ગૃહ મંત્રાલય

વર્ષાન્તની સમીક્ષા 2022: ગૃહ મંત્રાલય

મહત્વની ઘટનાઓનો સારાંશ

Posted On: 03 JAN 2023 12:34PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી હતી. (18 ફેબ્રુઆરી, 2022)

શ્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેનાં કારણે છેલ્લાં થોડાં વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે.

આતંકવાદી ઘટનાઓની સંખ્યા વર્ષ 2018માં 417 હતી, જે વર્ષ 2021માં ઘટીને 229 થઈ હતી, જ્યારે શહીદ થયેલા સુરક્ષા દળોનાં જવાનોની સંખ્યા વર્ષ 2018માં 91 હતી, જે વર્ષ 2018માં ઘટીને 42 થઈ ગઈ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે, સરહદ પારથી ઘૂસણખોરી શૂન્ય થાય અને આતંકવાદનો સફાયો થાય તે માટે સુરક્ષા ગ્રીડને વધુ મજબૂત બનાવવી જોઈએ.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી (17 મે, 2022)

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા માટે આવતા યાત્રાળુઓને મુશ્કેલી વિનાનાં દર્શન થવાં જોઈએ અને તેમને કોઈ સમસ્યા થવી જોઈએ મોદી સરકારની પ્રાથમિકતા છે.

અમરનાથ યાત્રીઓની અવરજવર, રહેવા, વીજળી, પાણી, સંચાર અને સ્વાસ્થ્ય સહિત તમામ જરૂરી સુવિધાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી

કોવિડ-19 મહામારી પછીની પ્રથમ યાત્રા છે અને ઊંચાઈને કારણે, જે યાત્રીઓને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તેમના માટે પૂરતી વ્યવસ્થા કરવી પડશે.

કોઈ પણ આકસ્મિક તબીબી પરિસ્થિતિને પહોંચી વળવા પર્યાપ્ત સંખ્યામાં ઑક્સિજન સિલિન્ડર સુનિશ્ચિત કરવાની સાથે-સાથે, 6,000 ફિટથી વધુની ઊંચાઈએ પર્યાપ્ત સંખ્યામાં તબીબી પથારીઓ અને એમ્બ્યુલન્સ અને હૅલિકોપ્ટરની તૈનાતી

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે (25 ઓગસ્ટ, 2022) આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજી હતી

શ્રી અમિત શાહે અમરનાથ યાત્રાનાં સફળ આયોજન માટે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા એજન્સીઓ અને વહીવટીતંત્રના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જમ્મુમાં રૂ.1960 કરોડનાં મૂલ્યની 263 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જે જમ્મુ અને કાશ્મીરનાં લોકોના સામાજિક અને આર્થિક વિકાસને વધારે વેગ આપશે. (04 ઑક્ટોબર, 2022)

હવે, જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરમારાની કોઈ ઘટના નથી, કારણ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર મક્કમતા સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહી છે

જમ્મુ અને કાશ્મીરમાં 42 હજાર લોકો આતંકવાદનો ભોગ બન્યા અને દિલ્હીમાં કોઇની પાંપણ પણ ફફડી હતી, પરંતુ હવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આતંકવાદ પર સુરક્ષા દળોનો સંપૂર્ણ અંકુશ છે.

આતંકવાદી ઘટનાઓમાં આશરે 54 ટકા, સુરક્ષા દળોનાં મૃત્યુમાં 84 ટકા અને આતંકવાદીઓની ભરતીમાં આશરે 22 ટકાનો ઘટાડો થયો છે.

જમ્મુમાં પ્રધાનમંત્રીના વિકાસ પૅકેજ હેઠળ 80,000 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 63 પરિયોજનાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, હાઇડ્રો પાવર વીજળીમાં 4,287 કરોડ રૂપિયાના ખર્ચે કિરુ પરિયોજનાનું કામ પ્રગતિ હેઠળ છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શ્રીનગરમાં આશરે રૂ.2,000 કરોડનાં મૂલ્યની 240 વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. (05 ઑક્ટોબર, 2022)

અગાઉ કાશ્મીરમાં જમ્હુરિયત એટલે માત્ર 3 પરિવારો, 87 ધારાસભ્યો અને 6 સાંસદો હતા, પરંતુ શ્રી મોદીએ લોકશાહીને ગામના પંચ, સરપંચ, બીડીસી અને જિલ્લા પંચાયત સુધી પહોંચાડીને 30,000 લોકોને જમ્હુરિયત સાથે જોડ્યા છે

અગાઉ કલમ 370નાં કારણે ગુર્જર-બકરવાલ અને પહરીઓને શિક્ષણ, ચૂંટણી અને નોકરીઓમાં અનામતનો લાભ મળી શકતો હતો, પરંતુ હવે કલમ 370 હટ્યા બાદ તે તમામને અનામત મળશે

70 વર્ષ સુધી ત્રણ પરિવારોનાં શાસન હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં માત્ર રૂ. 15,000 કરોડનું રોકાણ આવ્યું છે અને શ્રી મોદી માત્ર 3 વર્ષમાં રૂ. 56,000 કરોડનું રોકાણ લાવ્યા છે.

પહેલા તે એક આતંકવાદી હોટસ્પોટ હતું અને આજે તે કાશ્મીર ખીણમાં ટૂરિસ્ટ હોટસ્પોટ બની ગયું છે, અગાઉ દર વર્ષે વધુમાં વધુ 6 લાખ પ્રવાસીઓ મુલાકાત લેતા હતા, જ્યારે વર્ષે અત્યાર સુધીમાં 22 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, તેનાથી હજારો યુવાનોને રોજગાર મળ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે (05 ઑક્ટોબર, 2022) જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર શ્રીનગરમાં સમીક્ષા બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સમૃદ્ધ અને શાંતિપૂર્ણ જમ્મુ અને કાશ્મીરનાં વિઝનને સાકાર કરવા ગૃહ મંત્રીએ સુરક્ષા દળો અને પોલીસને આતંકવાદ વિરોધી સંકલિત અભિયાનો સક્રિયપણે હાથ ધરવા જણાવ્યું હતું

શ્રી અમિત શાહે શેરીઓને હિંસાથી મુક્ત રાખવા અને કાયદાનું શાસન નોંધપાત્ર રીતે પુનઃસ્થાપિત કરવા બદલ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશની સુરક્ષા એજન્સીઓ અને વહીવટીતંત્રના પ્રયાસોની પ્રશંસા કરી હતી

કેન્દ્રીય ગૃહ મંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે, આતંકવાદીઓ અને અલગાવવાદીઓનો ભય શૂન્ય રહે તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા ગ્રીડને વધુ મજબૂત બનાવવી જોઈએ

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સામાન્ય માનવીની સુખાકારીને નુકસાન પહોંચાડવા માટે આતંકવાદી-અલગતાવાદી અભિયાનને સહાય કરે છે, ઉત્તેજન આપે છે અને ટકાવી રાખે છે એવાં તત્ત્વો ધરાવતી આતંકવાદી ઇકો-સિસ્ટમને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જરૂર છે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની સુરક્ષાની સ્થિતિ અને વિકાસલક્ષી પાસાઓ પર સમીક્ષા બેઠક યોજી હતી. (28 ડિસેમ્બર, 2022)

ઉત્તર- પૂર્વ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે મણિપુરમાં રૂ. 2,450 કરોડનાં મૂલ્યનાં 29 વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. (06 જાન્યુઆરી, 2022)

- મણિપુરે અગાઉની સરકારોની નાકાબંધી, હિંસા, ભ્રષ્ટાચાર, બંધ, ડ્રગ્સના વેપારની પરંપરામાંથી બહાર આવવાનો સફળ પ્રયાસ કર્યો છે

બાંગ્લાદેશ સાથે જમીન સરહદના વિવાદો જેવી ઘણી સમસ્યાઓ હતી, જે સમજૂતીઓ દ્વારા ઉકેલવામાં આવી હતી, બ્રુ-રિયાંગ સમજૂતી, બોડો સમજૂતી, આઠ બંડખોર જૂથો સાથે સમજૂતીઓ પર વાટાઘાટો કરવામાં આવી હતી

લગભગ 3,000 ઉગ્રવાદીઓએ પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકી દીધાં છે અને તેઓ સમાજની મુખ્ય ધારામાં સામેલ થયા છે અને આજે યુવાનો દેશના વિકાસમાં લાગેલા છે

અગાઉની સરકારમાં ત્રણ 'આઇ' હતા, ઇન્સ્ટેબિલિટી એટલે અસ્થિરતા, ઇન્સર્જન્સિ એટલે વિદ્રોહ અને ઇનિક્વૉલિટી એટલે અસમાનતા, અમે ત્રણ 'આઇ'ને બદલીને ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટિગ્રેશન કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ત્રિપુરામાં અગરતલામાં નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીનાં નવા પરિસરનું ભૂમિપૂજન કર્યું હતું. (08 માર્ચ, 2022)

નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીનું નોર્થ ઇસ્ટમાં પ્રથમ કૅમ્પસ છે અને યુવાનો અને કન્યાઓ માટે એક મોટું પગલું છે, અહીં અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમના માટે નોકરીની તકો ઊભી થશે

અહીં ઘણા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો હશે, અને અહીંથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો અભ્યાસ પણ કરશે અને કામ કરશે, અને યુનિવર્સિટી ત્રિપુરા અને પૂર્વોત્તરને મોટો લાભ આપશે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓએ નવી દિલ્હીમાં આંતર-રાજ્ય સરહદ વિવાદનાં સમાધાન માટે ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. (29 માર્ચ, 2022)

ટૂંકા ગાળામાં આસામ અને મેઘાલય વચ્ચે 12માંથી 6 મુદ્દાનું સમાધાન થઈ ગયું છે અને બંને રાજ્યો વચ્ચેની લગભગ 70 ટકા સરહદ વિવાદમુક્ત બની ગઈ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં શાંતિપૂર્ણ અને સમૃદ્ધ પૂર્વોત્તરનાં વિઝનની પૂર્તિમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનાં કુશળ માર્ગદર્શનનું પરિણામ છે

વર્ષ 2019થી 2022 સુધીની સફરને જોતા આપણે પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપિત કરવા ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે, ઓગસ્ટ, 2019માં એનએલએફટી સમજૂતી, 16 જાન્યુઆરી, 2020ના રોજ બ્રુ-રિયાંગ સમજૂતી, 27 જાન્યુઆરી, 2020ના રોજ બોડો સમજૂતી, 4 સપ્ટેમ્બર, 2021ના રોજ કાર્બી-આંગલોંગ સમજૂતી અને આજની આસામ-મેઘાલય સરહદી સમજૂતી

