સંસદીય બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

સંસદે એપ્રિલથી નવેમ્બર 2022 દરમિયાન 16 ખરડા પસાર કર્યા: વર્ષાન્તની સમીક્ષા - 2022


નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (એનઇવીએ) : 19 રાજ્યોની 21 વિધાનસભાઓએ સંસદીય બાબતોનાં મંત્રાલય સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

15 રાજ્યોની 17 વિધાનસભાઓએ જરૂરી ભંડોળ આપવાની સાથે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતીઃ નેવા (નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન) મારફતે 8 વિધાનસભાઓને ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરવામાં આવી છે

સંસદમાં અપાયેલી ખાતરીઓનું ઓએએમએસ મારફતે ઓનલાઇન મોનિટરિંગ

પરામર્શ સમિતિઓએ નવેમ્બર, 2022 સુધી 60 બેઠકો યોજી

વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યુવા સંસદ સ્પર્ધાનું આયોજન કર્યું

સંસદીય બાબતોનાં મંત્રાલય દ્વારા સફળ વિશેષ અભિયાન 2.0

26મી નવેમ્બર, 2022ના રોજ બંધારણ દિવસની ઉજવણી કરી: મંત્રાલયે બે વેબ-પોર્ટલને સુધાર્યાં; 22 સત્તાવાર ભાષાઓ અને અંગ્રેજીમાં બંધારણની પ્રસ્તાવનાનું પ્રથમ ઓનલાઇન વાંચન અને ભારતીય બંધારણ પર બીજી ઓનલાઇન ક્વિઝનું આયોજન કર્યું

Posted On: 31 DEC 2022 10:55AM by PIB Ahmedabad

સંસદીય બાબતોનું મંત્રાલય સંસદમાં સરકારી કામકાજના સંદર્ભમાં સંસદનાં બે ગૃહો અને સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે. મે, 1949માં એક વિભાગ તરીકે રચવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં જ તે વધુ જવાબદારીઓ અને કાર્યોની ફાળવણી સાથે સંપૂર્ણ મંત્રાલય બની ગયું હતું. આ મંત્રાલય નાગરિકોની એક સંસ્થાને વિસ્તૃત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા આતુર છે, જેમાં સંસદ અને તેના સભ્યો તેમજ મંત્રાલયો/વિભાગો તથા ભારત સરકાર અને રાજ્ય સરકારોની અન્ય સંસ્થાઓ સામેલ છે. ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલથી નવેમ્બર, 2022 સુધી) દરમિયાન સંસદીય બાબતોનાં મંત્રાલયની કામગીરીની એક ઝલક નીચે મુજબ છેઃ 

કાયદા ઘડવાને લગતું કામકાજ:

સત્તરમી લોકસભાનાં સાતમા સત્ર અને રાજ્યસભાનાં 255મા સત્ર (શિયાળુ સત્ર,2021)નાં સમાપન સમયે કુલ 33 વિધેયકો (લોકસભામાં 9 વિધેયકો અને રાજ્યસભામાં 24 વિધેયક) પડતર હતાં. આ સમયગાળા દરમિયાન 19 વિધેયકો (લોકસભામાં 18 અને રાજ્યસભામાં 1) રજૂ કરવામાં આવ્યાં હતાં, જે સાથે કુલ 52 વિધેયકો થયાં. આમાંથી 16 વિધેયકો બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યાં હતાં. 1 વિધેયક, (લોકસભામાં) પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. સત્તરમી લોકસભાનાં નવમા સત્ર અને રાજ્યસભાનાં 257મા સત્ર (ચોમાસુ સત્ર, 2022)નાં સમાપન વખતે સંસદનાં બંને ગૃહોમાં કુલ 35 વિધેયકો (લોકસભામાં 7 વિધેયકો અને રાજ્યસભામાં 28 વિધેયક) પડતર હતાં. આ સમયગાળા દરમિયાન યોજાયેલાં સત્રોની વિગતો નીચે મુજબ છેઃ

બજેટ સત્ર 2022:

સંસદનું બજેટ સત્ર, 2022 સોમવાર 31 જાન્યુઆરી, 2022થી ગુરુવાર 7 એપ્રિલ 2022 સુધી યોજાયું હતું. આ વચ્ચે, બંને ગૃહોને સોમવાર, 14 માર્ચ 2022ના રોજ ફરી મળે ત્યાં સુધી શુક્રવાર, 11 ફેબ્રુઆરી, 2022ના રોજ વિશ્રાંતિ માટે મુલતવી રાખવામાં આવ્યાં હતાં, જેથી વિભાગ સંબંધિત સ્થાયી સમિતિ વિવિધ મંત્રાલયો / વિભાગોને લગતી અનુદાનની માગણીઓની તપાસ અને અહેવાલ આપી શકે.

