સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે કર્ણાટકના માંડ્યામાં મેગા ડેરીનું ઉદ્‌ઘાટન કર્યું


શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં માતાજીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે, દુઃખની આ ઘડીમાં આખો દેશ પ્રધાનમંત્રીજીની સાથે ઊભો છે

૨૬૦ કરોડના ખર્ચે આજે જે આ મેગા ડેરીનું ઉદ્‌ઘાટન થયું છે તે દૈનિક ૧૦ લાખ લિટર દૂધની પ્રક્રિયા કરશે અને બાદમાં દરરોજ ૧૪ લાખ લિટર પ્રતિદિન લઈ જવાની ક્ષમતા છે, જ્યારે 10 લાખ લિટર દૂધ પ્રોસેસ થાય છે તો લાખો ખેડૂતોનાં ઘરમાં ખુશી આવે છે

આજે કર્ણાટકમાં 15,210 ગ્રામ્ય સ્તરની સહકારી ડેરીઓ છે, જેમાં આશરે 26.22 લાખ ખેડૂતો દરરોજ પોતાનું દૂધ પહોંચાડે છે અને જિલ્લા સ્તરની 16 ડેરીઓ દ્વારા દરરોજ 26 લાખ ખેડૂતોનાં ખાતામાં 28 કરોડ રૂપિયા જાય છે

કેએમએફનું ટર્નઓવર 1975માં 4 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને 25,000 કરોડ રૂપિયા થઈ ગયું છે, જેમાંથી 80 ટકા ખેડૂતોનાં ખાતામાં જાય છે

સરકારે નિર્ણય કર્યો છે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી) અને ભારત સરકારનું સહકારિતા મંત્રાલય આગામી 3 વર્ષમાં દેશની દરેક પંચાયતમાં પ્રાથમિક ડેરીઓ સ્થાપશે, એની સંપૂર્ણ કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે

આનાથી 3 વર્ષમાં દેશભરમાં ગ્રામ્ય સ્તરે 2 લાખ પ્રાથમિક ડેરીઓનું નિર્માણ થશે, જેના દ્વારા ભારત દેશના ખેડૂતોને શ્વેત ક્રાંતિ સાથે જોડીને દૂધ ક્ષેત્રે મોટો નિકાસકાર દેશ બનશે

ગુજરાતમાં શ્વેતક્રાંતિથી ખેડૂતોનું નસીબ પલટાયું છે અને અમૂલનાં માધ્યમથી આશરે ૩૬ લાખ મહિલાઓનાં બૅન્ક ખાતામાં વાર્ષિક 60 હજાર કરોડ રૂપિયા જમા થાય છે

કર્ણાટકનાં દરેક ગામમાં પ્રાથમિક ડેરી સ્થાપવાની દિશામાં અમૂલ અને નંદિની સાથે મળીને કામ કરશે અને 3 વર્ષમાં કર્ણાટકમાં એક પણ એવું ગામ નહીં હોય જ્યાં પ્રાથમિક ડેરી ન હોય

બોમ્મઇ સરકાર ડીબીટીનાં માધ્યમથી દર વર્ષે 1250 કરોડ રૂ. દૂધ ઉત્પાદક ખેડૂતોનાં ખાતામાં આપવાનું કામ કરી રહી છે, સાથે જ ક્ષીરભાગ્ય યોજના હેઠળ બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે 51,000 સરકારી શાળાઓનાં ૬૫ લાખ બાળકો અને 64,000 આંગણવાડીઓમાં 39 લાખ બાળકોને દૂધ આપવામાં આવે છે

Posted On: 30 DEC 2022 4:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે કર્ણાટકના માંડ્યામાં મેગા ડેરીનું ઉદ્‌ઘાટન કર્યું હતું. શ્રી આદિચુનચુનાગિરી મહાસંસ્થાન મઠ, માંડ્યાના 72મા સ્વામી શ્રી શ્રી શ્રી નિર્મલાનંદનાથ મહાસ્વામીજી, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ. ડી. દેવગૌડા અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MP2X.jpg

 

શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં માતાજીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું હતું કે, દુઃખની આ ઘડીમાં આખો દેશ પ્રધાનમંત્રીજીની સાથે ઊભો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદી બાદથી જ દેશના ખેડૂતોએ કૃષિ મંત્રાલયથી અલગ એક સહકારિતા મંત્રાલયની માગણી કરી હતી, જો તે સમયે કોઈએ તેના પર કામ કર્યું હોત તો આજે ભારતના ખેડૂતોની સ્થિતિ જુદી હોત. તેમણે કહ્યું હતું કે, તેઓ સહકારિતાનું અલગ મંત્રાલય રચીને ખેડૂતોના વિકાસનો માર્ગ મોકળો કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માનવા માગે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તેઓ માંડ્યા મેગા ડેરીના ઉદ્‌ઘાટન મંચ પરથી દેશભરના સહકારી કાર્યકરોને કહેવા માગે છે કે, ભારત સરકારનો આ નિર્ણય છે કે, હવે સહકારિતા સાથે અન્યાય નહીં થાય.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002H48Y.jpg