પૂર્વોત્તરનો વિકાસ ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી રાજ્યો વચ્ચેના વિવાદોનું સમાધાન થાય અને સશસ્ત્ર જૂથો શરણાગતિ સ્વીકારી લે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળની ભારત સરકારે એક મહત્વપૂર્ણ પગલું લઈને નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં સશસ્ત્ર દળ વિશેષ અધિકાર અધિનિયમ (AFSPA) હેઠળ દાયકાઓ પછી અશાંત ક્ષેત્રોમાં ઘટાડો કર્યો છે. (31 માર્ચ, 2022)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ભારત સરકારે વિદ્રોહનો અંત લાવવા અને પૂર્વોત્તરમાં સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે

નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ/એનકે, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ/રિફોર્મેશન અને નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ/કે-ખાંગો સાથે યુદ્ધવિરામની સમજૂતી લંબાવવામાં આવી હતી. (20 એપ્રિલ, 2022)

યુદ્ધવિરામની સમજૂતીને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવાયો હતો, જે એનએસસીએન/એનકે અને એનએસસીએન/આર સાથે 28 એપ્રિલ, 2022થી 27 એપ્રિલ, 2023 સુધી તથા એનએસસીએન/કે-ખાંગો સાથે 18 એપ્રિલ, 2022થી 17મી એપ્રિલ, 2023 સુધી. સમજૂતીઓ પર 19 એપ્રિલ, 2022ના રોજ હસ્તાક્ષર થયા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભારત સરકાર, આસામ સરકાર અને આઠ આદિવાસી જૂથોના પ્રતિનિધિઓ વચ્ચે નવી દિલ્હીમાં ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. (15 સપ્ટેમ્બર, 2022)

આસામમાં આદિવાસીઓ અને ચાના બગીચાના કામદારોની દાયકાઓ જૂની કટોકટીનો અંત લાવવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા

સમજૂતી પછી આસામના આદિજાતિ જૂથોની 1,182 કૅડર્સ તેમનાં શસ્ત્રો મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાયા હતા

સમજૂતીમાં ચાના બગીચાઓનો ઝડપી અને કેન્દ્રિત વિકાસ સુનિશ્ચિત કરવા તથા સશસ્ત્ર કૅડરનાં પુનરુત્થાન અને પુનર્વસન માટેનાં પગલાં તથા ચાના બગીચાના કામદારોનાં કલ્યાણ માટે આદિવાસી કલ્યાણ અને વિકાસ પરિષદની રચના કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે

આદિવાસીઓની વસતિ ધરાવતાં ગામો/વિસ્તારોમાં માળખાગત વિકાસ માટે પાંચ વર્ષના ગાળામાં રૂ. 1,000 કરોડનું વિશેષ વિકાસ પૅકેજ (ભારત સરકાર અને આસામ સરકાર પ્રત્યેક દ્વારા રૂ. 500 કરોડ) પૂરું પાડવામાં આવશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આસામના ગુવાહાટીમાં પૂર્વોત્તર પરિષદની 70મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી. (09 ઑક્ટોબર, 2022)

કેન્દ્રીય ગૃહ મંત્રીએ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓને પૂર નિયંત્રણ, સિંચાઈ, પ્રવાસન, વનીકરણ અને કૃષિ માટે એનઈએસએસીનો સંપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ કર્યો

પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમનાં રાજ્યોમાં એનઈએસએસી માટે તેના મહત્તમ અને વધુ સારા ઉપયોગ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવી

મણિપુરમાં શાંતિ પ્રક્રિયાને નોંધપાત્ર પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ભારત સરકાર અને મણિપુર સરકારે મણિપુરનાં એક વિદ્રોહી જૂથ ઝેડયુએફ સાથે કાર્યવાહી સમાપ્ત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા (27 ડિસેમ્બર, 2022)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં વિઝન અનુસાર અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ ભારત સરકારે બંડખોરીનો અંત લાવવા અને પૂર્વોત્તરમાં વિકાસને વેગ આપવા માટે અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)/દિલ્હી પોલીસ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારે પોલીસ દળોનાં આધુનિકીકરણની મુખ્ય યોજના (એમપીએફ) ચાલુ રાખવા માટે મંજૂરી આપી (13 ફેબ્રુઆરી, 2022)

મંજૂરી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં પોલીસ દળોની કામગીરીને આધુનિક બનાવવા અને સુધારવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની પહેલને આગળ વધારશે

વર્ષ 2021-22થી 2025-26ના સમયગાળા માટે મંજૂરી આપવાથી કુલ રૂ. 26,275 કરોડનો કેન્દ્રીય નાણાકીય ખર્ચ થશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દિલ્હી પોલીસના 75મા સ્થાપના દિવસને સંબોધન કર્યું હતું (16 ફેબ્રુઆરી, 2022)

દિલ્હી પોલીસ દ્વારા દાખવવામાં આવેલી સેવા અને નિષ્ઠાની ભાવના માત્ર દિલ્હીમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં પોલીસ દળોને માર્ગદર્શન આપશે અને પ્રેરણા આપશે

આઝાદી પછી દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનાં નેતૃત્વમાં દિલ્હી પોલીસની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાર બાદ દિલ્હી પોલીસે શાંતિ, સેવા અને ન્યાયનાં સૂત્ર સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.

દિલ્હી પોલીસે તેની સામેના સમય અને પડકારો સાથે પોતાની જાતને તૈયાર કરી છે અને બદલી છે અને તેથી આજે સમગ્ર વિશ્વમાં દિલ્હી પોલીસનું સન્માન કરવામાં આવે છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) માટે આધુનિકીકરણની યોજનાIVને મંજૂરી આપી છે (04 માર્ચ, 2022)

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય દ્વારા કુલ રૂ. 1,523 કરોડના નાણાકીય ખર્ચ સાથે આધુનિકીકરણ યોજના - 4નો અમલ કરવામાં આવશે

યોજનાનો અમલ સીએપીએફને સંપૂર્ણ કાર્યકારી કાર્યદક્ષતા/સજ્જતા સુધારવા સજ્જ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મધ્ય પ્રદેશના ભોપાલમાં 48મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કૉંગ્રેસનાં ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. (22 એપ્રિલ, 2022)

અનેક સશસ્ત્ર જૂથો હથિયાર મૂકીને મુખ્ય ધારામાં જોડાયાં છે, કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં ઉત્સાહ અને વિકાસનો નવો યુગ શરૂ થયો છે

પોલીસ વિભાગોએ ૧૦ વર્ષની પોલીસિંગ વ્યૂહરચનાને સંસ્થાગત સ્વરૂપ આપવું જોઈએ અને વાર્ષિક સમીક્ષા કરવી જોઈએ.

દેશભરની પોલીસે એકબીજા સાથે સંકલન સાધીને કામ કરવું પડશે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે કલ્યાણ અને પુનર્વસન બોર્ડ (વીએઆરબી) મારફતે 'સીએપીએફ પુનર્વાસ' શરૂ કર્યું છે. (07 મે, 2022)

પોર્ટલ નિવૃત્ત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) અને આસામ રાઇફલ્સનાં કર્મચારીઓને ખાનગી સુરક્ષા એજન્સીઓ સાથે પુનઃ રોજગારી મેળવવા ઇચ્છતા કર્મચારીઓને તેમની કુશળતાનાં ક્ષેત્ર અને રોજગારીનાં પસંદગીનાં સ્થળ સાથે ડબલ્યુએઆરબીની વેબસાઇટ પર વ્યક્તિગત વિગતો અપલોડ કરીને યોગ્ય પસંદગી શોધવામાં મદદ કરશે

સીએપીએફના કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે

પહેલ સીએપીએફના કર્મચારીઓનાં કલ્યાણ તરફનું એક પગલું છે અને લાંબા ગાળે તેમની પુનર્વસનની જરૂરિયાતો પૂર્ણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 'અગ્નિપથ યોજના'ની જાહેરાતના સંદર્ભમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યોજના હેઠળ ચાર વર્ષ પૂર્ણ કરનારા 'અગ્નિવીર'ને સીએપીએફ અને આસામ રાઇફલ્સમાં ભરતી માટે અગ્રતા આપવાનો નિર્ણય લીધો છે. (15 જૂન, 2022)

ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષ પૂર્ણ કરીને અગ્નિવીર માટે સીએપીએફ અને આસામ રાઇફલ્સમાં ભરતી માટે 10 ટકા ખાલી જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. (18 જૂન, 2022)

ગૃહ મંત્રાલયે અગ્નિવીરોને સીએપીએફ અને આસામ રાઇફલ્સમાં ભરતી માટે નિર્ધારિત ઉપલી વયમર્યાદાથી વધારે 3 વર્ષની વયમાં છૂટછાટ આપવાનો નિર્ણય પણ લીધો છે

વધુમાં, અગ્નિવીરના પ્રથમ બેચ માટે, વયમાં છૂટછાટ નિર્ધારિત ઉપલી વયમર્યાદાથી 5 વર્ષની રહેશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રીય પોલીસ તાલીમ સંસ્થાઓ (સીપીટીઆઈ)ની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. (19 જુલાઈ, 2022)

કેન્દ્રીય ગૃહ મંત્રીએ અપેક્ષાઓ પૂર્ણ કરવા, ફરજની ભાવના અને લક્ષ્યાંકો હાંસલ કરવા અસરકારક તાલીમ વ્યવસ્થા પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલાં મિશન કર્મયોગી અંતર્ગત કૉન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર અને ડીએસપી સુધીના પોલીસ કર્મચારીઓને સંપૂર્ણ અભિગમ સાથે તાલીમ આપવી જોઈએ

તમામ પોલીસકર્મીઓ માટે 60 ટકા તાલીમ તમામ માટે સમાન હોવી જોઈએ, જ્યારે 40 ટકા તાલીમ ફોર્સ આધારિત હોવી જોઈએ, જેથી આપણે આપણી તાલીમ ક્ષમતાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ

આધુનિક ટેકનિક્સની સાથે-સાથે પોલીસ દળોમાં દેશભક્તિ, ફિટનેસ, શિસ્ત, સંવેદનશીલતા અને સ્વ-સમર્પણની ભાવના કેળવવાની પણ જરૂર છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં "સીએપીએફ -આવાસ" વૅબ પોર્ટલ લૉન્ચ કર્યું હતું. (01 સપ્ટેમ્બર, 2022)

આવાસ સંતોષ રેશિયો (એચએસઆર) વર્ષ 2014માં આશરે 33 ટકા હતો, જે આજે 48 ટકા છે, સીએપીએફ -આવાસ પોર્ટલ લૉન્ચ થવાથી નવી ઇમારતોનાં નિર્માણ વિના એચએસઆરમાં 13 ટકાનો વધારો થશે