બજેટ સત્રના પહેલા ભાગમાં લોકસભા અને રાજ્યસભાની કુલ ૧૦ બેઠકો મળી હતી. સત્રના બીજા ભાગમાં લોકસભા અને રાજ્યસભાની 17 બેઠકો થઈ હતી. સમગ્ર બજેટ સત્ર, 2022 દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં કુલ 27 બેઠકો થઈ હતી. આ સત્ર દરમિયાન કુલ 13 વિધેયકો (લોકસભામાં 12 અને રાજ્યસભામાં 01) રજૂ કરવામાં આવ્યાં હતાં. લોકસભા દ્વારા ૧૩ ખરડા પસાર કરવામાં આવ્યા હતા અને રાજ્યસભા દ્વારા ૧૧ ખરડા પસાર કરવામાં આવ્યા હતા. સંસદનાં બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા ખરડાની કુલ સંખ્યા ૧૧ હતી.

નાણાકીય કામકાજ:

2022-23નું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરી, 2022 મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બંને ગૃહોમાં કેન્દ્રીય બજેટ પર સામાન્ય ચર્ચાઓ કરવામાં આવી હતી. લોકસભામાં 2022-23 માટે ગ્રાન્ટની માગણીઓ, વર્ષ 2021-22 માટે પૂરક અનુદાનની માગણીઓ અને 2018-19 માટે વધારાની ગ્રાન્ટની માગણીઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને મતદાન કરવામાં આવ્યું હતું.

લોકસભા દ્વારા વર્ષ 2021-22 માટે જમ્મુ અને કાશ્મીર રાજ્યના સંદર્ભમાં અનુદાનની પૂરક માગ, વર્ષ 2022-23 માટે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના સંદર્ભમાં અનુદાનની માગણીઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને મતદાન કરવામાં આવ્યું હતું.

રાજ્યસભાએ પણ સંબંધિત તમામ વિનિયોગ બિલ્સ પરત કરી દીધા હતા અને સંપૂર્ણ નાણાકીય કામકાજ 31 માર્ચ, 2022 પહેલા પૂર્ણ થઈ ગયું હતું.

સંસદનું ચોમાસું સત્ર 2022:

સંસદનું ચોમાસું સત્ર 2022 18 જુલાઈ, 2022ના સોમવારથી 8 ઑગસ્ટ, 2022ના સોમવાર સુધી યોજાયું હતું. આ સત્રમાં ૨૨ દિવસના ગાળામાં 16 બેઠકોની જોગવાઈ કરવામાં આવી હતી.

આ સત્ર દરમિયાન, 6 ખરડા (લોકસભામાં 6) રજૂ કરવામાં આવ્યા હતા. લોકસભા દ્વારા ૭ ખરડા પસાર કરવામાં આવ્યા હતા અને રાજ્યસભા દ્વારા ૫ ખરડા પસાર કરવામાં આવ્યા હતા. સંસદનાં બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા ખરડાઓની કુલ સંખ્યા ૫ હતી. લોકસભામાં એક વિધેયક પાછું ખેંચાયું હતું.

નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (નેવા) મારફતે વિધાનસભાઓનું ડિજિટાઇઝેશન:

નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (નેવા) એ સંસદનાં 2 ગૃહો સહિત દેશભરની તમામ 39 ધારાસભાઓ (લોકસભા + રાજ્યસભા + 31 વિધાનસભાઓ + 6 પરિષદો) ને એક જ મંચ પર લાવવા માટે એન્ડ-ટુ-એન્ડ ક્લાઉડ આધારિત ડિજિટલ સોલ્યુશન છે. તેને 'વન નેશન- વન એપ્લિકેશન'ની થીમ પર તૈયાર કરવામાં આવી છે. સંસદીય બાબતોનાં મંત્રાલય (એમઓપીએ)ને દેશભરની તમામ ધારાસભાઓમાં નેવા લાગુ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

