વિદ્યુત મંત્રાલય
વિદ્યુત મંત્રાલય
Posted On:
27 DEC 2022 3:57PM by PIB Ahmedabad
વીજળી (મોડી ચૂકવણી સરચાર્જ અને સંબંધિત બાબતો) નિયમો, 2022 ડિસ્કોમ્સ, વીજળી ગ્રાહકો અને વીજઉત્પાદક કંપનીઓને રાહત આપે છે, જે સમગ્ર વીજ ક્ષેત્રને નાણાકીય રીતે વ્યવહારિક બનવામાં મદદ કરશે.
05.08.2022થી 21.09.2022 ની વચ્ચે ₹ 26,546 કરોડની કુલ બાકી નીકળતી રકમની પતાવટ કરવામાં આવી છે.
ગ્રીન ઓપન એક્સેસ રૂલ્સ ઓપન એક્સેસ લિમિટ 1 મેગાવૉટથી ઘટાડીને 100 કિલોવૉટ કરે છે, જે નાના ગ્રાહકો માટે પણ આરઇ ખરીદવાનો માર્ગ મોકળો કરે છે અને કેપ્ટિવ ગ્રાહકો માટે કોઇ મર્યાદા નથી.
વીજ મંત્રાલયે વિદ્યુત (રાઇટ ઑફ કન્ઝ્યુમર્સ) રૂલ્સ 2020 જાહેર કર્યો હતો, જેમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે ગ્રાહકોની સેવા કરવા માટે વીજ પ્રણાલીઓ અસ્તિત્વમાં છે અને ગ્રાહકોને વિશ્વસનીય સેવાઓ અને ગુણવત્તાયુક્ત વીજળી મેળવવાનો અધિકાર છે.
બીઇએસએસ બિડિંગ માર્ગદર્શિકા અનુસાર પારદર્શક બિડિંગના આધારે 1000 MWhની બૅટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ) પર પાયલોટ પ્રોજેક્ટ એનાયત કરવામાં આવ્યો છે.
આરડીએસએસ હેઠળ અત્યાર સુધીમાં 23 રાજ્યો/40 ડિસ્કોમ્સમાં 17,34,39,869 પ્રિપેઇડ સ્માર્ટ મીટર, 49,02,755 જેટલા ડીટી મીટર્સ અને 1,68,085 જેટલા ફીડર મીટરને મંજૂરી આપવામાં આવી છે, જેનો કુલ મંજૂર ખર્ચ રૂ. 1,15,493.79 કરોડ છે.
પાવર પ્લાન્ટ્સમાં સહ-બળતણ માટે અત્યાર સુધીમાં કુલ 83,887 મેટ્રિક ટન બાયોમાસનો (31 ઑક્ટોબર સુધી) ગ્રીન ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ૩૦-૧૦-૨૦૨૨ સુધીમાં દેશભરમાં ૩૯ ટી.પી.પી (થર્મલ પાવર પ્લાન્ટ્સ)એ કોલસા સાથેના સહ-ઈંધણ તરીકે બાયોમાસનો ઉપયોગ શરૂ કર્યો છે.
ઓએસઓડબલ્યુઓજી હેઠળ ભારતીય ટેકનિકલ ટીમે લક્ષદ્વીપ મારફતે ભારત અને માલદીવ્સ વચ્ચે ઇન્ટરકનેક્શનની ટેકનિકલ વિશેષતાઓનો અભ્યાસ કરવા માટે માલદીવ્સની ટૂંકમાં મુલાકાત લીધી છે.
વિદ્યુત મંત્રાલયે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી હતી, જેણે રાજ્યો અને અન્ય હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરીને “વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવૉટની આરઇ ક્ષમતાનાં સંકલન માટે ટ્રાન્સમિશન સિસ્ટમ” શીર્ષક ધરાવતી વિસ્તૃત યોજના તૈયાર કરી હતી.
