વિવાદ પણ હવે લગભગ સમાપ્ત થઇ ગયો છે અને શાંતિની પુનઃસ્થાપના થઇ હોવાથી પૂર્વોત્તર પ્રદેશ હવે વિકાસના માર્ગ પર આગળ વધ્યો છે.

2014 થી, આપણે આ પ્રદેશ માટે ફાળવવામાં આવતા બજેટમાં મોટા પાયે વધારો થતો જોયો છે. 2014 થી, પ્રદેશ માટે રૂપિયા લાખ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.

MDONER યોજનાઓ હેઠળ છેલ્લા 04 વર્ષ દરમિયાન કરવામાં આવેલો વાસ્તવિક ખર્ચ રૂ. 7534.46 કરોડ હતો. જ્યારે, આગામી ચાર વર્ષ દરમિયાન 2025-26 સુધીમાં ખર્ચ કરવા માટે ઉપલબ્ધ ભંડોળ રૂ. 19482.20 કરોડ છે (જે અંદાજે 2.60 ગણું વધારે છે)

આ પ્રદેશમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે મોટા પાયે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કનેક્ટિવિટીમાં સુધારો કરવા પર મુખ્યત્વે ધ્યાન આપવામાં આવે છે.

રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે, 2014 થી અત્યાર સુધીમાં રૂપિયા 51,019 કરોડ ખર્ચવામાં આવ્યા છે. 77,930 કરોડ રૂપિયાના 19 નવા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

વર્ષ 2009-14 દરમિયાન સરેરાશ વાર્ષિક બજેટ ફાળવણી રૂ. 2,122 કરોડ હતી જેની સરખામણીમાંછેલ્લાં વર્ષમાંસરેરાશ વાર્ષિક બજેટ ફાળવણી કુલ રૂ. 9,970 કરોડ થઇ છે જે 370% વધારો દર્શાવે છે.

માર્ગોની કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે રૂપિયા 1.05 લાખ કરોડના 375 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આગામી ત્રણ વર્ષમાં સરકાર 209 પ્રોજેક્ટ હેઠળ 9,476 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 1,06,004 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

હવાઇ કનેક્ટિવિટીમાં પણ મોટા પાયે સુધારો કરવામાં આવ્યો છે. આઝાદી પછીના 68 વર્ષ સુધી પૂર્વોત્તર પ્રદેશમાં માત્ર હવાઇમથક હતાજ્યારે આઠ વર્ષના ટૂંકા ગાળામાં તેની સંખ્યા વધીને 17 થઇ ગઇ છે.

આજે, પૂર્વોત્તર પ્રદેશમાં હવાઇ ટ્રાફિકની હિલચાલ 2014 (વાર્ષિક ધોરમે)થી અત્યાર સુધીમાં 113% વધી છે. હવાઇ કનેક્ટિવિટીને વધુ વેગ આપવા માટે, પૂર્વોત્તર ક્ષેત્રમાં નાગરિક ઉડ્ડયનમાં રૂ. 2,000 કરોડનું રોકાણ કરવામાં આવશે.

ટેલિકોમ કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે, વર્ષ 2014 થી અત્યાર સુધીમાં, 10% GBS હેઠળ રૂ.3466 કરોડ ખર્ચવામાં આવ્યા છે. મંત્રીમંડળે NERના 4,525 ગામોમાં 4G કનેક્ટિવિટીને પણ મંજૂરી આપી દીધી છેકેન્દ્ર સરકારે 2023 ના અંત સુધીમાં  પ્રદેશમાં સંપૂર્ણ ટેલિકોમ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે 500 દિવસનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

જળમાર્ગો પૂર્વોત્તર પ્રદેશના જીવન અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વ હેઠળની સરકાર આ પ્રદેશમાં આ મહત્વપૂર્ણ ક્ષેત્રના વિકાસ માટે તમામ પ્રયાસો કરી રહી છે. 2014 પહેલાં NERમાં માત્ર રાષ્ટ્રીય જળમાર્ગ હતોહવે NERમાં 18 રાષ્ટ્રીય જળમાર્ગો છેતાજેતરમાં રાષ્ટ્રીય જળમાર્ગ અને રાષ્ટ્રીય જળમાર્ગ 16 ના વિકાસ માટે 6000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