નેવા એપ્લિકેશન વિવિધ હિતધારકો જેવા કે સભ્યો, મંત્રીઓ, ગૃહ સચિવાલયના કર્મચારીઓ, સરકારી વિભાગના કર્મચારીઓ અને મોટા પાયે નાગરિકોને સેવા પૂરી પાડવા માટે વિકસાવવામાં આવી છે. સભ્ય કેન્દ્રિત એપ્લિકેશન તરીકે વિકસાવવામાં આવેલી આ એપ્લિકેશન ગૃહના વિવિધ કામકાજને તેમના હાથમાં રહેલાં ઉપકરણો/ટેબ્લેટ્સમાં તેમને જોઇતી જરૂરી સંપૂર્ણ માહિતી મૂકીને સ્માર્ટ રીતે સંચાલિત કરવા સક્ષમ બનાવે છે. તે મંત્રીઓને પ્રશ્ન જવાબો, ખરડાઓ, રજૂ થયેલા અન્ય કાગળો વગેરે જેવી ગૃહની તમામ માહિતી સુધી પહોંચવામાં પણ મદદ કરે છે. તે ધારાસભાઓ/વિભાગની તમામ શાખાઓને તેનું કાર્યક્ષમ રીતે સંચાલન કરવા અને એક કાર્યક્ષમ સર્વસમાવેશક ડેટાબેઝ તૈયાર કરવા માટે સજ્જ કરે છે, જેથી લાઇવ વેબકાસ્ટિંગ માટેની સુવિધાઓ સાથે આપણી ધારાસભાઓ જે રીતે કામ કરે છે તેમાં ધરમૂળથી ફેરફાર થાય છે. તદુપરાંત, નેવા (NeVA)નો ઉદ્દેશ નાગરિકોને વિધેયકો, પ્રશ્નો અને જવાબો, ગૃહોમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની સરળ રીતે સુલભતા આપીને લોકશાહીને આપણા નાગરિકોની વધુ નજીક લાવવાનો છે એટલું જ નહીં, પરંતુ નાગરિકોને લોકશાહી સાથે અર્થપૂર્ણ જોડાણ માટેની તક પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો છે, જે ઇ-મતવિસ્તાર મેનેજમેન્ટ મોડ્યુલ અને ફરિયાદ મોડ્યુલ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

આ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મને કાર્યરત કરવાથી કાગળો પર મોટી બચત થશે (આશરે 340 કરોડ વાર્ષિક ધોરણે), જેથી કાર્બન ફૂટપ્રિન્ટ્સમાં ઘટાડો થશે અને યુએનના એસડીજી (15) – 'લાઇફ ઓન અર્થ' ની સિદ્ધિમાં એક પગલું આગળ વધશે.

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પણ વર્તમાન પરિસ્થિતિમાં ડિજિટલ ધારાસભાઓનો લાભ લેવા નેવા (NeVA) અપનાવીને દેશના તમામ ધારાગૃહોનાં ડિજિટલાઇઝેશન માટે પ્રિસાઇડિંગ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

સંસદીય બાબતોનાં મંત્રાલયે તાજેતરમાં સભ્યો અને નાગરિકોના સમાન લાભ માટે સંબંધિત ગૃહના વારસાગત ડેટાનાં સંચાલન માટે નવું મોડ્યુલ 'ડિજિટલ આર્કાઇવ' વિકસાવ્યું છે. રિપોર્ટરનું મોડ્યુલ પણ નવેસરથી તૈયાર કરવામાં આવ્યું છે. ડિજિટલ હાઉસ મોડ્યુલ, પ્રશ્ન પ્રોસેસિંગ મોડ્યુલ, કમિટી મોડ્યુલ, મેમ્બર મોડ્યુલ, માસ્ટર કન્ટેન્ટ મેનેજમેન્ટ મોડ્યુલ, યુઝર મેનેજમેન્ટ મોડ્યુલ વગેરેને પણ વિવિધ ધારાસભાઓની જરૂરિયાતો અનુસાર અપગ્રેડ કરવામાં આવ્યાં છે. નેવા વેબસાઇટને વિવિધ નવી સુવિધાઓ અને નવીનતમ ડિઝાઇન સાથે પણ અપડેટ કરવામાં આવી છે.