અંદાજિત આયોજિત ટ્રાન્સમિશન સિસ્ટમ નવીનીકરણીય ઉર્જા વિકાસકર્તાઓને સંભવિત ઉત્પાદન સાઇટ્સ અને રોકાણની તકોના વ્યાપ વિશે દૃશ્યતા પૂરી પાડશે. ઉપરાંત તે ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર્સને ટ્રાન્સમિશન સેક્ટરમાં ઉપલબ્ધ વૃદ્ધિની તકોનું વિઝન પણ પ્રદાન કરશે અને સાથે સાથે આશરે 2.44 લાખ કરોડનાં રોકાણની તક પણ પૂરી પાડશે.
અરુણાચલ પ્રદેશમાં નીપકો દ્વારા નિર્મિત કામેંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ (600 મેગાવૉટ)નાં તમામ 04 એકમો સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયાં છે અને 12.02.2021થી તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અત્યાર સુધી સમગ્ર ભારતમાં ઇઇએસએલ દ્વારા 36.86 કરોડથી વધારે એલઇડી બલ્બ, 72.18 લાખ એલઇડી ટ્યુબ લાઇટ્સ અને 23.59 લાખ ઊર્જાદક્ષ પંખા (55,000થી વધારે બીએલડીસી પંખા સહિત)નું વિતરણ કરવામાં આવ્યું છે. આનાં પરિણામે દર વર્ષે 9,788 મેગાવૉટની ટોચની માગ ટાળવા સાથે 48.39 અબજ કિલોવૉટઅવરની ઊર્જાની બચત થવાનો, ગ્રીનહાઉસ વાયુઓનાં ઉત્સર્જનમાં દર વર્ષે 39.30 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડનો ઘટાડો થવાનો અને ગ્રાહક વીજ બિલમાં રૂ. 19,332 કરોડની વાર્ષિક નાણાકીય બચતનો અંદાજ છે.
ઇઇએસએલે અત્યાર સુધીમાં ભારતભરની યુએલબી અને ગ્રામ પંચાયતોમાં ૧.૨૬ કરોડથી વધુ એલઇડી સ્ટ્રીટ લાઇટ્સ સ્થાપિત કરી છે.
|
વિદ્યુત મંત્રાલયની મુખ્ય સિદ્ધિઓ અને યોજનાઓ
જનરેટિંગ કંપનીઓની સમયસર ચૂકવણી માટે વૈધાનિક તંત્ર
- વીજળી (લેટ પેમેન્ટ સરચાર્જ અને સંબંધિત બાબતો) નિયમો, 2022 ડિસ્કોમ્સ તેમજ સાથે સાથે વીજળી ઉપભોક્તાઓને રાહત આપે છે અને સાથે સાથે ઉત્પાદન કંપનીઓને પણ નિશ્ચિત માસિક ચૂકવણીનો લાભ મળશે, જે સમગ્ર વીજ ક્ષેત્રને નાણાકીય રીતે સક્ષમ બનવામાં મદદ કરશે. તે ડિસ્કોમ્સ અને જન્કોસ બંને માટે વિન-વિન પરિસ્થિતિનું સર્જન કરશે.
- એરિયર્સનાં લિક્વિડેશન માટે વન-ટાઇમ સ્કીમની જોગવાઈ કરવામાં આવી છે, જે ડિસ્કોમ કંપનીઓને એલપીએસ સહિતની બાકી નીકળતી કુલ બાકી નીકળતી રકમની અધિસૂચનાની તારીખથી 48 માસિક હપ્તામાં ચૂકવવા સક્ષમ બનાવે છે. આ હપ્તાની સમયસર ચૂકવણીના કિસ્સામાં ભૂતકાળના બાકી લેણાં પર કોઈ એલપીએસ લાગુ થશે નહીં. તે બાકી લેણાંની સમયસર ચૂકવણીમાં શિસ્ત લાવશે.
- ઑગસ્ટ, 2022થી અત્યાર સુધીની તમામ બાકી નીકળતી રકમ મહત્તમ 75 દિવસની સમયમર્યાદામાં ચૂકવવામાં આવી રહી છે.