સરકારને વિશ્વાસ છે કે ગૃહ મંત્રાલયના અર્થપૂર્ણ પ્રયાસોથી નવેમ્બર, 2024 સુધીમાં એચએસઆર 73 ટકા થઈ જશે, જે એક મોટી ઉપલબ્ધિ હશે

સીએપીએફના જવાનોની બદલીમાં પારદર્શકતા લાવવા માટે -ટ્રાન્સફર સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, હવે આઇટીબીપી અને સીઆઇએસએફએ પ્રાયોગિક ધોરણે સોફ્ટવેરનો ઉપયોગ શરૂ કર્યો છે

'પોલીસ સંભારણા દિવસ'ના પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ અને સીએપીએફના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. (21 ઑક્ટોબર, 2022)

દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ દેશભરના પોલીસ દળો પોતાની જવાબદારી નિભાવે છે અને એટલે આજે દેશ વિકાસના પથ પર અગ્રેસર છે

સમગ્ર દેશમાંથી 35,000થી વધારે પોલીસ દળ અને સીએપીએફના જવાનોએ રાષ્ટ્રની આંતરિક સુરક્ષા અને સરહદોનું રક્ષણ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે

31,000થી વધારે મકાનોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, આશરે 17,000 મકાનોનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે અને 15,000થી વધારે વધારાનાં મકાનો બાંધવાની દરખાસ્ત કરવામાં આવી રહી છે, જેનાં પરિણામે વર્ષ 2014માં આવાસોનો સંતોષ દર 37 ટકા હતો, તે વધીને 60 ટકા થઈ જશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ની મોબાઇલ એપ્લિકેશન 'પ્રહરી' અને 13 મેન્યુઅલની સુધારેલી આવૃત્તિ લૉન્ચ કરી હતી. (29 ડિસેમ્બર, 2022)

બીએસએફની 'પ્રહરી' એપ સક્રિય શાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, હવે જવાનો વ્યક્તિગત અને સેવા સંબંધિત માહિતી, આવાસ, આયુષ્માન-સીએપીએફ અને રજા સંબંધિત માહિતી તેમના મોબાઇલ પર મેળવી શકે છે

જીપીએફ હોય, બાયોડેટા હોય કે પછી "સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રિવેન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ" (સીપી-ગ્રામ્સ) પર ફરિયાદ નિવારણ હોય કે પછી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી હોય, હવે જવાનો તમામ માહિતી એપ દ્વારા મેળવી શકે છે અને એપ તેમને ગૃહ મંત્રાલયનાં પોર્ટલ સાથે પણ કનેક્ટ કરશે

ઉપરાંત, 13 મેન્યુઅલમાં જેની રાહ જોવાઈ રહી હતી તેમાં સુધારા અને સુધારાવધારાથી કામગીરી, વહીવટ અને તાલીમની વધુ સારી સમજણમાં વધારો થશે તથા કામગીરીને વેગ મળશે

દેશની સરહદોની સુરક્ષા પિલર્સ કે ફેન્સિંગથી થઈ શકે, પરંતુ સરહદ પર ઊભેલા સૈનિકોની વીરતા, દેશભક્તિ અને સતર્કતાથી થઈ શકે છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમની શરૂઆત કરી છે. સરહદી સુરક્ષા દળ વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ દ્વારા ગામડાઓમાં પ્રવાસન વધારવાના પ્રયાસો કરે, ગામોને આત્મનિર્ભર અને તમામ સુવિધાઓથી સજ્જ બનાવે

સરહદી ગામોમાં વસ્તી હોય ત્યારે સરહદો પર સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે. સરહદો પર સૈનિકોની તૈનાતીની સાથે સાથે કાયમી સુરક્ષા ગામડાંઓમાં વસતા દેશભક્ત નાગરિકો આપી શકે છે અને સરહદની સુરક્ષા કરતા તમામ દળોએ તેને મજબૂત બનાવવી પડશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કર્ણાટકનાં દેવનહલ્લી ખાતે સેન્ટ્રલ ડિટેક્ટિવ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (સીડીટીઆઈ)નો શિલાન્યાસ કર્યો હતો તથા ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)નાં રહેણાંક અને વહીવટી સંકુલોનું ઉદ્ઘાટન કર્યું હતું. (31 ડિસેમ્બર, 2022)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની ભારત સરકારે સુરક્ષા દળના જવાનો, ખાસ કરીને સરહદની સુરક્ષા કરતા દળોને નવીનતમ તકનીકથી સજ્જ કરવા, તેમના આવાસ સંતોષ ગુણોત્તરમાં વધારો કરવા અને કર્મચારીઓ અને તેમના પરિવારોની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માટેના પ્રયત્નો કર્યા છે

અમને આઈટીબીપીના જવાનોનાં સમર્પણ પર ગર્વ છે અને અમને વિશ્વાસ છે કે જ્યાં સુધી આઈટીબીપીના જવાનોને સરહદ પર તૈનાત કરવામાં આવશે, ત્યાં સુધી ભારતની સરહદો સુરક્ષિત છે

લોકોએ આઈટીબીપીના જવાનોને તેમની વીરતા અને શૌર્યનાં કારણે 'હિમવીર'નું હુલામણું નામ આપ્યું છે

પોલીસ માટે સતત સામાજિક ફેરફારોને અપનાવવા માટે સંશોધન આવશ્યક છે અને બીપીઆરએન્ડડી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર દળો માટે સંશોધન હાથ ધરવા જવાબદાર છે

પોલીસમાં પ્રણાલીગત અને કાર્યપ્રણાલીગત સુધારાની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ, જેના માટે તમામ પોલીસ દળોને શ્રેષ્ઠ બનાવવા સંસ્થાઓ વચ્ચે સહયોગ, સેમિનારો અને શ્રેષ્ઠ પ્રણાલિઓ અને પડકારોનું આદાન-પ્રદાન જરૂરી છે

પોલીસ નશીલા દ્રવ્યો, બનાવટી નોટો, હવાલાનો કારોબાર, ઉન્માદ ફેલાવતી સંસ્થાઓ, આતંકવાદ, સરહદી રાજ્યોમાં ઘૂસણખોરી, દરિયાકાંઠાનાં રાજ્યોમાં સમુદ્રને લગતી સમસ્યાઓ જેવા મહત્વના પડકારોનો સામનો કરે છે અને બીપીઆરએન્ડડી સંવાદ, સેમિનાર અને સહયોગ મારફતે દળો વચ્ચે સંવાદિતા જાળવવામાં મદદ કરીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

દેશે મહાનગરીય વિસ્તારોના પડકારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, અને સંશોધન દ્વારા અને પરિણામો સાથે પ્રેક્ટિસ કરીને આપણી વ્યૂહરચનામાં ફેરફાર કરવાની જરૂર છે, કારણ કે નજીકનાં ભવિષ્યમાં સિટી પોલીસિંગ વધુ પડકારજનક બનશે

ભારતના વિકાસ તરફની સફરમાં કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિ હોવી ખૂબ જરૂરી છે અને છેલ્લાં 3 વર્ષમાં BPR&D દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારે રિસર્ચને સુધારવામાં મદદરૂપ થવા માટે ફેરફાર કર્યા છે, જેનાં પરિણામો પણ હવે દેખાઈ રહ્યાં છે

સીડીટીઆઈનું કેન્દ્ર પડોશી રાજ્યો કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવની ફોરેન્સિક જરૂરિયાતો પણ પૂર્ણ કરશે

ડાબેરી ઉગ્રવાદ

દેશમાં ડાબેરી પાંખ ઉગ્રવાદ (એલડબલ્યુઇ) સંબંધિત હિંસામાં વર્ષ 2009માં અત્યાર સુધીની સૌથી વધુ 2258 ઘટનાઓથી 77 ટકાનો ઘટાડો થયો છે, જે વર્ષ 2021માં 509 થઈ છે. તે રીતે, પરિણામી મૃત્યુ (નાગરિકો + સુરક્ષા દળો) 2010માં અત્યાર સુધીનાં સૌથી વધુ 1005 હતાં તે  85% ઘટીને 2021માં 147 થઈ ગયાં છે. છેલ્લાં બે વર્ષમાં ડાબેરી ઉગ્રવાદની હિંસાની ઘટનાઓ અને તેનાં પરિણામે થતાં મૃત્યુમાં અનુક્રમે 24 ટકા અને 27 ટકાનો ઘટાડો થયો છે. (08 મી ફેબ્રુઆરી, 2022)

ભારતનાં બંધારણની સાતમી અનુસૂચિ મુજબ 'પોલીસ અને જાહેર વ્યવસ્થા'ના વિષયો રાજ્ય સરકારો પાસે છે. જો કે, ડાબેરી પાંખના ઉગ્રવાદ (એલડબ્લ્યુઇ)નાં દૂષણને સંપૂર્ણપણે હલ કરવા માટે, એલડબલ્યુઇને ઉકેલવા માટે 2015માં એક રાષ્ટ્રીય નીતિ અને કાર્યયોજના શરૂ કરવામાં આવી હતી. નીતિમાં બહુઆયામી વ્યૂહરચનાની કલ્પના કરવામાં આવી છે, જેમાં સુરક્ષા સાથે સંબંધિત પગલાં, વિકાસલક્ષી હસ્તક્ષેપો, સ્થાનિક સમુદાયોના અધિકારો અને હકોની ખાતરી વગેરે સામેલ છે. (23 માર્ચ, 2022)

મંત્રીમંડળે છત્તીસગઢ રાજ્યના બીજાપુર, દંતેવાડા અને સુકમા જિલ્લાઓના આંતરિક વિસ્તારોમાંથી ભરતી રેલી મારફતે સીઆરપીએફમાં કન્સ્ટબલ તરીકે મૂળ આદિવાસી યુવાનોની ભરતી કરવા માટે કન્સ્ટબલની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતમાં છૂટછાટને મંજૂરી આપી. (01 જૂન, 2022)

ત્રણ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં ભરતીના વ્યાપક પ્રચાર માટે સ્થાનિક અખબારોમાં જાહેરખબરો આપવા ઉપરાંત અને ભરતીના વ્યાપક પ્રચાર માટેનાં તમામ માધ્યમો અપનાવવા ઉપરાંત સીઆરપીએફ નવા ભરતી થયેલા તાલીમાર્થીઓને પ્રોબેશન સમયગાળા દરમિયાન ઔપચારિક શિક્ષણ આપશે.

