ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે કેન્દ્રશાસિત પ્રદેશોની પરિષદ યોજાઇ


આ પરિષદ કેન્દ્રશાસિત પ્રદેશોને દેશના બાકીના ભાગો માટે સુશાસન અને વિકાસનું મોડેલ બનાવવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે

કેન્દ્રીય ગૃહમંત્રીએ કેન્દ્રશાસિત પ્રદેશોને દેશ માટે રોલ મોડલ બનાવવા પર ભાર મૂક્યો અને કહ્યું કે, જો કેન્દ્રશાસિત પ્રદેશોની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવશે, તો તેઓ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે

શ્રી અમિત શાહે કેન્દ્રશાસિત પ્રદેશોને 2047 માટે તેમનું વિઝન તૈયાર કરવા માટે પણ નિર્દેશ આપ્યો

શ્રી શાહે જણાવ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વારસા પર ગૌરવ હોવું જોઇએ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમૃતકાળના પાંચ પંચ પ્રણ આપ્યા છે અને દરેક કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસને પોતાની ફરજો નિભાવવામાં આ પંચ પ્રણની ભાવનાને આત્મસાત કરવી જોઇએ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ સુરક્ષિત કેન્દ્રશાસિત પ્રદેશો, મુખ્ય યોજનાઓની પરિપૂર્ણતા, લઘુતમ સરકાર અને મહત્તમ શાસન તેમજ ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતાના અભિગમ પર વિશેષ ભાર મૂકીને તમામ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી શ્રેષ્ઠ આચરણોના આદાનપ્રદાન માટે પણ સૌને આહ્વાન કર્યું

ધ્યેય સ્પષ્ટ કરો અને દેશની સેવા કરવાની આ તકનો ફળદાયી રીતે ઉપયોગ કરો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં પર્યટનની અપાર સંભાવનાઓ વિકસાવવામાં આવશે

કેન્દ્રશાસિત પ્રદેશોએ પર્યટન, વિકાસ અને કલ્યાણનું હબ બનવાનો પ્રયાસ કરતી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા "વોકલ ફો લોકલ" અને "એક ભારત શ્રેષ્ઠ ભારત"ના સૂત્રમાંથી પ્રેરણા લેવી જોઇએ

કેન્દ્રશાસિત પ્રદેશો ભૌગોલિક કદમાં નાના છે અને પ્રમાણમાં સરળ વહીવટી વ્યવસ્થા ધરાવે છે, તેથી કેન્દ્રશાસિત પ્રદેશો પ્રાયોગિક કાર્યક્રમો સાથેના પ્રયોગો માટે આદર્શ પ્રોટોટાઇપ છે, આ પ્રયોગોનું કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાના પાયે પરીક્ષણ કરી શકાય તેમ છે અને ત્યાર પછી મોટા વિસ્તારો અને રાજ્યોમાં તેનું પાલન કરી શકાય

આ પરિષદે કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકો વચ્ચે એકબીજા પાસેથી અભ્યાસ અને જ્ઞાનના આદાનપ્રદાન તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો માટે તેમની આકાંક્ષાઓ, સિદ્ધિઓ, સ્થાનિક પ્રાથમિકતાઓ અને અનન્ય પડકારો સામે અવાજ ઉઠાવવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે

Posted On: 29 DEC 2022 8:13PM by PIB Ahmedabad

કેન્દ્રશાસિત પ્રદેશોએ દેશના બાકીના હિસ્સાઓ માટે સુશાસન અને વિકાસના મોડેલ બનવું જોઇએ તેવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીને અનુસરીને આજે નવી દિલ્હી ખાતે ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ અમૃતકાળના પંચ પ્રણ પરથી પ્રેરિત હતી.