- 05.08.2022થી 21.09.2022 વચ્ચે રૂ. 26,546 કરોડનાં કુલ બાકી લેણાંની પતાવટ કરવામાં આવી છે તથા 13 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોએ (રૂ. 1,38,073 કરોડની કુલ બાકી) ઇએમઆઇ વિકલ્પ પસંદ કર્યો છે અને રૂ. 9528 કરોડ (પ્રથમ અને બીજો ઇએમઆઇ)નો હપ્તો ચૂકવ્યો છે. આ 13માંથી 9 રાજ્યોએ પીએફસી/આરઇસી (કુલ રૂ. 92,214 કરોડ મંજૂર થયેલી લોન)માંથી લોનનો વિકલ્પ પસંદ કર્યો હતો. ઉપરાંત 20 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોએ 03.06.2022 સુધી કોઈ બાકી લેણાં ન હોવાનો અહેવાલ આપ્યો હતો.
- તેનાથી એલપીએસ પ્રત્યે કોઈ જવાબદારી નહીં સ્વરૂપે ડિસ્કોમ્સ કંપનીઓને પણ લાભ થશે, જેનાથી આખરે વીજળીના ગ્રાહકોને લાભ થશે. ડિસ્કોમ કંપનીઓને એલપીએસને 18 ટકાથી ઘટાડીને બૅન્ક ધિરાણ દર સાથે સંબંધિત દરનો લાભ પણ મળશે. જો બેન્ક રેટ ઘટશે તો એલપીએસ પણ ઘટશે, જેનાં પરિણામે ગ્રાહકો માટે ટેરિફ ઓછો થશે. પીએસએમની જાળવણી ન કરવા અથવા બાકી લેણાંની ચૂકવણીમાં ડિફોલ્ટ ચાલુ રાખવાના કિસ્સામાં વીજ પુરવઠાનું નિયમન ફરજિયાત છે. બાકી લેણાંની સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવા માટે બિલ રજૂ થયાના 2.5 મહિના પછી પણ બાકી નીકળતી રકમની ચૂકવણી ન કરવાના કિસ્સામાં ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની સુલભતાનાં નિયમન માટેની જોગવાઈ ક્રમશઃ થઈ શકે છે.
- પીપીએની પવિત્રતા જાળવવા માટે જનરેટિંગ કંપનીની પુરવઠાની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે વિશેષ જોગવાઈઓ મારફતે ડિસ્કોમ કંપનીઓનાં હિતોનું રક્ષણ કરવામાં આવે છે, જેથી પીપીએ મુજબ ડિસ્કોમ કંપનીઓને બદલે ઊંચી બજાર કિંમતનાં સમયગાળા દરમિયાન વીજ બજારમાં વીજળીનો પુરવઠો ટાળી શકાય. સાથે સાથે જ, તે પીએસએમની જાળવણી ન કરવા અને ડિસ્કોમ કંપનીઓના સતત ચુકવણી ડિફોલ્ટના કિસ્સામાં પાવર માર્કેટમાં વેચાણ કરવાની મંજૂરી આપીને જનરેટર્સની સદ્ધરતાને સુનિશ્ચિત કરે છે.
- વીજ મંત્રાલયે 11.08.2022ના પત્ર દ્વારા નિયમોનાં અમલીકરણ માટે વિસ્તૃત માળખું પ્રસિદ્ધ કર્યું છે અને નિયમોનાં અમલીકરણ માટે પીએફસીને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. વર્તમાન પ્રાપ્તિ પોર્ટલ અને પોસોકો પોર્ટલનો ઉપયોગ કરીને અને ડિસ્કોમ્સને પોર્ટલ પર સામેલ કરીને સ્વચાલિત પ્રક્રિયા મારફતે નિયમોનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
- વધુમાં ડિસ્કોમ કંપનીઓ દ્વારા સપ્લાયર્સના નિયમિત બિલોની ચૂકવણી પર નજર રાખવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને બાકી નીકળતી રકમની ચૂકવણીમાં ડિસ્કોમ કંપનીઓ દ્વારા ડિફોલ્ટની ઓળખ કરવા અને નિયમો અનુસાર વીજળીની સુલભતાના નિયમન માટે, વીજ મંત્રાલયે 26.08.2022ના પત્ર દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) જારી કરી હતી.