સહકારિતા મંત્રીએ કહ્યું કે ૨૬૦ કરોડના ખર્ચે આજે જે આ મેગા ડેરીનું ઉદ્‌ઘાટન થયું છે તે દરરોજ ૧૦ લાખ લિટર દૂધ પ્રોસેસ કરશે અને બાદમાં આ ડેરીમાં દરરોજ ૧૪ લાખ લિટર દૂધ દૈનિક જવાની ક્ષમતા છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે 10 લાખ લિટર દૂધ પ્રોસેસ થાય છે ત્યારે લાખો ખેડૂતોનાં ઘર સુધી ખુશી પહોંચે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આજે કર્ણાટકનો સમાવેશ સમગ્ર દેશમાં એવાં રાજ્યોમાં થાય છે, જ્યાં સહકારી ડેરીઓ ખૂબ સારી કામગીરી બજાવી રહી છે. આજે કર્ણાટકમાં ગ્રામ્ય સ્તરની 15,210 સહકારી ડેરીઓ છે, જેમાં આશરે 26.22 લાખ ખેડૂતો દરરોજ પોતાનું દૂધ પહોંચાડે છે અને જિલ્લા સ્તરની 16 ડેરીઓ દ્વારા દરરોજ 26 લાખ ખેડૂતોનાં ખાતામાં 28 કરોડ રૂપિયા જાય છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003IXLC.jpg

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 1975માં કર્ણાટકમાં દરરોજ 66,000 કિલો દૂધ પ્રોસેસ થતું હતું અને આજે દરરોજ 82 લાખ કિલો દૂધ પ્રોસેસ કરવામાં આવે છે અને કુલ ટર્નઓવરનો 80 ટકા હિસ્સો ખેડૂતના હાથમાં જાય છે. સહકારિતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શ્વેતક્રાંતિએ ખેડૂતોનું નસીબ પલટી નાંખ્યું છે અને અમૂલનાં માધ્યમથી અંદાજે ૩૬ લાખ મહિલાઓનાં બૅન્ક ખાતામાં વાર્ષિક ૬૦ હજાર કરોડ રૂપિયા જાય છે. તેમણે કહ્યું કે તેઓ કર્ણાટકના તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને ખાતરી આપવા માગે છે કે અમૂલ અને નંદિની સાથે મળીને કર્ણાટકનાં દરેક ગામમાં પ્રાથમિક ડેરી સ્થાપવાની દિશામાં કામ કરશે અને 3 વર્ષમાં કર્ણાટકમાં એક પણ ગામ એવું નહીં હોય જ્યાં પ્રાથમિક ડેરી ન હોય. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, સરકારે નિર્ણય કર્યો છે કે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી) અને ભારત સરકારનું સહકારિતા મંત્રાલય આગામી 3 વર્ષમાં દેશની દરેક પંચાયતમાં પ્રાથમિક ડેરી સ્થાપશે અને તેની સંપૂર્ણ કાર્ય યોજના તૈયાર કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષમાં દેશભરમાં ગ્રામ્ય સ્તરે 2 લાખ પ્રાથમિક ડેરીઓનું નિર્માણ કરવામાં આવશે, જેના દ્વારા શ્વેત ક્રાંતિ સાથે દેશના ખેડૂતોને જોડીને ભારત દૂધ ક્ષેત્રે મોટો નિકાસકાર દેશ બનશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004XQFI.jpg

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, કર્ણાટક મિલ્ક ફેડરેશનને તમામ પ્રકારની ટેકનિકલ, સહકારી ક્ષેત્રની મદદ અને અમૂલની સંપૂર્ણ કાર્યપદ્ધતિનો સહયોગ ઉપલબ્ધ કરાવાશે અને તેની તમામ પ્રકારની જરૂરિયાતો સહકારિતા મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે ગુજરાત અને કર્ણાટક મળીને દેશભરમાં દૂધ ઉત્પાદક ખેડૂતોનાં કલ્યાણ માટે ઘણું કામ કરી શકે છે. શ્રી શાહે પ્રતિ લિટર 5 રૂપિયા ડીબીટી મારફતે વર્ષમાં રૂ. 1250 કરોડ ખેડૂતોનાં બૅન્ક ખાતાઓમાં મોકલીને દૂધ ઉત્પાદન કરતા ખેડૂતોની ખૂબ મદદ કરવા માટે બોમ્મઈ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, બોમ્મઇ  સરકાર ડીબીટી દ્વારા દૂધ ઉત્પાદક ખેડૂતોનાં ખાતામાં દર વર્ષે 1250 કરોડ રૂપિયા આપવાનું કામ કરી રહી છે, સાથે જ ક્ષીરભાગ્ય યોજના હેઠળ બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે 51,000 સરકારી શાળાઓનાં 65 લાખ બાળકો અને 64,000 આંગણવાડીઓમાં 39 લાખ બાળકોને દૂધ આપવામાં આવે છે. શ્રી અમિત શાહે માંડ્યા દૂધ ઉત્પાદક સમિતિના ચેરમેનને ડેરીનાં માધ્યમથી માંડ્યા જિલ્લાના તમામ ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005XS23.jpg

YP/GP/JD


(Release ID: 1887577) Visitor Counter : 212