જ્યાં સુધી નેવાનાં અમલીકરણની વર્તમાન સ્થિતિનો સવાલ છે, ત્યાં સુધી પંજાબ, ઓડિશા, બિહાર (બંને ગૃહો), મેઘાલય, મિઝોરમ, મણિપુર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પુડુચેરી, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, સિક્કિમ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, {બંને ગૃહો} ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર જેવાં કુલ 21 ધારાગૃહોએ (19 રાજ્યો) સંસદીય બાબતોનાં મંત્રાલય સાથે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે, જેમાંથી 17 વિધાનસભાઓ (15 રાજ્યો) એટલે કે પંજાબ, ઓડિશા, બિહાર (બંને ગૃહો) નાગાલેન્ડ, મણિપુર, સિક્કિમ, તમિલનાડુ, મેઘાલય, હરિયાણા, ત્રિપુરા ઉત્તર પ્રદેશ (બંને ગૃહો), મિઝોરમ, ગુજરાત, ઝારખંડ, પુડુચેરીને જરૂરી ભંડોળની ફાળવણી સાથે આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. અત્યારે બિહાર કાઉન્સિલ, નાગાલેન્ડ વિધાનસભા, ઉત્તર પ્રદેશ વિધાનસભા, હરિયાણા વિધાનસભા, મિઝોરમ વિધાનસભા, મેઘાલય વિધાનસભા, ઉત્તર પ્રદેશ કાઉન્સિલ અને તમિલનાડુ એમ 8 વિધાનસભાઓને નેવા મારફતે ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. અન્ય ગૃહો પણ ટૂંક સમયમાં પેપરલેસ થવાના માર્ગ પર છે.

યુવા સંસદ કાર્યક્રમ

યુવા સંસદ કાર્યક્રમ લોકશાહીનાં મૂળિયાં મજબૂત કરવાં, શિસ્તની તંદુરસ્ત ટેવો વિકસાવવા, ભિન્ન ભિન્ન વિચારો પ્રત્યે સહિષ્ણુતા વિકસાવવા અને વિદ્યાર્થી સમુદાયને સંસદની કામગીરી અને કામકાજથી પરિચિત કરાવવાના ઉદ્દેશ સાથે ચલાવવામાં આવે છે. યુવા સંસદ કાર્યક્રમનું આયોજન 2 રીતે કરવામાં આવ્યું છેઃ-

    1. યુવા સંસદ સ્પર્ધા (વાયપીસી):

   આ વર્ષે નીચેની વાયપીસીનું આયોજન કરવામાં આવ્યું હતું: -

  1. યુનિવર્સિટીઓ/કૉલેજો માટે 16મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા (એનવાયપીસી), 2019-20ની જૂથ સ્તરની સ્પર્ધા, જેમાં 35 સંસ્થાઓએ ભાગ લીધો હતો
  2. કેન્દ્રીય વિદ્યાલયો માટે 33મી એનવાયપીસી, 2022-23, જેમાં 150 સંસ્થાઓએ ભાગ લીધો હતો
  3. જવાહર નવોદય વિદ્યાલયો માટે 24મી એનવાયપીસી, 2022-23ની પ્રાદેશિક સ્તરની સ્પર્ધા, જેમાં 80 સંસ્થાઓએ ભાગ લીધો હતો
  4. શિક્ષણ નિયામક, એનસીટી દિલ્હી સરકાર અને એનડીએમસી હેઠળની શાળાઓ માટે 55મી વાયપીસી, જેમાં 39 સંસ્થાઓએ ભાગ લીધો હતો

2) રાષ્ટ્રીય યુવા સંસદ યોજના (એનવાયપીએસ)નું વેબ પોર્ટલ:

એનવાયપીએસનું વેબ પોર્ટલ 26 નવેમ્બર, 2019ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ દેશના દરેક ખૂણે-ખૂણે યુવા સંસદ કાર્યક્રમનો વ્યાપ વધારવાનો છે. એનવાયપીએસની પ્રથમ આવૃત્તિનું રજિસ્ટ્રેશન 31 જુલાઈ, 2022ના રોજ બંધ કરવામાં આવ્યું હતું. પોર્ટલ પર ૮૩૧૭ નોંધણીઓ અને ૩૭૩ ઇવેન્ટ પૂર્ણ થયાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. એનવાયપીએસની બીજી આવૃત્તિ માટેનું રજિસ્ટ્રેશન 1 ઑગસ્ટ, 2022ના રોજ ખોલવામાં આવ્યું હતું. 30 નવેમ્બર 2022 સુધીમાં, 1702 સફળ નોંધણીઓ અને 367 ઇવેન્ટ પૂર્ણ થયાના અહેવાલો પોર્ટલ પર પ્રાપ્ત થયા છે. બીજી આવૃત્તિ માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2022 છે.