છત્તીસગઢ રાજ્યના બીજાપુર, દંતેવાડા અને સુકમા નામના ત્રણ જિલ્લાઓના આંતરિક વિસ્તારોમાંથી 400 આદિવાસી યુવાનોને રોજગારીની તકો મળશે. ગૃહ મંત્રાલય દ્વારા ભરતી માટે શારીરિક ધોરણોમાં યોગ્ય છૂટછાટ પણ આપવામાં આવશે.

દેશભરમાં ડાબેરી ઉગ્રવાદ સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષા દળોએ નિર્ણાયક વિજય મેળવ્યો છે. (21 સપ્ટેમ્બર, 2022)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ડાબેરી ઉગ્રવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિનાં પરિણામે પ્રથમ વખત છત્તીસગઢ અને ઝારખંડની સરહદ પર સ્થિત 'બુદ્ધાપહાડ' અને બિહારના ચક્રબંધ અને ભીમાબંધના અત્યંત દુર્ગમ વિસ્તારોમાં પ્રવેશીને અને માઓવાદીઓને તેમના ગઢમાંથી સફળતાપૂર્વક હાંકી કાઢીને, કાયમી સુરક્ષા દળોની શિબિરોની સ્થાપના કરવામાં આવી છે

· તમામ વિસ્તારો ટોચના માઓવાદીઓના ગઢ હતા અને સ્થળોએ સુરક્ષા દળોને મોટા પ્રમાણમાં શસ્ત્રો, દારૂગોળો, વિદેશી ગ્રેનેડ, એરો બોમ્બ અને આઇઇડી મળી આવ્યા હતા

· કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મળેલી નિર્ણાયક સફળતા માટે સીઆરપીએફ અને રાજ્ય સુરક્ષા દળોને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, ગૃહ મંત્રાલય ડાબેરી ઉગ્રવાદ અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ પોલિસી ચાલુ રાખશે અને લડાઈ વધુ તીવ્ર બનાવવામાં આવશે

· વર્ષ 2022માં સુરક્ષા દળોએ લેફ્ટ વિંગ ઉગ્રવાદીઓ સામેની લડાઈમાં ઓપરેશન ઓક્ટોપસ, ઓપરેશન ડબલ બુલ, ઓપરેશન ચક્રબંધમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. છત્તીસગઢમાં 7 માઓવાદીઓ માર્યા ગયા અને 436ની ધરપકડ/આત્મસમર્પણ/ ઝારખંડમાં 4 માઓવાદીઓ માર્યા ગયા અને 120ની ધરપકડ/આત્મસમર્પણ કરવામાં આવ્યું. બિહારમાં 36 માઓવાદીઓની ધરપકડ/આત્મસમર્પણ. રીતે મધ્ય પ્રદેશમાં સુરક્ષાદળોએ 3 માઓવાદીઓને ઠાર માર્યા છે

· સફળતા એટલા માટે વધુ મહત્ત્વની બની જાય છે કારણ કે માર્યા ગયેલા માઓવાદીઓમાંથી ઘણાને માથે લાખો અને કરોડોનું ઇનામ હતું જેમ કે મિથિલેશ મહતો નાં માથે એક કરોડ રૂપિયાનું ઇનામ હતું.

રાષ્ટ્રીય/સાયબર સુરક્ષાને મજબૂત બનાવવી

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે દેશમાં પ્રવર્તમાન જોખમની સ્થિતિ અને ઉભરતા સુરક્ષા પડકારોની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. (03 જાન્યુઆરી, 2022)

આતંકવાદ અને વૈશ્વિક આતંકવાદી જૂથોનાં સતત જોખમો, આતંકવાદને નાણાકીય સહાય, નાર્કો-ટેરરિઝમ, સંગઠિત અપરાધ-આતંકવાદી જોડાણ, સાયબર સ્પેસના ગેરકાયદેસર ઉપયોગ અને વિદેશી આતંકવાદીઓની અવરજવર પર પ્રકાશ પાડતા ગૃહ પ્રધાને કેન્દ્ર અને રાજ્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારાં સંકલન અને સમન્વયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે (20 જૂન, 2022) નવી દિલ્હીમાં સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા પરની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પહેલનાં કારણે ભારત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે, સાયબર સુરક્ષા વિના રાષ્ટ્રીય વિકાસની કલ્પના કરવી આજે શક્ય નથી

નાણાકીય વર્ષ 2022માં યુપીઆઈ પરના વ્યવહારો એક ટ્રિલિયન અમેરિકન ડૉલરને વટાવી ગયા છે અને આજે આપણે ડિજિટલ વ્યવહારોમાં વિશ્વમાં પ્રથમ છીએ

વર્ષ 2012માં 3,377 સાયબર ક્રાઇમ નોંધાયા હતા અને વર્ષ 2020માં પ્રકારના રિપોર્ટિંગની સંખ્યા 50,000 સુધી પહોંચી હતી

ત્રણ વર્ષ પહેલાં શરૂ કરાયેલાં સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની 11 લાખથી વધુ ફરિયાદો નોંધાઇ છે, સોશિયલ મીડિયાના ગુનાઓ માટે પણ બે લાખથી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાતનાં કેવડિયામાં "ફોરેન્સિક સાયન્સ ક્ષમતાઓઃ સમયબદ્ધ અને વૈજ્ઞાનિક તપાસ માટે મજબૂતીકરણ" વિષય પર ગૃહ મંત્રાલયની સંસદીય પરામર્શ સમિતિની બેઠક યોજાઇ (26 જૂન, 2022)

બેઠકમાં દેશમાં ઉપલબ્ધ ફોરેન્સિક વિજ્ઞાન ક્ષમતાઓની સમીક્ષા કરવામાં આવી હતી, ખાસ કરીને ફોરેન્સિક તપાસ પર અપરાધિક ન્યાય પ્રણાલીની વધતી નિર્ભરતાને ધ્યાનમાં રાખીને

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ટેકનોલોજીના ઉપયોગને ધ્યાનમાં રાખીને તપાસ એજન્સીઓને ગુનેગારો કરતાં એક કદમ આગળ રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

કેન્દ્રની મોદી સરકાર રાજ્ય સરકારો સાથે મળીને પોલીસ તપાસ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિકનાં ક્ષેત્રમાં સુધારાના ત્રિપાંખિયા અભિગમ પર કામ કરી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. (17 ઑગસ્ટ, 2022)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન રહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાનાં તમામ પાસાંઓને મજબૂત કરીને સલામત અને સુરક્ષિત રાષ્ટ્ર સુનિશ્ચિત કરવું

કેન્દ્રીય ગૃહ મંત્રીએ આતંકવાદનો સામનો કરવા માનવીય બુદ્ધિમત્તાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો

શ્રી અમિત શાહે નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (એનએએફઆઇએસ)નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ)ના પ્રથમ પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું અને ગાંધીનગરમાં એનએફએસયુ કૅમ્પસમાં વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું (28 ઑગસ્ટ, 2022)

પહેલા ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને હવે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, તમામ પરિમાણોમાં તે જે ઝડપથી આગળ વધી રહી છે અને જે રીતે વિશ્વભરમાં તેની સ્વીકૃતિ વધી રહી છે, તે રીતે એક દાયકાની અંદર યુનિવર્સિટી તેની પ્રથમ ક્રમાંકિત વૈશ્વિક સ્થિતિની ખાતરી કરશે.

શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં ધરમૂળથી ફેરફારો કરશે, કારણ કે સ્વતંત્રતા પછી કોઈએ પણ કાયદાઓને ભારતીય દ્રષ્ટિકોણથી જોયા નથી

6 વર્ષથી વધુની સજાને પાત્ર હોય એવા તમામ ગુનાઓમાં ફોરેન્સિક મુલાકાતો અને ફોરેન્સિક પૂરાવાઓને ફરજિયાત બનાવવામાં આવશે, પ્રશિક્ષિત માનવબળની જરૂર પડશે અને તાલીમ પણ પૂરી પાડવી પડશે

70થી વધુ દેશો અને ઘણી સંસ્થાઓએ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે 158થી વધારે એમઓયુ કર્યા છે, જે આપણા માટે ગર્વની વાત છે.

6. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે હરિયાણાના સૂરજકુંડમાં બે દિવસીય 'ચિંતન શિબિર'ને સંબોધન કર્યું હતું. (27 ઑક્ટોબર, 2022)

· બે દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના ગૃહ પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો અને વહીવટકર્તાઓએ ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પાસેથી પ્રેરણા લઈને 'ચિંતન શિબિર' દેશ સમક્ષના તમામ પડકારોનો એકસાથે સામનો કરવા માટેનો મંચ પ્રદાન કરશે.

ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારો, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર પૂર્વ, જે એક સમયે હિંસા અને અશાંતિના હોટ સ્પોટ્સ હતા, હવે વિકાસના હોટ સ્પોટ બની રહ્યા છે.

સાયબર ક્રાઈમ આજે દેશ અને દુનિયા સામે મોટો પડકાર છે, ગૃહ મંત્રાલય તેની સામે લડવા કટિબદ્ધ

શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર 'સંપૂર્ણ સરકાર' અને 'ટીમ ઇન્ડિયા એપ્રોચ' હેઠળ ત્રણ 'સી'ના અભિગમકો-ઓપરેશન-સહકાર, કો-ઓર્ડિનેશન- સંકલન અને કોલાબરેશન-જોડાણને પ્રોત્સાહન આપી રહી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકાર આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ પોલિસી ધરાવે છે અને એનઆઇએ તથા અન્ય એજન્સીઓને નિર્ણાયક વિજય હાંસલ કરવા માટે મજબૂત કરવામાં આવી રહી છે, વર્ષ 2024 પહેલા તમામ રાજ્યોમાં એનઆઇએની શાખાઓ સ્થાપીને આતંકવાદ વિરોધી નેટવર્ક ઊભું કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં દેશભરના ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી અને દેશમાં આંતરિક સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. (09 નવેમ્બર, 2022)

બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી, જેમાં આતંકવાદનો સામનો, ઉગ્રવાદથી ખતરો, સાયબર સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ, સરહદ સાથે સંબંધિત પાસાઓ અને સરહદ પારના તત્વોથી લઈને રાષ્ટ્રની અખંડિતતા અને સ્થિરતા માટેનાં જોખમોનો સમાવેશ થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સુરક્ષાના તમામ પાસાઓને મજબૂત કરીને રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, અમારી લડાઈ આતંકવાદ તેમજ તેની સપોર્ટ સિસ્ટમ સામે છે, જ્યાં સુધી આપણે બંને સામે કડકાઈથી નહીં લડીએ ત્યાં સુધી આતંકવાદ સામે વિજય હાંસલ કરી શકાશે નહીં

રાજ્યોની આતંકવાદ વિરોધી અને માદક દ્રવ્યો વિરોધી એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે અને સંચારને વધુ મજબૂત કરવાની જરૂર છે

માદક દ્રવ્યોની તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ચંદીગઢમાં 'નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા' પરની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું હતું. (30 જુલાઈ, 2022)

2014માં જ્યારે શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હતી અને ધીમે ધીમે સિસ્ટમમાં રહેલી ખામીઓ દૂર કરીને ડ્રગ્સ સામેની લડાઈને અભેદ્ય અને ઝડપી ગતિની લડાઈ બનાવી દીધી છે.