વીજળી (ગ્રીન એનર્જી ઓપન એક્સેસ મારફતે પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવું) નિયમો, 2022
- આરઇ સેક્ટરને મુક્ત કરવા માટે એટલે કે આરઇની ઉપલબ્ધતા અને ઉપયોગમાં અવરોધો દૂર કરવા અને લાંબા સમયથી ખુલ્લી સુલભતાની વૃદ્ધિમાં અવરોધરૂપ સમસ્યાઓનું સમાધાન કરવા ગ્રીન ઓપન એક્સેસ રૂલ્સ, 2022 જારી કરવામાં આવ્યા છે. આ નિયમોમાં ઓપન એક્સેસ લિમિટ 1 મેગાવૉટથી ઘટાડીને 100 કિલોવૉટ કરવામાં આવી છે, જે નાના ગ્રાહકો માટે પણ આરઇ ખરીદવાનો માર્ગ મોકળો કરે છે અને કેપ્ટિવ ગ્રાહકો માટે કોઇ મર્યાદા નથી.
- કોઈ પણ ગ્રાહક ડિસ્કોમ કંપનીઓ પાસેથી ગ્રીન પાવર સપ્લાયની માગ કરી શકે છે. તે વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકોને સ્વૈચ્છિક ધોરણે આરઇ ખરીદવાની મંજૂરી આપશે. આ નિયમો સમયસર મંજૂરી, પારદર્શકતા, સરળીકરણ સહિતની ઓપન એક્સેસની મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે. ૧૫ દિવસમાં ઓપન એક્સેસની મંજૂરી આપવામાં આવશે નહીં તો તેને મંજૂરી મળી હોવાનું માનવામાં આવશે. ક્રોસ-સબસિડી સરચાર્જ, વધારાનો સરચાર્જ, સ્ટેન્ડબાય ચાર્જ તેમજ બૅન્કિંગ માટે વિશેષ જોગવાઈઓ ગ્રાહકોને વાજબી દરે ગ્રીન પાવર મેળવવા માટે પ્રોત્સાહિત કરશે. આ નિયમો મુજબ ગ્રીન પાવર માટે ટેરિફ અલગથી યોગ્ય કમિશન દ્વારા નક્કી કરવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજન/ગ્રીન એમોનિયા અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે નિયમોમાં વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. પોસોકોને નવીનીકરણીય ઉર્જા માટે સિંગલ વિંડો ગ્રીન એનર્જી ઓપન એક્સેસ સિસ્ટમ સ્થાપિત કરવા અને સંચાલિત કરવા માટે સેન્ટ્રલ નોડલ એજન્સી તરીકે સૂચિત કરવામાં આવી છે.
- ગ્રીન ઓપન એક્સેસને કાર્યરત કરવા માટે આ નિયમો હેઠળ ફરજિયાત કર્યા મુજબ, પોસોકો દ્વારા સેન્ટ્રલ નોડલ એજન્સી દ્વારા વેબ પોર્ટલની ડિઝાઇન અને તેને વિકસાવવામાં આવ્યું છે અને તેને 11.11.2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ખુલ્લી એક્સેસ માટે અરજીઓ સબમિટ કરવા અને મંજૂરી આપવા માટે એક જ પ્લેટફોર્મ તરીકે સુવિધા આપશે. તેનાથી તમામ હિતધારકો દ્વારા હરિત ઊર્જાના ઉપયોગ માટે ઝડપી અને સરળ ખુલ્લી સુલભતા સુનિશ્ચિત થશે. વધુમાં, આ નિયમો હેઠળ ફરજિયાત કર્યા મુજબ ફોરમ ઑફ રેગ્યુલેટર્સે ઓપન એક્સેસ ચાર્જિસની ગણતરી માટે પદ્ધતિ પર તેમજ બૅન્કિંગ ચાર્જિસની ગણતરી માટે એક મોડેલ નિયમો ઘડ્યા છે.