પરામર્શ સમિતિઓઃ

આ મંત્રાલય, સંસદ સભ્યોની પરામર્શ-સલાહકાર સમિતિઓની રચના કરે છે અને સત્ર અને આંતર સત્રના સમયગાળા દરમિયાન તેમની બેઠકો યોજવાની વ્યવસ્થા કરે છે. 17મી લોકસભાની રચના થયા પછી વિવિધ મંત્રાલયો/વિભાગો માટે 37 પરામર્શ સમિતિઓની રચના કરવામાં આવી હતી. શ્રમ અને સશક્તીકરણ મંત્રાલયના સંબંધમાં 38મી પરામર્શ સમિતિની રચના 28 જુલાઈ, 2020ના રોજ કરવામાં આવી હતી. વર્ષ 2022 દરમિયાન નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી: -

  • કાયદા અને ન્યાય મંત્રાલય માટે એક પરામર્શ સમિતિ (39મી)ની રચના 20 એપ્રિલ, 2022ના રોજ કરવામાં આવી હતી.
  • નવેમ્બર, 2022 સુધી પરામર્શ સમિતિઓની 60 બેઠકો યોજાઈ હતી.
  • ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી વિવિધ સમિતિઓ/પરિષદો/બૉર્ડ્સ વગેરેમાં 73 સાંસદોની (લોકસભા અને રાજ્યસભા) નિયુક્તિ કરવામાં આવી હતી.
  • વિવિધ પરામર્શ સમિતિઓમાંથી 69 સાંસદોનાં સભ્યપદને તેમનાં રાજીનામાં/નિવૃત્તિ/નિધન વગેરેને કારણે રદ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

મંત્રાલયે પેન્ડિંગ બાબતોના નિકાલ માટે અને કચેરીઓમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે વિશેષ અભિયાન 2.0 હાથ ધર્યું હતું:

સંસદીય બાબતોનાં મંત્રાલયે 2 ઑક્ટોબરથી 31 ઑક્ટોબર, 2022 સુધી પેન્ડિંગ બાબતોના નિકાલ (એસસીપીડીએમ) પર વિશેષ અભિયાન 2.0 શરૂ કર્યું હતું, જેમાં જાહેર ફરિયાદોના નિકાલ, સંસદ સભ્યોના સંદર્ભો, સંસદની ખાતરીઓ, સ્વચ્છતા અભિયાન, ભંગારનો નિકાલ અને નકામી ફાઇલો /રેકોર્ડ મેનેજમેન્ટ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ અભિયાન દરમિયાન સંસદીય બાબતોનાં મંત્રાલયે નીચે મુજબની બાબતો હાંસલ કરી છેઃ

  1. ૩૭૩ ભૌતિક ફાઇલોની સમીક્ષાનું લક્ષ્ય પ્રાપ્ત થયું હતું.
  2. 461 ઇ-ફાઇલ્સ સમીક્ષાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો.
  3. વિશેષ ઝુંબેશ ૨.૦ દરમિયાન ૨૨૬ નકામી ફાઇલો કાઢી નાખવામાં આવી હતી.
  4. ભંગાર વેચીને રૂ. 1,23,810/-ની આવક ઊભી કરવામાં આવી હતી.

સંસદીય બાબતોનું મંત્રાલય જાહેર ફરિયાદો અને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ના સંદર્ભો સાથે પ્રાથમિકતાના ધોરણે કાર્ય કરે છે અને ત્વરિત અને તાત્કાલિક પગલાં લેવાને કારણે પેન્ડન્સી અભિયાન દરમિયાન શૂન્ય હતી.

ડિજિટલ ઇનિશિયેટિવ નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (નેવા) અને ઓનલાઇન એશ્યોરન્સ મોનિટરિંગ સિસ્ટમ (ઓએએમએસ) વિશેષ અભિયાન 2.0 દરમિયાન શ્રેષ્ઠ પદ્ધતિઓ જળવાઇ રહી હતી.