આ પરિષદમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, કેબિનેટ સચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય સચિવો/પ્રશાસકના સલાહકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય અધિકારીઓ, ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને અન્ય સંબંધિત કેન્દ્રીય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FLMX.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આ પરિષદ દરમિયાન ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે કેન્દ્રશાસિત પ્રદેશોને દેશ માટે એક રોલ મોડેલ બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, જો કેન્દ્રશાસિત પ્રદેશોની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવશે, તો ભારત સમગ્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે. શ્રી અમિત શાહે કેન્દ્રશાસિત પ્રદેશોને 2047 માટે પોતાનું વિઝન તૈયાર કરવા માટે પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશોએ પર્યટન, વિકાસ અને કલ્યાણનું હબ બનવાનો પ્રયાસ કરતી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા "વોકલ ફો લોકલ" અને "એક ભારત શ્રેષ્ઠ ભારત"ના સૂત્રમાંથી પ્રેરણા લેવી જોઇએ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Y8WM.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, તમામ કેન્દ્રશાસિત પ્રદેશોએ એકજૂથ થવું જોઇએ અને રાષ્ટ્રીય ઉદ્દેશ્યો અને દૂરંદેશીને પ્રાપ્ત કરવા અને દેશને વિકાસની સફરમાં આગળ લઇ જવા માટે એક સહિયારા મંચ પર સાથે મળીને કામ કરવું જોઇએ. શ્રી શાહે જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશો ભૌગોલિક કદની દૃશ્ટિએ નાના છે અને પ્રમાણમાં સરળ વહીવટી વ્યવસ્થા ધરાવે છે, તેથી કેન્દ્રશાસિત પ્રદેશો પ્રાયોગિક કાર્યક્રમો સાથેના પ્રયોગો માટે આદર્શ પ્રોટોટાઇપ છે. આ પ્રયોગોનું કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાના પાયે પરીક્ષણ કરી શકાય તેમ છે અને ત્યાર પછી મોટા વિસ્તારો અને રાજ્યોમાં તેનું પાલન કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે, વિકાસ અને જનભાગીદારી માટે સહકારી સંસ્થાઓ પર અને તેમાં પણ ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. સાથે સાથે, કેન્દ્રશાસિત પ્રદેશોએ બાહ્ય સંસાધનો પરની તેમની નિર્ભરતા ઓછી કરવા માટે તેમના ઉત્પાદન ક્ષેત્રને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ જેથી પ્રક્રિયાઓમાં આવકમાં થતું નુકસાન ઓછું કરી શકાય. શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશમાં વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે અને પરિવહન ખર્ચમાં ઘટાડો કરવા માટે પર્યટન સર્કિટનો વિકાસ કરવો જોઇએ.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ અમૃતકાળમાં તમામ ભારતીયોએ ભારતને "શ્રેષ્ઠ ભારતમાં" બદલવાનો સંકલ્પ લેવો જોઇએ. જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષ પૂરા કરશે તે વર્ષ 2047 માટેની આ એકંદર દૂરંદેશીતા છે. તમામ કેન્દ્રશાસિત પ્રદેશોને 2047 માટેનો રોડમેપ અને આગામી 5 વર્ષ માટેનો એક્શન પ્લાન તેમજ આગામી 5 વર્ષમાં પ્રાપ્ત કરવા માટેના નિર્ધારિત લક્ષ્યાંકો આપવામાં આવ્યા છે. વાર્ષિક યોજના તૈયાર કરવી જોઇએ. મહત્તમ લાભો મેળવવા માટે આ કાર્ય યોજનાઓના અમલીકરણ અને પ્રગતિનું પણ નિયમિત અને કડક રીતે નિરીક્ષણ કરવું જોઇએ અને તેની સમીક્ષા થવી જોઇએ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ZA0J.jpg

ગૃહ મંત્રીએ આગળ કહ્યું હતું કે, વિકાસના કાર્યો પાયાના સ્તર સુધી પહોંચવા જોઇએ, વિકાસના સૂચકાંકને માત્ર GDPના વધતા આંકડાઓથી માપી શકાય નહીં, પરંતુ સમાજના સૌથી દૂરસ્થ અને સૌથી વંચિત લોકો પર પણ તેના સકારાત્મક પ્રભાવ દ્વારા જ તેને માપી શકાય છે. તેમણે ઉમર્યું હતું કે, પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ અમૃતકાળના પંચ પ્રણ આપ્યા છે અને દરેક કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસને તેમની ફરજો નિભાવવામાં આ પંચ પ્રણની ભાવનાને આત્મસાત કરવી જોઇએ. કેન્દ્રશાસિત પ્રદેશો આ પાંચ સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શિત હોવા જોઇએ: સલામત અને સુરક્ષિત કેન્દ્રશાસિત પ્રદેશોની રચના; મુખ્ય યોજનાઓનો સંતૃપ્તિ સ્તર સુધી અમલ કરવો; લઘુતમ સરકાર, મહત્તમ શાસન; ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો અભિગમ; અને કેન્દ્રશાસિત પ્રદેશોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ પ્રયાસો વિકસાવવા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશની ભાવિ પેઢી આ પાંચ સિદ્ધાંતોને આત્મસાત કરે તે સુનિશ્ચિત કરવા માટે પ્રાથમિક શિક્ષણ એ ખૂબ જ મહત્વનું માધ્યમ છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી અરબિંદોના પ્રેરણાદાયી જીવનમાં પ્રશાસનિક કાર્યો માટે ઘણા પાઠ અને અર્થ છે. કેન્દ્રશાસિત પ્રદેશો, જેમાં ખાસ કરીને પુડુચેરીએ તેમના જીવનના પાઠોનું દસ્તાવેજીકરણ કરવામાં અને તેમના વિશે જાગૃતિ ફેલાવવામાં નેતૃત્વ લેવું જોઇએ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IF4F.jpg