NER માં કૌશલ્ય વિકાસને લગતી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા અને 2014 અને 2021 ની વચ્ચે હાલની સરકારી સંસ્થાઓને મોડલ સંસ્થાઓમાં અપગ્રેડ કરવા માટે અંદાજે રૂ. 190 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 193 નવી કૌશલ્ય વિકાસ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. 81.83 કરોડ રૂપિયા કૌશલ્ય માટે ખર્ચ કરવામાં આવ્યા છે. વિવિધ યોજનાઓ હેઠળ કુલ 16,05,801 લોકોનો કૌશલ્ય વિકાસ કરવામાં આવ્યો છે.

આ પ્રદેશમાં ઉદ્યોગસાહસિકતાના વિકાસને વેગ આપવા માટે વિવિધ યોજનાઓ હેઠળ MSME ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. 978 એકમોને સહાય/સેટઅપ કરવા માટે રૂ. 645.07 કરોડ ખર્ચવામાં આવ્યા છે. DPIITના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તરમાંથી 3,865 સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે.

છેલ્લાં આઠ વર્ષોમાં આરોગ્યને લગતી માળખાકીય  સુવિધાઓ સુધારો કરવા પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આરોગ્ય ક્ષેત્રે 2014-15 થી અત્યાર સુધીમાં સરકારે રૂ. 31,793.86 કરોડ ખર્ચ્યા છે.

19 રાજ્ય કેન્સર સંસ્થાઓ અને 20 તૃતીય સંભાળ કેન્સર કેન્દ્રોને કેન્સર યોજનાની તૃતીય સંભાળના મજબૂતીકરણ હેઠળ મંજૂરી આપવામાં આવી છે.

છેલ્લા આઠ વર્ષ દરમિયાન, આ પ્રદેશમાં શિક્ષણને લગતી માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

2014 થી અત્યાર સુધીમાં, સરકારે પૂર્વોત્તરમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 14,009 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ઉચ્ચ શિક્ષણની 191 નવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. 2014 થી અત્યાર સુધીમાં સ્થાપિત યુનિવર્સિટીઓની સંખ્યામાં 39% નો વધારો થયો છે. 2014-15 થી અત્યાર સુધીમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણની કેન્દ્રીય સંસ્થાઓમાં 40% નો વધારો થયો છે.

પરિણામ સ્વરૂપે, ઉચ્ચ શિક્ષણમાં કુલ વિદ્યાર્થીઓની નોંધણીમાં 29% નો વધારો થયો છે.

આ પ્રદેશમાં વિકાસને વેગ આપવા માટે પાવર સંબંધિત માળખાકીય સુવિધાઓને મજબૂત કરવામાં આવી છે. 2014-15 થી અત્યાર સુધીમાં, સરકારે રૂ. 37,092 કરોડ મંજૂર કર્યા છે જેમાંથી રૂ. 10,003 કરોડ અત્યાર સુધીમાં ખર્ચ કરવામાં આવ્યા છે.

રૂપિયા 9,265 કરોડનો નોર્થ ઇસ્ટ ગેસ ગ્રીડ (NEGG) પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તે NERમાં અર્થતંત્રમાં સુધારો કરશે.

અરુણાચલ પ્રદેશના સરહદી ગામોમાં ઉજાસ ફેલાવવા માટે પ્રધાનમંત્રીએ 550 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.

પ્રથમ વખત જિલ્લા કક્ષાનો SDG ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. SDG ઇન્ડેક્સનું બીજું સંસ્કરણ તૈયાર છે અને ટૂંક સમયને બહાર પાડવામાં આવશે.

YP/GP/JD



(Release ID: 1888961) Visitor Counter : 138