26 નવેમ્બર, 2022ના રોજ બંધારણ દિવસ, 2022ની ઉજવણી:

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સંસદીય બાબતોનાં મંત્રાલયે ભારતનાં બંધારણના સ્વીકારની સ્મૃતિમાં અને બંધારણના સ્થાપક જનકોનાં યોગદાનને માન આપવા અને સ્વીકારવા માટે 26 નવેમ્બર, 2022ના રોજ બંધારણ દિવસ, 2022ની ઉજવણી કરી હતી. આ ઉજવણીને દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે તા.26-11-2022ના રોજ સવારે 11:00 કલાકે બંધારણની પ્રસ્તાવનાનાં સામૂહિક વાંચન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

26 નવેમ્બર, 2022ના રોજ બંધારણ દિવસની ઉજવણીની શરૂઆત સવારે 11 વાગ્યે તમામ કર્મચારીઓ દ્વારા બંધારણની પ્રસ્તાવના વાંચીને કરવામાં આવી હતી. મંત્રાલયે તેના બે વેબ પોર્ટલને પણ સુધાર્યાં છે અને અપડેટ કર્યાં છે, જેમાં પ્રથમ 22 સત્તાવાર ભાષાઓ અને અંગ્રેજી (https:// readpreamble.nic.in/)માં બંધારણની પ્રસ્તાવનાનું ઓનલાઇન વાંચન અને બીજું ભારતીય બંધારણ પર ઓનલાઇન ક્વિઝ (https:// constitutionquiz.nic.in/) છે, જેની શરૂઆત સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ 25 નવેમ્બર, 2022ના રોજ કરી હતી. આ વર્ષે આ બંને પોર્ટલ પર વિશ્વભરના ૧૩ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો, જ્યારે ગયાં વર્ષે ૬.૪૫ લાખ લોકોએ ભાગ લીધો હતો.

સંસદનાં ગૃહોને અપાયેલી ખાતરીઓ પર ઓનલાઇન મોનિટરિંગઃ

સંસદીય બાબતોનાં મંત્રાલયે 9 ઑક્ટોબર, 2018ના રોજ સોફ્ટવેર એપ્લિકેશન ઓએએમએસ (ઓનલાઇન એસ્યોરન્સ મોનિટરિંગ સિસ્ટમ)ની શરૂઆત કરી હતી.

આ સિસ્ટમ દ્વારા મંત્રાલયને મોટા પ્રમાણમાં અમલીકરણ અહેવાલો મળી રહ્યા છે. વિલંબિત આશ્વાસનોનો ઝડપી નિકાલ કરવા માટે સમયાંતરે તમામ મંત્રાલયો/વિભાગોને મંત્રી, સચિવ, અધિક સચિવનાં સ્તરે રિમાઇન્ડર્સ આપવામાં આવે છે. વધુમાં, બાકી રહેલાં આશ્વાસનોનો ઝડપથી નિકાલ કરવા માટે આ સંબંધમાં વિવિધ મંત્રાલયો/વિભાગોના મૌખિક પુરાવા સરકારી ખાતરીઓ પરની સમિતિ દ્વારા લેવામાં આવે છે. વર્ષ ૨૦૨૧માં રાજ્યસભાની ખાતરીઓની પેન્ડન્સી ૭૭૪ હતી અને વર્ષ ૨૦૨૨માં તે ૬૨૪ છે. જ્યારે લોકસભામાં વર્ષ 2021માં 1613 અને વર્ષ 2022માં આ આંકડો 1028 છે.

જેમ કે, પેન્ડન્સીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે દર્શાવે છે કે મૂકવામાં આવેલી મોનિટરિંગ સિસ્ટમ અસરકારક છે. વર્ષ 2022માં, લોકસભામાં કુલ 799 અમલીકરણ અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા (આજની તારીખમાં બાકી રહેલા આશ્વાસનોની કુલ સંખ્યા 760 છે). વર્ષ 2022માં, રાજ્યસભામાં કુલ 317 અમલીકરણ અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા (આજની તારીખમાં બાકી રહેલા આશ્વાસનોની કુલ સંખ્યા 520 છે)

YP/GP/JD


(Release ID: 1887744) Visitor Counter : 781