નશીલાં દ્રવ્યો સામેની લડાઈમાં ગૃહ મંત્રાલયે બહુઆયામી અભિગમ અપનાવ્યો છે, કેટલાંક વહીવટી સુધારાઓ હાથ ધર્યા છે અને નવી પદ્ધતિઓ પણ વિકસાવી છે તથા રાજ્યોને જોડવા સક્રિય અભિગમ અપનાવ્યો છે.

ગૃહ મંત્રાલયે પણ એન.સી..આર.ડી.નાં માધ્યમથી સંકલન વ્યવસ્થા ઊભી કરી છે, જેથી જિલ્લા સ્તર સુધી કોઈ છટકબારીઓ રહે

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે જૂનથી 15 ઑગસ્ટ સુધી 75 દિવસ સુધી ડ્રગ્સ નાબૂદી અભિયાન ચાલી રહ્યું છે અને આજે અમે ચાર શહેરોમાં લગભગ 31 હજાર કિલો ડ્રગ્સનો નાશ કર્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આસામનાં ગુવાહાટીમાં 'નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા' પર પૂર્વોત્તરનાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશક સાથે બેઠક યોજાઈ હતી. (08 ઑક્ટોબર, 2022)

આઝાદી કા અમૃત મહોત્સવમાં ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં 'ડ્રગ-ફ્રી ઇન્ડિયા'નાં વિઝનને સાકાર કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે.

પૂર્વોત્તર વિસ્તારમાં નશીલાં દ્રવ્યો સામે વિશેષ ઝુંબેશ હેઠળ આશરે 40,000 કિલોગ્રામ નશીલાં દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 હજાર કિલોગ્રામ નશીલા પદાર્થોનો નાશ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં અત્યાર સુધીમાં 1.5 લાખ કિલોગ્રામ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે, જે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં બમણાથી વધુ છે

માદક દ્રવ્યોની દાણચોરી સરહદ વિહોણો ગુનો છે અને તેને પહોંચી વળવા માટે તમામ ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને ઉત્તર પૂર્વના રાજ્યોની સરહદી જિલ્લાઓ વચ્ચે વધુ સારું સંકલન જરૂરી છે

ગુવાહાટીમાં એનસીબીની પ્રાદેશિક કચેરીની સ્થાપના કરવામાં આવી છે, ત્રિપુરામાં અગરતલા અને અરૂણાચલ પ્રદેશમાં પાસીઘાટ/લોઅર સિયાંગમાં નવી પ્રાદેશિક કચેરીઓ સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સિક્કિમને અડીને આવેલા વિસ્તારોને વધુ સારી રીતે આવરી લેવા માટે ન્યૂ જલપાઇગુડીમાં ઝોનલ ઓફિસ માટે પણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે

3. કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહે દેશમાં ડ્રગ્સની સમસ્યા અને તેને પહોંચી વળવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાં પર નિયમ 193 હેઠળ આજે લોકસભામાં ટૂંકી ચર્ચાનો જવાબ આપ્યો હતો. (21 ડિસેમ્બર, 2022)

ડ્રગ્સના વેપાર અને તેના નફામાંથી આતંકવાદને મળતું ભંડોળ સામે મોદી સરકાર ઝીરો ટોલરન્સ પોલિસી ધરાવે છે અને સરકાર તેને ઘટાડીને શૂન્ય પર લાવવાના તમામ પ્રયાસો કરી રહી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલય માટે ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે અને લક્ષ્યને પૂર્ણ કરવા માટે ગૃહ મંત્રાલય તરફથી કોઈ કસર છોડવામાં આવશે નહીં

ડ્રગ્સ સામેની લડાઈ કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સાથે મળીને લડવી પડશે

સીમા સુરક્ષા દળ, એસએસબી અને આસામ રાઇફલ્સ, ત્રણેયને એનડીપીએસ હેઠળ કેસ નોંધવા સક્ષમ બનાવાયા છે, ભારતીય તટરક્ષક દળ, રાજ્ય તટીય પોલીસ સ્ટેશનો અને રેલવે સુરક્ષા દળને પણ અધિકાર આપવામાં આવ્યો છે

સુરક્ષા દળોને સત્તા આપવામાં આવી છે, પરંતુ કેટલાંક રાજ્યોએ કહ્યું છે કે, તેમની સત્તા છીનવી લેવામાં આવી છે. જો આપણે આપણી એજન્સીઓને સત્તા નહીં આપીએ, તો તેઓ કેવી રીતે કામ કરી શકશે? આપણને આપણાં સુરક્ષા દળોમાં વિશ્વાસ હોવો જોઈએ, જેઓ મુદ્દાનું રાજકારણ કરી રહ્યા છે તેઓ માદક દ્રવ્યોની દાણચોરીને ટેકો આપી રહ્યા છે

જે લોકો ડ્રગ્સનું સેવન કરે છે તેમના પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ, પરંતુ ડ્રગ્સના વેપાર અને તસ્કરોને કાયદાની પકડમાં લાવવા જોઈએ

એક સીમાવિહીન અપરાધ છે અને જ્યાં સુધી સહકાર, સમન્વય અને સહયોગ મળે ત્યાં સુધી આપણે લડાઈ જીતી શકીએ

ડ્રગના વેપારીઓ માટે ગોલ્ડન ટ્રાયેંગલ અને ગોલ્ડન ક્રેસન્ટ હોઈ શકે છે, પરંતુ આપણા અને આપણા યુવાનો માટે તે ડેથ ટ્રાયેંગલ અને ડેથ ક્રેસન્ટ છે, ડ્રગ્સનાં દૂષણ સામેની લડાઈ જીતવા માટે વિશ્વએ તેનો અભિગમ બદલવો પડશે

472 જિલ્લાઓમાં રાજ્યો અને તેનાં નેટવર્કમાં ડ્રગ્સના રૂટનું મૅપિંગ કર્યા પછી ડ્રગ્સ નેટવર્ક ચાર્ટનું પણ મૅપિંગ કરીને રાજ્યોને મોકલવામાં આવ્યું છે.

માર્ગદર્શિકાઓ/કાયદાઓમાં ફેરફારો

કેન્દ્રીય ગૃહ સચિવે ગૃહ મંત્રાલય હેઠળના સાયબર અને માહિતી સુરક્ષા વિભાગના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇ4સી)ના મેન્યુઅલ્સ અને ન્યૂઝલેટર જાહેર કર્યા (03 જાન્યુઆરી, 2022)

મોદી સરકારે વર્ષ 2022-23થી 2025-26ના ગાળા દરમિયાન ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (આઇસીજેએસ) પ્રોજેક્ટનાં અમલીકરણને મંજૂરી આપી છે. (18 ફેબ્રુઆરી, 2022)

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ આઇસીજેએસ પ્રોજેક્ટનો બીજો તબક્કો અસરકારક અને આધુનિક પોલીસ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની દિશામાં એક પગલું હશે

કુલ રૂ. 3,375 કરોડના ખર્ચે કેન્દ્રીય ક્ષેત્રની યોજના સ્વરૂપે પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે ઇમિગ્રેશન વિઝા ફોરેનર્સ રજિસ્ટ્રેશન ટ્રેકિંગ (આઇવીએફઆરટી) યોજનાને 31 માર્ચ, 2021થી આગળ 1 એપ્રિલ, 2021થી 31 માર્ચ, 2026 સુધીનાં પાંચ વર્ષના ગાળા માટે રૂ.1,364.88 કરોડના નાણાકીય ખર્ચ સાથે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. (25 ફેબ્રુઆરી, 2022)

મોદી સરકારે અમ્બ્રેલા યોજના "હિજરતીઓ અને સ્વદેશ પરત ફરેલા લોકોની રાહત અને પુનર્વસન" હેઠળની સાત વર્તમાન પેટા-યોજનાઓને 2021-22થી 2025-26ના સમયગાળા માટે ચાલુ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મુખ્ય યોજનાનો કુલ ખર્ચ રૂ. 1,452 કરોડ છે.

મંજૂરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની આગેવાની હેઠળનાં ગૃહ મંત્રાલય મારફતે અમ્બ્રેલા યોજના હેઠળ સહાય લાભાર્થીઓ સુધી સતત પહોંચતી રહે તે સુનિશ્ચિત થશે. (02 માર્ચ, 2022)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના (એસએસએસવાય)ને નાણાકીય વર્ષ 2021-22થી 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે.

એસએસએસવાય ચાલુ રાખવા માટેની દરખાસ્ત કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનાં નેતૃત્વ હેઠળનાં ગૃહ મંત્રાલય પાસેથી પ્રાપ્ત થઈ હતી અને આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓનાં બલિદાનને યાદ કરવા અને તેમાંથી પ્રેરણા લેવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કુલ નાણાકીય ખર્ચ રૂ. 3,274.87 કરોડ થશે. (07 માર્ચ, 2022)

સીમા વ્યવસ્થાપન

1. મોદી સરકારે 2021-22થી 2025-26 સુધી બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મેનેજમેન્ટ (બીઆઈએમ)ની મુખ્ય યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. (21 ફેબ્રુઆરી, 2022)

· કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય સરહદ પર માળખાગત સુવિધાઓ અને વ્યવસ્થાપનમાં સુધારો કરવા માટે કટિબદ્ધ છે

· વર્ષ 2021-22થી 2025-26 સુધી યોજનાનો ખર્ચ રૂ. 13,020 કરોડ થશે

· બીઆઈએમ સરહદ વ્યવસ્થાપન, પોલીસિંગ અને સરહદોની સુરક્ષામાં સુધારો કરવા માટે સરહદી માળખાગત સુવિધાઓને મજબૂત બનાવશે

2. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં નડાબેટ ખાતે સીમા દર્શન માટે નવનિર્મિત પ્રવાસન સુવિધાઓનો શુભારંભ કરાવ્યો હતો. (10 એપ્રિલ, 2022)

પ્રયાસ સફળ થશે કારણ કે આપણા સીમા સુરક્ષા દળના જવાનો અભેદ્ય સુરક્ષાનાં રક્ષણ સાથે સરહદો પર છે, તમે અમારી સરહદોનું રક્ષણ કરો છો, તેથી સરહદો પર વિકાસ શક્ય છે