ગ્રાહકોના વીજ અધિકાર નિયમો 2020માં સુધારો
- વીજ ગ્રાહકોને સશક્ત બનાવવા, ગ્રાહકોના અધિકારો નક્કી કરવા અને આ અધિકારોનાં અમલીકરણની વ્યવસ્થાના યુગની શરૂઆત કરવાના ઉદ્દેશ સાથે, જ્યારે વીજ ક્ષેત્રમાં વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા- ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસની સુવિધા પૂરી પાડવાનો છે, ત્યારે વીજ મંત્રાલયે વીજળી (ગ્રાહકનો અધિકાર) નિયમો 2020 જાહેર કર્યા હતા, જેમાં એવી પ્રતીતિ કરવામાં આવી હતી કે વીજ તંત્રો ઉપભોક્તાઓની સેવા કરવા માટે અસ્તિત્વ ધરાવે છે અને ગ્રાહકોને વિશ્વસનીય સેવાઓ અને ગુણવત્તાયુક્ત વીજળી મેળવવાના અધિકારો છે.
- આ નિયમો દેશભરની વિતરણ કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ, જેમાં એકાધિકાર-ઈજારાશાહી છે, તેમના ગ્રાહકોને ધોરણો અનુસાર સેવાઓ પૂરી પાડવા અથવા વળતર ચૂકવવા માટેની સમયમર્યાદા અને ધોરણો નક્કી કરે છે. આ નિયમો લાઇસન્સધારકની જવાબદારીઓ સ્પષ્ટ કરે છે અને ગ્રાહકોને કાર્યક્ષમ, ખર્ચ-અસરકારક, વિશ્વસનીય અને ગ્રાહકને અનુકૂળ સેવાઓ પૂરી પાડવા માટે લાઇસન્સધારક દ્વારા અપનાવવી જ પડતી પ્રથાઓને નિર્ધારિત કરે છે. આ નિયમો ડિસ્કોમને માત્ર વીજ પુરવઠો પૂરો પાડતી એજન્સીમાંથી સંપૂર્ણ ઉપભોક્તા કેન્દ્રિત સેવા પ્રદાતામાં રૂપાંતરિત કરવા સક્ષમ બનાવવા માટેના વિકસિત પગલાંઓમાંનું એક છે.
- ગ્રાહક નિયમ 2020 હેઠળ નેટ મીટરિંગની જોગવાઈઓ સાથે સંબંધિત પ્રથમ સુધારો 29 જૂન, 2021ના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો.
- આ નિયમોમાં અન્ય એક સુધારો 21 એપ્રિલ, 2022ના રોજ સૂચિત કરવામાં આવ્યો હતો, જેમાં વિતરણ લાઇસન્સધારક દ્વારા પુરવઠાની વિશ્વસનીયતા જાળવવા માટે નીચેના માપદંડોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં સિસ્ટમ એવરેજ ઈન્ટરપ્શન ડ્યુરેશન ઇન્ડેક્સ (એસએઆઇડીઆઇ) અને સિસ્ટમ એવરેજ ઈન્ટરપ્શન ફ્રિક્વન્સી ઇન્ડેક્સ (એસએઆઇએફઆઇ), ગ્રાહક સરેરાશ વિક્ષેપ અવધિ સૂચકાંક (સીએઆઇડીઆઇ), કસ્ટમર એવરેજ ઇન્ટરપ્શન ફ્રિકવન્સી ઈન્ડેક્સ( સીએઆઇએફઆઇ) અને ક્ષણિક સરેરાશ વિક્ષેપ આવર્તન સૂચકાંક (એમએઆઇએફઆઇ) સામેલ છે.
- વધુમાં, જે ગ્રાહકો ડીઝલ જનરેટર સેટનો ઉપયોગ આવશ્યક બેક અપ પાવર તરીકે કરી રહ્યા છે, તેઓ આ નિયમોના પ્રારંભની તારીખથી પાંચ વર્ષમાં અથવા વિતરણ લાઇસન્સધારકના પુરવઠાનાં ક્ષેત્ર હેઠળ આવરી લેવાયેલાં શહેરમાં સપ્લાયની વિશ્વસનીયતાના આધારે આવા રિપ્લેસમેન્ટ માટે રાજ્ય કમિશન દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા અનુસાર બૅટરી સ્ટોરેજ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા જેવી સ્વચ્છ ટેકનોલોજી તરફ વળવાનો પ્રયાસ કરશે.