શ્રી અમિત શાહે સુરક્ષિત કેન્દ્રશાસિત પ્રદેશોની રચના, મુખ્ય યોજનાઓના સંપૂર્ણ અમલ, લઘુતમ સરકાર અને મહત્તમ શાસન અને ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતાના અભિગમ પર ભાર મૂકતાં તમામ કેન્દ્રશાસિત પ્રદેશોને શ્રેષ્ઠ આચરણોનું આદાન-પ્રદાન કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશોએ આત્મનિર્ભરતાનું મોડેલ બનવું જોઇએ અને દરેક કેન્દ્રશાસિત પ્રદેશે પોતાના વારસા પર ગૌરવ લેવું જોઇએ. ગૃહ મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશોમાં પર્યટન ક્ષેત્ર માટે વિપુલ સંભાવનાઓ વિકસાવવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી પ્રગતિની પ્રશંસા કરતા, તેમણે આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવા માટે તમામ સહભાગીઓને એકસાથે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પરિષદે કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકો વચ્ચે એકબીજા પાસેથી અભ્યાસ અને જ્ઞાનના આદાનપ્રદાન તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો માટે તેમની આકાંક્ષાઓ, સિદ્ધિઓ, સ્થાનિક પ્રાથમિકતાઓ અને અનન્ય પડકારો સામે અવાજ ઉઠાવવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે. પરિષદની તૈયારી તરીકે, આ વર્ષે નવેમ્બર મહિનામાં પુડુચેરીમાં એક વિચાર-મંથન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ તેમજ 8 કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓ બે દિવસ સુધી ભેગા થયા હતા. ત્રણ કાર્યકારી ક્ષેત્રો એટલે કે, આર્થિક વિકાસ, પર્યટન અને મુખ્ય યોજનાઓ અને શ્રેષ્ઠ આચરણો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને પરિષદના એજન્ડાને આકાર આપ્યો હતો.

કોન્ફરન્સની શરૂઆત કેન્દ્રીય ગૃહ સચિવના સ્વાગત પ્રવચન સાથે થઇ હતી અને ત્રણેય ક્ષેત્ર પરના પ્રેઝન્ટેશન પછી ચર્ચાના વિષયોનો પરિચય આપવામાં આવ્યો હતો. દરેક પ્રેઝન્ટેશન પછી ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને મુખ્ય તારણો રેખાંકિત કરવામાં આવ્યા હતા. ત્રણેય ક્ષેત્રોમાં દરેક કેન્દ્રશાસિત પ્રદેશોની શક્તિઓ અને પડકારો, વિશિષ્ટતા અને સંભવિતતા અને વિકાસના એન્જિન બનવા માટે તેમને સંપૂર્ણપણે કેવી રીતે ઉજાગર કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી. આગામી 5 વર્ષ માટે કેન્દ્રશાસિત પ્રદેશોની આકાંક્ષાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને આ આકાંક્ષાઓ અને લક્ષ્યોને પ્રાપ્ત કરવાના માર્ગો રજૂ કરવામાં આવ્યા હતા. તેમના સંબોધનમાં, કેબિનેટ સચિવે તમામ સહભાગીઓને કેન્દ્રશાસિત પ્રદેશો પર એક સમજદાર સત્ર યોજવા બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અને ભાવિ રૂપરેખા સાથે પરિષદનું સમાપન થયું હતું.

કેન્દ્રશાસિત પ્રદેશોની નીતિ અને સિદ્ધિઓ (અહીં ક્લિક કરો)


(Release ID: 1887410) Visitor Counter : 259