બીએસએફના જવાનો તોફાન, કાળઝાળ ગરમી, અતિશય ઠંડી છતાં આપણી 6,385 કિલોમીટર લાંબી સરહદની સુરક્ષા કરી રહ્યા છે અને રીતે સમર્પણભાવ સાથે આજીવન ફરજના મંત્રને પરિપૂર્ણ કરી રહ્યા છે

- પર્યટનને વેગ મળશે અને સરહદી ગામોમાંથી સ્થળાંતરની મોટી સમસ્યા દૂર થશે અને લોકો અહીં આવશે ત્યારે રોજગારીની તકો પણ ઊભી થશે, સરહદ પરના છેવાડાનાં ગામ સુધી પહોંચવાની પ્રક્રિયાની શરૂઆત છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોર્ડર ટૂરિઝમ માટે મોટું સપનું જોયું છે, અહીં બીટિંગ રિટ્રીટ સેરેમની આકર્ષણનું કેન્દ્ર બનશે

3. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની તેમની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે સુંદરવનના દુર્ગમ વિસ્તારોની સુરક્ષા માટે આજે ભારત-બાંગ્લાદેશની સરહદ પર નર્મદા, સતલજ અને કાવેરી ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ્સ (બીઓપી)નું ઉદ્ઘાટન કર્યું હતું. (05 મે, 2022)

શ્રી મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારનો મૂળ ધ્યેય દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને અભેદ્ય બનાવવાનો છે

રાજસ્થાનનું રણ હોય, કચ્છનું રણ હોય કે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં મગરની ઘૂસણખોરી અટકાવવાની વાત હોય, તમારો જુસ્સો દેશને સુરક્ષિત રાખે છે

તેના ભાગરૂપે આજે ત્રણ તરતા બીઓપી સતલજ, કાવેરી અને નર્મદાનું નિર્માણ કોચી શિપયાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે અને શ્રી મોદીનાં આત્મનિર્ભર ભારતનાં વિઝન પર આધારિત તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યાં છે

આધુનિક સુવિધાઓ અને સલામતીના સાધનોથી સજ્જ, બીઓપીનો આગળનો વિભાગ આપણા જવાનોની સલામતી માટે બુલેટ પ્રૂફ છે, તેમજ પુષ્કળ પ્રમાણમાં ખાદ્ય પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીઓપી એક મહિના સુધી ઇંધણ ફરી ભર્યા વિના ડીજી સેટ સાથે તરતી રહી શકે છે

4. ભારત અને નેપાળ વચ્ચે સરહદ વ્યવસ્થાપન પર 12મું સંયુક્ત કાર્યકારી જૂથ (જેડબલ્યુજી) 15-16 જૂનના રોજ નવી દિલ્હીમાં આયોજિત થયું હતું. (21 જૂન, 2022)

· બંને પક્ષોએ નેપાળનાં પોખરામાં 10-11 ફેબ્રુઆરી, 2015ના રોજ આયોજિત છેલ્લાં જેડબલ્યુજીમાં લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરી હતી.

· તેમણે સરહદ પારની ગુનાહિત પ્રવૃત્તિઓ, સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા, સુરક્ષા સાથે સંબંધિત વિવિધ સંસ્થાઓનું સશક્તીકરણ અને ક્ષમતા નિર્માણ, આતંકવાદીઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા/નિયંત્રિત કરવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ વગેરે સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

5. ભારત સરકારે સરહદ પારના વેપાર અને મુસાફરોની અવરજવરને સરળ બનાવવાના ઉદ્દેશ સાથે દેશની આંતરરાષ્ટ્રીય જમીન સરહદો પર એકીકૃત ચેક પોસ્ટ સ્થાપિત કરી છે. અત્યારે વિવિધ જમીન સરહદો પર 09 ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ કાર્યરત છે. (27 જુલાઈ, 2022)

6. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાજસ્થાનની મુલાકાતના બીજા દિવસે રાજસ્થાનનાં જેસલમેરમાં સરહદી પ્રવાસન વિકાસ કાર્યક્રમ અંતર્ગત શ્રી તનોટ મંદિર સંકુલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ભૂમિપૂજન વિધિ કરી (10 સપ્ટેમ્બર, 2022)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સૌપ્રથમ વખત વિકાસ આપણા સરહદી વિસ્તારોમાં પહોંચી રહ્યો છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા શ્રી તનોટ મંદિર સંકુલ પ્રોજેક્ટ માટે રૂ.17.67 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. પ્રોજેક્ટ ભારત સરકારનાં પ્રવાસન મંત્રાલય દ્વારા બોર્ડર ટૂરિઝમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવી રહ્યો છે

પ્રોજેક્ટથી તનોટ અને જેસલમેરના સરહદી વિસ્તારોનો વિકાસ થશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો વધશે, જેનાથી સ્થળાંતર અટકશે અને વિસ્તારની સુરક્ષા પણ મજબૂત થશે.

7. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે બિહારમાં ભારત-નેપાળ સરહદ પર ફતેહપુર બીઓપીની મુલાકાત લીધી હતી અને પિલર નંબર 151 અને 152નું અવલોકન કર્યું હતું તથા સશસ્ત્ર સીમા દળ (એસએસબી) સાથે સરહદી વિસ્તારની વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા પણ કરી હતી. (24 સપ્ટેમ્બર, 2022)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી માને છે કે રાષ્ટ્રની સુરક્ષા માટે સરહદ પર મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરવામાં તેમનાં જીવનનો શ્રેષ્ઠ ભાગ વિતાવનારા આપણા બહાદુર સુરક્ષા કર્મચારીઓની સુવિધાઓ અને કલ્યાણની કાળજી લેવાની આપણી જવાબદારી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે છેલ્લાં આઠ વર્ષમાં સરહદો પર તૈનાત સુરક્ષા દળોના જવાનો અને તેમના પરિવારજનોને રહેણાંક સુવિધાઓ પૂરી પાડવા માટે સમયમર્યાદામાં અને તબક્કાવાર કામગીરી કરી છે, જેના ભાગરૂપે આજે રૂ. 25 કરોડના ખર્ચે પાંચ ભવનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

વર્ષ 2008-14 સુધી બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ માત્ર 23,700 કરોડ રૂપિયા હતું, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2014-20થી વધારીને 44,600 કરોડ રૂપિયા કરી દીધું છે

8. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુરક્ષા અને સરહદી વ્યવસ્થાપન પર સંયુક્ત કાર્યકારી જૂથ (જેડબલ્યુજી)ની 18મી બેઠક યોજાઈ હતી. (06 ડિસેમ્બર, 2022)

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે 18 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં 'નો મની ફોર ટેરર' સંમેલનની સાથે સાથે બાંગ્લાદેશના ગૃહ મંત્રી શ્રી અસદુઝમાન ખાન સાથે મુલાકાત કરી હતી. બંને પક્ષોએ તે બેઠક દરમિયાન સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષાને લગતા સામાન્ય મુદ્દાઓ પર ઉત્પાદક આદાનપ્રદાન કર્યું હતું.

ગયા મહિને બંને મંત્રીઓ વચ્ચેની બેઠકથી આગળ વધતા આજની બેઠકમાં બંને પક્ષોએ બંને દેશો વચ્ચે ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો તથા સુરક્ષા અને સરહદ સાથે સંબંધિત મુદ્દાઓમાં પારસ્પરિક સહકારને વધારે ગાઢ અને મજબૂત કરવાની કટિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી.

આપત્તિ વ્યવસ્થાપન

1. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (ઇન્સ્ટિટ્યુશનલ કૅટેગરીમાં) અને પ્રોફેસર વિનોદ શર્મા (વ્યક્તિગત કૅટેગરીમાં) વર્ષના સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. (23 જાન્યુઆરી, 2022)

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિએ પાંચ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશને રૂ. 1,682.11 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પુડુચેરીને 2021 દરમિયાન થયેલાં પૂર / ભૂસ્ખલન માટે ભંડોળ મેળવવા માટે. (03 માર્ચ, 2022)

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને આગામી ચોમાસામાં પૂરને પહોંચી વળવા માટેની સંપૂર્ણ સજ્જતાની સમીક્ષા કરી હતી. (02 જૂન, 2022)

ગૃહ મંત્રીએ દેશની પૂર સંબંધિત સમસ્યાઓનું શમન કરવા માટે વિસ્તૃત નીતિ ઘડવા લાંબા ગાળાનાં પગલાંની પણ સમીક્ષા કરી હતી.

એનડીઆરએફને ભારે વરસાદવાળા વિસ્તારોમાં સ્થાનિક, નગરપાલિકા અને રાજ્ય સ્તરે વહેલાસર વરસાદની ચેતવણી આપવા માટે રાજ્યો સાથે સહયોગમાં એસઓપી તૈયાર કરવા સૂચના આપી

'દામિની' એપ્લિકેશનને તમામ સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ, 'દામિની' એપ્લિકેશન ત્રણ કલાક વીજળી પડવાની ચેતવણી આપે છે, જે જીવન અને સંપત્તિનાં નુકસાનને ઘટાડવામાં મદદ કરી શકે છે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિએ બે રાજ્યોને રૂ. 1,043.23 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. રાજસ્થાન અને નાગાલેન્ડને 2021-22 દરમિયાન થયેલા દુષ્કાળ માટે ભંડોળ મળશે. (16 જૂન, 2022)

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (એસડીએમએફ) હેઠળ ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવાને રૂ. 488 કરોડની ફાળવણીને મંજૂરી આપી. (30 સપ્ટેમ્બર, 2022)

ઝોનલ કાઉન્સિલની બેઠકો

1. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં દીવમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 25મી બેઠક યોજાઈ હતી. (11 જૂન, 2022)

· પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ છેલ્લાં 8 વર્ષમાં ઝોનલ કાઉન્સિલ અને તેની સ્થાયી સમિતિઓની બેઠકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.

· છેલ્લાં 8 વર્ષમાં વિવિધ ઝોનલ કાઉન્સિલોની 18 અને તેની સ્થાયી સમિતિઓની 24 બેઠકો મળી છે, જ્યારે અગાઉના 8 વર્ષના સમાન ગાળામાં અનુક્રમે માત્ર 6 અને 8 બેઠકો યોજાઇ હતી.

· 25મી વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલમાં જે 30 વિષયો પર ચર્ચા કરવામાં આવી છે, તેમાંથી 27નો ઉકેલ આવી ગયો છે અને માત્ર ત્રણ વધુ ચર્ચા માટે બાકી રહ્યા છે.