આરઈ વિસ્તરણ માટે ઊર્જા સંગ્રહનો વિકાસ કરવો- બીઈએસએસ માર્ગદર્શિકાઓનું જાહેરનામું-
- • ગ્રિડ સાથે મોટા પાયે આરઇ સંકલનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અને ઊર્જાની સરળ સંક્રાંતિ હાંસલ કરીને વિદ્યુત મંત્રાલયે 11 માર્ચ, 2022ના રોજ બૅટરી ઊર્જા સંગ્રહ પ્રણાલીની પ્રાપ્તિ અને ઉપયોગ માટે બિડિંગ માર્ગદર્શિકા જાહેર કરી છે. ઉપરોક્ત બીઇએસએસ બિડિંગ માર્ગદર્શિકાને આધારે પારદર્શક બિડિંગને આધારે 1000 MWhની બૅટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ) પર પાયલોટ પ્રોજેક્ટ એનાયત કરવામાં આવ્યો છે.
અન્ય સુધારા:
- થર્મલ/હાઈડ્રો પ્લાન્ટમાં ઉત્પાદન અને શિડ્યુલિંગની સુગમતા માટેની યોજનાઃ 15.11.2021ના રોજ પુનઃપ્રાપ્ય ઊર્જા અને સંગ્રહ પાવર સાથે જોડાણ મારફતે થર્મલ/હાઈડ્રો પાવર સ્ટેશનનાં ઉત્પાદન અને સમયપત્રકમાં સ્થિતિસ્થાપકતા માટેની સુધારેલી યોજના જારી કરવામાં આવી હતી. 12.04.2022ના રોજ સુધારેલી યોજના જારી કરવામાં આવી હતી. વર્ષ 2025-26 સુધીમાં થર્મલ એનર્જીને પુનઃપ્રાપ્ય ઊર્જાના આશરે 58,000 એમયુ (30,000 મેગાવૉટ) સાથે બદલવા માટેનો માર્ગ 26.05.2022નાં રોજનાં પત્ર મારફતે જારી કરવામાં આવ્યો છે.
- 2029-30 સુધી પુનઃપ્રાપ્ય પરચેઝ ઓબ્લિગેશન (આરપીઓ) અને એનર્જી સ્ટોરેજ ઓબ્લિગેશન ટ્રેજેક્ટરી 22.07.2022ના રોજ જારી કરવામાં આવી છે.
- ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ માટે અનુપાલનનો બોજ ઘટાડવો – ડીપીઆઈઆઈટીનું નિયમનકારી અનુપાલન પોર્ટલઃ વર્ષ ૨૦૨૨ દરમિયાન કુલ 62 જેટલા બોજારૂપ અનુપાલનમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને પોર્ટલ પર ડેટા અપડેટ કરાયો.
- નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ (એનએસડબલ્યુએસ) : 20 એપ્લિકેશન્સ (સીઇએ, સીટીયુ, પોસોકો)ને નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ (એનએસડબલ્યુએસ) સાથે સંકલિત કરવામાં આવી છે.
પુનર્ગઠિત વિતરણ ક્ષેત્ર યોજના (આરડીએસ)
- ભારત સરકારે ડિસ્કોમ-વીજ વિતરણ કંપનીઓને પરિણામ સાથે સંકળાયેલી નાણાકીય સહાય પ્રદાન કરીને તેમની કાર્યકારી કાર્યક્ષમતા અને નાણાકીય સ્થિરતામાં સુધારો કરવામાં મદદ કરવા માટે પુનર્ગઠિત વિતરણ ક્ષેત્ર યોજના (આરડીએસએસ) શરૂ કરી હતી, જેથી લાયકાત પૂર્વેનાં માપદંડો પૂર્ણ કરવા અને મૂળભૂત લઘુતમ માપદંડો હાંસલ કરવા પર પુરવઠાનું માળખું મજબૂત થઈ શકે. આરડીએસએસ પાસે પાંચ વર્ષમાં રૂ. 3.04 લાખ કરોડ ખર્ચનિદર્શન છે, એટલે કે નાણાકીય વર્ષ 2021-22થી નાણાકીય વર્ષ 2025-26 સુધી. આ ખર્ચમાં રૂ. 0.98 લાખ કરોડના અંદાજિત સરકારી અંદાજપત્રીય સમર્થન (જીબીએસ)નો સમાવેશ થાય છે. આરડીએસએસના મુખ્ય ઉદ્દેશો આ મુજબ છેઃ
- નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં એટીએન્ડસીની ખોટ ઘટાડીને સમગ્ર ભારતમાં 12-15 ટકાના સ્તરે લઈ જવી.
- નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં એસીએસ-એઆરઆર ગેપને ઘટાડીને શૂન્ય કરી દેવો.
- • નાણાકીય રીતે ટકાઉ અને કાર્યદક્ષ વિતરણ ક્ષેત્ર મારફતે ગ્રાહકોને વીજ પુરવઠાની ગુણવત્તા, વિશ્વસનીયતા અને પરવડે તેવી ક્ષમતામાં સુધારો.
- પ્રિપેઇડ સ્માર્ટ મીટરિંગ એ આરડીએસએસ હેઠળ વિચારવામાં આવેલો મહત્ત્વપૂર્ણ હસ્તક્ષેપ છે, જેમાં યોજનાનાં ગાળા દરમિયાન 23,000 કરોડનાં ~GBS સાથે રૂ. 1,50,000 કરોડનો અંદાજિત ખર્ચ અને 250 મિલિયન પ્રિપેઇડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. ગ્રાહકો માટે પ્રિપેઇડ સ્માર્ટ મીટરિંગની સાથે ફીડર અને ડીટી સ્તરે કમ્યુનિકેટિંગ ફિચર સાથે સિસ્ટમ મીટરિંગ અને સંલગ્ન એડવાન્સ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એએમઆઇ) ટોટેક્સ મોડ (કુલ ખર્ચમાં મૂડી અને ઓપરેશનલ ખર્ચ બંનેનો સમાવેશ થાય છે) હેઠળ અમલ કરવામાં આવશે, જેથી ડિસ્કોમ્સને તમામ સ્તરે ઊર્જા પ્રવાહનાં માપન તેમજ કોઈ પણ પ્રકારના માનવીય હસ્તક્ષેપ વિના ઊર્જા એકાઉન્ટિંગની છૂટ મળશે. યોગ્ય અને સચોટ ઊર્જા એકાઉન્ટિંગ ઊંચા નુકસાનવાળા વિસ્તારો અને ચોરીની શક્યતા ધરાવતા વિસ્તારોની ઓળખ માટે મહત્વપૂર્ણ છે, જેના દ્વારા યુટિલિટી બિલિંગ અને કલેક્શનની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે, જેનાથી ડિસ્કોમ્સના એટીએન્ડસી નુકસાનને મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે. તદનુસાર, સ્માર્ટ મીટરની સ્થાપના સાથે, યુટિલિટીઝ તેમના રોકડ પ્રવાહને અસરકારક રીતે વધુ સારી રીતે સંચાલિત કરી શકશે, જેથી યુટિલિટીઝના એટીએન્ડસી નુકસાનમાં ઘટાડો થશે. સ્માર્ટ મીટરિંગ સોલ્યુશનમાં દ્વિ-માર્ગીય સંદેશાવ્યવહારના ભાગરૂપે એકત્રિત કરવામાં આવેલો ડેટા યુટિલિટીઝને તેમના લોડની આગાહીમાં સુધારો કરવામાં મદદ કરશે, જે તેમને તેમની વીજ પ્રાપ્તિને ઓપ્ટિમાઇઝ કરવામાં મદદ કરશે, જેથી વીજ પુરવઠાના ખર્ચમાં ઘટાડો થશે.
- આરડીએસએસ હેઠળ અત્યાર સુધીમાં 23 રાજ્યો/40 ડિસ્કોમમાં 17,34,39,869 પ્રિપેઇડ સ્માર્ટ મીટર, 49,02,755 જેટલા ડીટી મીટર અને 1,68,085 જેટલા ફીડર મીટરને મંજૂરી આપવામાં આવી છે, જેનો કુલ ખર્ચ રૂ. 1,15,493.79 કરોડ છે.