· તે સહકારી સંઘવાદની ભાવનામાં દેશના સર્વાંગી વિકાસ માટે શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકારનો સંકલ્પ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.

2. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં જયપુરમાં નોર્ધન ઝોનલ કાઉન્સિલની 30મી બેઠક યોજાઈ હતી. (09 જુલાઈ, 2022)

વર્ષ 2014માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર બન્યા પછી પ્રધાનમંત્રીનો વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે ઝોનલ કાઉન્સિલની બેઠકો નિયમિત, પરિણામલક્ષી અને વિલંબિત સમસ્યાઓનું સમાધાન શોધવામાં સફળ હોવી જોઈએ

દેશના વિકાસ માટે અને સંઘીય માળખાને મજબૂત કરવા માટે ઉત્તરનાં રાજ્યો વચ્ચે તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સમસ્યાઓનું સમાધાન કરવું અતિ મહત્ત્વપૂર્ણ છે

કાઉન્સિલની ભૂમિકા સલાહકારી હોવા છતાં, મને ખુશી છે કે છેલ્લાં ત્રણ વર્ષના મારા અનુભવોમાં કાઉન્સિલમાં 75 ટકાથી વધારે મુદ્દાઓનું સમાધાન સર્વસંમતિથી થયું છે

એક ખૂબ સારી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આપણે બધાએ તેને ચાલુ રાખવી જોઈએ, આપણે રાષ્ટ્રીય સર્વસંમતિના મુદ્દાઓ પર 100 ટકા પરિણામો પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ

3. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં મધ્ય પ્રદેશના ભોપાલમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 23મી બેઠક યોજાઈ હતી. (22 ઑગસ્ટ, 2022)

· મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ તેમની ભૌગોલિક સ્થિતિ, જીડીપીમાં યોગદાન અને રાષ્ટ્રીય વિકાસ માટે મહત્વપૂર્ણ છે

· સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 17 જાન્યુઆરી, 2022ના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની 14મી બેઠકમાં 54માંથી 36 મુદ્દાઓનું નિરાકરણ આવી ચૂક્યું છે, આજની બેઠકમાં કુલ 18 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી જેમાંથી 15નું નિરાકરણ આવ્યું હતું

· પરિષદની બેઠકોનું પ્રમાણ વધવાની સાથે રાજ્યો વચ્ચે સારી રીતભાતોનું આદાન-પ્રદાન થાય છે, તેનાથી અન્ય રાજ્યોને પ્રેરણા મળે છે એટલું નહીં, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારા અને તંદુરસ્ત સંબંધોનું નિર્માણ થાય છે

4. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કેરળના તિરુવનંતપુરમમાં સધર્ન ઝોનલ કાઉન્સિલની 30મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. (03 સપ્ટેમ્બર, 2022)

· પ્રધાનમંત્રી દક્ષિણ ભારત સાથે ખાસ લગાવ ધરાવે છે, એટલે વર્ષ 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ શ્રી નરેન્દ્ર મોદીએ સાગરમાલા પ્રોજેક્ટ સાથે દરિયાકિનારાનાં રાજ્યોનાં વિકાસ માટે મુખ્ય બંદરોનાં અપગ્રેડેશન માટે વિવિધ યોજનાઓ શરૂ કરી હતી

· 76,000 કરોડ રૂપિયાની કિંમતની 108 પરિયોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 1,32,000 કરોડ રૂપિયાની 98 પરિયોજનાઓનું નિર્માણ ચાલી રહ્યું છે અને તટીય રાજ્યો માટે 'સાગરમાલા' હેઠળ 2 લાખ કરોડ રૂપિયાની યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે

· આપણા 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારામાંથી લગભગ 4,800 કિલોમીટર દક્ષિણ ઝોનલ કાઉન્સિલ સાથે જોડાયેલાં રાજ્યોમાં સ્થિત છે, દેશનાં 12 મુખ્ય બંદરોમાંથી 7 ક્ષેત્રમાં આવેલાં છે

· ભારતનાં માછીમારીનાં 3,461 ગામડાંઓમાંથી 1,763 ગામડાંઓ સધર્ન ઝોનલ કાઉન્સિલ વિસ્તારમાં આવેલાં છે અને દરિયાઈ ઉત્પાદનોનો વેપાર અને નિકાસ વધારવાની પુષ્કળ સંભાવના છે

· ક્યુઆર-સક્ષમ પીવીસી આધાર કાર્ડ્સ 12 લાખથી વધુ માછીમારોને આપવામાં આવ્યા છે, જે માત્ર દરિયાકાંઠાનાં રાજ્યોમાંથી માછીમારોની ઓળખની સુવિધા નહીં આપે, પરંતુ દેશની દરિયાઇ સુરક્ષાને પણ મજબૂત બનાવશે

5. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આસામના ગુવાહાટીમાં પૂર્વોત્તર પરિષદની 70મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી. (09 ઑક્ટોબર, 2022)

· પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારે પૂર્વોત્તરમાં શાંતિ લાવવા, કનેક્ટિવિટી વધારવા અને પ્રદેશના વિકાસને પ્રાથમિકતા આપવા માટે છેલ્લાં 8 વર્ષોમાં ઘણા પ્રયત્નો કર્યા છે

· પૂર્વોત્તરની તમામ સમસ્યાઓનું મૂળ કારણ શોધ્યા પછી, ભારત સરકારે તેનાં નિરાકરણ માટે ઘણા પ્રયત્નો કર્યા છે

· ભારતીય અર્થતંત્રને વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા માટે યોગદાન આપવા માટે પૂર્વોત્તર રાજ્યો દ્વારા નાણાકીય શિસ્ત આવશ્યક છે

6. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં 25મી ઇસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. (17 ડિસેમ્બર, 2022)

· પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકારે પાછલાં વર્ષોમાં પૂર્વીય ક્ષેત્રનાં રાજ્યોમાં માળખાગત સુવિધાના વિકાસની દિશામાં ઘણું કામ કર્યું છે

· પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગતિ શક્તિ યોજનાનાં વિઝનમાં પૂર્વ વિસ્તારનાં રાજ્યોનો મોટો હિસ્સો છે, કારણ કે શ્રી મોદીએ ક્ષેત્રના વિકાસ પર હંમેશા ભાર મૂક્યો છે

· આગામી 25 વર્ષમાં અમૃત કાલ દરમિયાન દેશનો પૂર્વ વિસ્તાર ભારતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે

· કેન્દ્રીય ગૃહ મંત્રીએ મુખ્યમંત્રીઓને જિલ્લા સ્તરે એન્કોર્ડ-એનસીઓઆરડી સિસ્ટમની રચના સુનિશ્ચિત કરવા અને નાર્કોટિક્સ સામેની લડાઈ માટે તેની નિયમિત બેઠકો સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી, આજે દેશમાં ડ્રગ્સ સામેની લડાઈ નિર્ણાયક તબક્કામાં છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મારફતે ડ્રગ્સ સામેનાં અભિયાનને વધુ વેગ આપવાની જરૂર છે

7. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મેઘાલયના શિલોંગમાં પૂર્વોત્તર પરિષદ (એનઈસી)ની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. (18 ડિસેમ્બર, 2022)

એનઈસીની બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં 50 વર્ષ દરમિયાનની કામગીરીની પ્રશંસા કરી હતી અને પૂર્વોત્તરમાં વિકાસનાં વિવિધ પાસાંઓની બ્લુપ્રિન્ટ તૈયાર કરીને એનઈસીને આગામી 25 વર્ષમાં પોતાનાં લક્ષ્યાંકો નિર્ધારિત કરવા સૂચના પણ આપી હતી.

અગાઉ ઉત્તર-પૂર્વને ફાળવવામાં આવેલું ભંડોળ સૌથી તળિયે પહોંચતું હતું, પરંતુ શ્રી મોદી પ્રધાનમંત્રી બન્યા પછી ગામડાંઓ સુધી ભંડોળ પહોંચી રહ્યું છે અને તેનો ઉપયોગ વિકાસ માટે થઈ રહ્યો છે અને એક મોટી ઉપલબ્ધિ છે.

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય સ્તરે માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત મોટી યોજનાઓ હાથ ધરી હતી અને પૂર્વોત્તરની માળખાગત સુવિધાઓને નવું સ્વરૂપ અને પરિમાણ આપ્યું હતું, જેનાં કારણે પૂર્વોત્તરમાં પ્રવાસનની શક્યતાઓ વધી હતી, અનેક લઘુ ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ અને રમતગમત સાથે સંબંધિત સંસ્થાઓ પણ ખુલી રહી છે

આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો / પરિષદો

1. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીનાં સમાપન સત્રને સંબોધન કર્યું હતું. (21 ઑક્ટોબર, 2022)

· આજના યુગના ગુનાઓ રોકવા અને ગુનેગારોને રોકવા માટે, આપણે પરંપરાગત ભૌગોલિક સરહદોથી ઉપર વિચારવું પડશે

· 'સરહદ પારના આતંકવાદ-ક્રોસ બોર્ડર ટેરરીઝમ' સામે લડવા માટે 'સરહદ પારનો સહકાર-એક્રોસ-બોર્ડર કો-ઓપરેશન' ખૂબ મહત્વપૂર્ણ છે

· બધા દેશોએ 'આતંકવાદ' અને 'આતંકવાદી' ની વ્યાખ્યા પર સહમત થવું પડશે અને આતંકવાદ સામે સાથે મળીને લડવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ, 'સારો આતંકવાદ, ખરાબ આતંકવાદ' અને 'આતંકવાદી હુમલો - નાનો કે મોટો' જેવાં વર્ણનો બંને એક સાથે જઈ શકતા નથી

· ઇન્ટરપોલે કાઉન્ટર-ટેરરિઝમ એજન્સીઓ અને સભ્ય દેશોની એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓ વચ્ચે 'રિયલ-ટાઇમ ઇન્ફર્મેશન એક્ષચેન્જ લાઇન' સ્થાપિત કરવા માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવાની પહેલ કરવી જોઈએ

· ભારત એક સમર્પિત કેન્દ્ર અથવા સંમેલનની સ્થાપના કરવા અને સમગ્ર વિશ્વમાં આતંકવાદ વિરોધી અને નાર્કોટિક્સ વિરોધી એજન્સીઓ માટે સમર્પિત સંચાર નેટવર્ક શરૂ કરવા માટે ઇન્ટરપોલ સાથે સહયોગ કરવા પ્રતિબદ્ધ છે

2. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ત્રીજી 'આતંકવાદ માટે નાણાં નહીં' મંત્રીસ્તરીય પરિષદનાં 'ગ્લોબલ ટ્રેન્ડ્સ ઇન ટેરર ફાઇનાન્સિંગ એન્ડ ટેરરિઝમ' વિષય પર પ્રથમ સત્રની અધ્યક્ષતા કરી હતી. (18 નવેમ્બર, 2022)

· આતંકવાદ નિ:શંકપણે વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરો છે, પરંતુ આતંકવાદને ભંડોળ પૂરું પાડવું પોતે આતંકવાદ કરતા વધુ જોખમી છે, કારણ કે આતંકવાદનાં 'માધ્યમો અને પદ્ધતિઓ' આવાં ભંડોળમાંથી પોષાય છે

· "ડાયનામાઇટથી મેટાવર્સ" અને "એકે-47થી વર્ચ્યુઅલ એસેટ્સ"માં આતંકવાદનું રૂપાંતર વિશ્વના દેશો માટે ચોક્કસપણે ચિંતાનો વિષય છે; તેની સામે એક સમાન વ્યૂહરચના ઘડવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે

· આપણે જોયું છે કે કેટલાક દેશો આતંકવાદીઓને રક્ષણ આપે છે અને આશ્રય આપે છે; આતંકવાદીનું રક્ષણ કરવું આતંકવાદને ઉત્તેજન આપવા બરાબર છે

· આપણે આતંકવાદીઓનાં સલામત આશ્રયસ્થાનો અથવા તેમનાં સંસાધનોની ક્યારેય અવગણના કરવી જોઈએ; આપણે જેઓ તેમને પ્રાયોજિત કરે છે અને ટેકો આપે છે તેમની બેવડી વાતો પણ ઉજાગર કરવી પડશે

· ડાર્ક નેટનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા કટ્ટરપંથી સામગ્રી ફેલાવવા અને તેમની ઓળખ છુપાવવા માટે કરવામાં આવી રહ્યો છે; ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ એસેટ્સના ઉપયોગમાં વધારો થયો છે, આપણે ડાર્ક નેટ પ્રવૃત્તિઓની પેટર્નને સમજવાની અને તેના ઉકેલો શોધવાની જરૂર છે

· "આતંક માટે નાણાં નહીં"નાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, વૈશ્વિક સમુદાયે ટેરર ફાઇનાન્સિંગના "મોડ મીડિયમ મૅથડ"ને સમજવી જોઈએ અને તેમના પર કડક કાર્યવાહી કરવા માટે 'એક મન, એક અભિગમ' ના સિદ્ધાંતને અપનાવવો જોઈએ

3. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ત્રીજી "આતંક માટે નાણાં નહીં" સંમેલન (આતંકવાદ વિરોધી ધિરાણ)નાં સમાપન સત્રને સંબોધન કર્યું હતું. (19 નવેમ્બર, 2022)

· દરેક દેશે યુવાનોને કટ્ટરપંથીકરણ તરફ ધકેલતાં સંગઠનોની ઓળખ કરવી પડશે અને તેમની સામે કાર્યવાહી કરવી પડશે અને તેમની સામે કડક પગલાં લેવાં પડશે

· "ટ્રેસ, ટાર્ગેટ અને ટર્મિનેટ"ની વ્યૂહરચના નિમ્ન-સ્તરના આર્થિક ગુનાઓથી વધુ સંગઠિત આર્થિક ગુનાઓ સુધી અપનાવવામાં આવશે

· કેટલાક દેશો, તેમની સરકારો અને એજન્સીઓએ 'આતંકવાદ'ને તેમની રાજ્ય નીતિ બનાવી છે. આતંકી આશ્રયસ્થાનોમાં, કડક આર્થિક કાર્યવાહીની સાથે તેમની અનિયંત્રિત પ્રવૃત્તિઓને બાંધી દેવી જરૂરી છે અને વિશ્વના તમામ દેશોએ તેમના ભૌગોલિક-રાજકીય હિતોથી ઉપર ઉઠીને અંગે પોતાનું મન બનાવવું પડશે

· આપણે આતંકવાદ અને આતંકવાદી જૂથો સામે, દરેક ભૌગોલિક અવકાશમાં, દરેક વર્ચ્યુઅલ સ્પેસમાં યુદ્ધ લડવાનું છે.

સત્તાવાર ભાષા

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં સંસદીય સત્તાવાર ભાષા સમિતિની 37મી બેઠક યોજાઈ હતી. (07 એપ્રિલ, 2022)

કેન્દ્રીય ગૃહ મંત્રીએ સર્વાનુમતે સમિતિના અહેવાલનો 11મો ખંડ ભારતના રાષ્ટ્રપતિને મોકલવાની મંજૂરી આપી

વર્તમાન સત્તાવાર ભાષા સમિતિ જે ઝડપે કામ કરી રહી છે, તે અગાઉ ભાગ્યે જોવા મળી છે અને સમિતિના એક કાર્યકાળમાં ભારતના રાષ્ટ્રપતિને ત્રણ અહેવાલો મોકલવા તમામની સંયુક્ત સિદ્ધિ છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના સુરતમાં હિન્દી દિવસ - 2022ની ઉજવણી અને બીજી અખિલ ભારતીય સત્તાવાર ભાષા પરિષદને સંબોધન કર્યું હતું. (14 સપ્ટેમ્બર 2022)

જ્યાં સુધી આપણે એવો સંકલ્પ કરીએ કે આપણું શાસન, વહીવટ, જ્ઞાન અને સંશોધન આપણી ભાષાઓ અને સત્તાવાર ભાષામાં હાથ ધરવામાં આવશે, ત્યાં સુધી આપણે રાષ્ટ્રની ક્ષમતાઓનો ઉપયોગ નહીં કરી શકીએ

હિંદીની સાથે સાથે, બધી સ્થાનિક ભાષાઓ સમૃદ્ધ થશે અને સ્થાનિક ભાષાઓની સમૃદ્ધિ સાથે હિન્દી પણ સમૃદ્ધ થશે

આપણી સંસ્કૃતિ, ઇતિહાસ અને ઘણી પેઢીઓનાં સાહિત્યિક સર્જનોની ભાવનાને સમજવા માટે સત્તાવાર ભાષા શીખવી ખૂબ મહત્ત્વપૂર્ણ છે

 ભાષા માત્ર વિચારોની અભિવ્યક્તિ છે, ભાષા વ્યક્તિની ક્ષમતાનો સંકેત હોઈ શકે, યુવાનોએ વિદેશી શાસન દ્વારા આપણી પોતાની ભાષાઓ વિશે જે લઘુતાગ્રંથિનું સર્જન થયું છે તેને દૂર કરીને તેમની પોતાની ભાષા અને સત્તાવાર ભાષાનો સ્વીકાર કરીને પોતાની જાતને સમૃદ્ધ બનાવવામાં યોગદાન આપવું જોઇએ

જો આપણે ભાષાઓનાં સહઅસ્તિત્વનો સ્વીકાર કરીએ, તો આપણે એવું સાબિત કરી શકીએ કે આપણે આપણા રાષ્ટ્રને આપણી ભાષાઓમાં ચલાવવા માટે સક્ષમ છીએ, દરેક ભાષા અને બોલીને જીવંત રાખવી અને તેને સમૃદ્ધ બનાવવી આપણો ધ્યેય હોવો જોઈએ.

અન્ય મહત્વની ઘટનાઓ

a. ભારત સરકારે 26 ડિસેમ્બરને "વીર બાલ દિવસ" તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. (09 જાન્યુઆરી, 2022)

b. સુશ્રી લતા મંગેશકરનાં નિધન પર આદરનાં પ્રતીક રૂપે ફેબ્રુઆરીથી બે દિવસનો રાજ્ય શોક. (06 ફેબ્રુઆરી, 2022)

c. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં ગાંધીનગરમાં રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટી દેશને અર્પણ કરી હતી અને પ્રથમ પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. (12 માર્ચ, 2022)

d. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વને ઉજવવા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. (20 એપ્રિલ, 2022)

e. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રિડ (નેટગ્રિડ) બેંગલુરુ કૅમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. (03 મે, 2022)

f. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતનાં અમદાવાદમાં રૂ.632 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ઑલિમ્પિક કક્ષાનાં રમત સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. (29 મે, 2022)

g. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે હરિયાણાના પંચકુલામાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ - 2021નું ઉદ્ઘાટન કર્યું હતું. (04 જૂન, 2022)

h. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કર્યું હતું. (07મી જૂન, 2022)

i. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન પર આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને વહીવટકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. (17 જુલાઈ, 2022)

j. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલાં 'હર ઘર તિરંગા' અભિયાનમાં તેમનાં ઘરેથી તિરંગો ફરકાવીને જોડાવા હાકલ કરી છે. (22 જુલાઈ, 2022)

k. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેલંગાણામાં 75મા હૈદરાબાદ લિબરેશન ડે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. (17 સપ્ટેમ્બર, 2022)

l. ગૃહ મંત્રાલયે પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ) અને તેના સહયોગીઓને 'ગેરકાનૂની સંગઠન' તરીકે જાહેર કર્યા છે. (28 સપ્ટેમ્બર, 2022)

m. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મધ્ય પ્રદેશમાં ભોપાલમાં દેશમાં સૌ પ્રથમ વખત હિન્દીમાં એમબીબીએસ અભ્યાસક્રમનો શુભારંભ કરાવ્યો હતો. (16 ઑક્ટોબર, 2022)

આજે દેશનાં શિક્ષણ ક્ષેત્રનું નવજાગૃતિકરણ અને પુનર્નિર્માણનો દિવસ છે.

આજથી વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં ટેકનિકલ અને તબીબી શિક્ષણ તો મળશે , પણ સાથે સાથે તેઓ પોતાની ભાષામાં પણ સંશોધન કરી શકશે

21મી સદીમાં કેટલાક દળોએ બ્રેઇન ડ્રેઇન થિયરી અપનાવી હતી અને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી થિયરીને બ્રેઇન ગેઇન થિયરીમાં બદલી રહ્યા છે

શ્રી મોદીની નવી શિક્ષણ નીતિ મારફતે આપણી ભાષાઓનું ગૌરવ પુનઃસ્થાપિત કરીને અને દેશમાં ટેકનિકલ, તબીબી અને કાયદાકીય અભ્યાસ માટે પગલાં લઈને ક્ષમતાની સંભવિતતામાં ક્રાંતિ આવશે

n. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ સાથે બંને રાજ્યો વચ્ચે સરહદ વિવાદ અંગે બેઠક યોજી હતી. (14 ડિસેમ્બર, 2022)

o. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વારાણસીમાં કાશી-તમિલ સંગમમ્ કાર્યક્રમનાં સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. (16 ડિસેમ્બર, 2022)

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1888462) Visitor Counter : 339