- લોસમાં ઘટાડો કરવાના કામો, લોડ ગ્રોથને પહોંચી વળવા સિસ્ટમને મજબૂત કરવા અને આરડીએસએસ હેઠળ સ્માર્ટ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ બનાવવા માટે આધુનિકીકરણ માટે પણ મૂડી રોકાણનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. લોસ રિડક્શનના કામમાં મુખ્યત્વે એબી કેબલ સાથે બેર કંડક્ટરની બદલી, એચવીડીએસ સિસ્ટમ્સ, ફીડર દ્વિભાજન વગેરેનો સમાવેશ થાય છે. એ જ રીતે, સિસ્ટમને મજબૂત બનાવવા માટે નવાં સબસ્ટેશન્સ, ફીડર્સ બનાવવા, ટ્રાન્સફોર્મેશન ક્ષમતાના અપગ્રેડેશન, કૅબલ વગેરેનો સમાવેશ થાય છે. આધુનિકીકરણમાં સ્કાડા, ડીએમએસ, આઇટી/ઓટી, ઇઆરપી, જીઆઇએસ સક્ષમ એપ્લિકેશન્સ, એડીએમએસ વગેરેનો સમાવેશ થાય છે, જે વિતરણ વ્યવસ્થાને વધારે સ્માર્ટ બનાવે છે. અત્યાર સુધી કુલ 23 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રૂ. 1.05 લાખ કરોડ (પીએમએનાં કાર્યો સહિત)નાં લોસમાં ઘટાડો કરવાનાં કામોને મંજૂરી આપવામાં આવી છે તથા યોજનાની માર્ગદર્શિકા અનુસાર આરડીએસએસએસ હેઠળ લોસમાં ઘટાડો કરવાનાં કામો માટે જીબીએસ સ્વરૂપે રૂ. 2,663.97 કરોડ પણ છૂટા કરવામાં આવ્યા છે.
સમર્થ મિશન
- • ખેતરમાં પરાળ બાળવાને કારણે થતાં વાયુ પ્રદૂષણની તાકીદની સમસ્યાનું સમાધાન કરવા અને થર્મલ વીજ ઉત્પાદનનાં કાર્બન ફૂટપ્રિન્ટ્સને ઘટાડવા માટે વીજ મંત્રાલયે 08.10.2021ના રોજ તેના આદેશ દ્વારા કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાં કો-ફાયરિંગ દ્વારા વીજ ઉત્પાદન માટે બાયોમાસના ઉપયોગ માટેની નીતિ"માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. તે ફરજિયાત કરવામાં આવ્યું છે કે તમામ થર્મલ પાવર પ્લાન્ટ્સ કોલસા સાથેના સહ-દહનમાં બાયોમાસ ગોળીઓનાં 5% મિશ્રણનો ઉપયોગ કરે.
- દેશમાં ઊર્જા સંક્રાંતિને ટેકો આપવા અને સ્વચ્છ ઊર્જા સ્ત્રોતોનાં લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વિદ્યુત મંત્રાલયે કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ્સમાં બાયોમાસના ઉપયોગ પર રાષ્ટ્રીય મિશનની રચના કરી છે, જે સમર્થ (સસ્ટેઇનેબલ અગ્રેરિયન મિશન ઓન યુઝ ઑફ એગ્રિ રેસિડ્યુ ઈન થર્મલ પાવર પ્લાન્ટ) મિશન તરીકે ઓળખાય છે. આ રાષ્ટ્રીય મિશન હેઠળ મિશન ડિરેક્ટોરેટ નામની પૂર્ણકાલિન સંસ્થાની રચના કરવામાં આવી છે, જે સમગ્ર નીતિગત અમલીકરણ અને રાષ્ટ્રીય મિશનના લક્ષ્યાંકોનું સંકલન અને નિરીક્ષણ કરી રહી છે.
- વિદ્યુત મંત્રાલયે બાયોમાસ સપ્લાય માટે મૉડલ લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ ઇશ્યુ કર્યો હતો. મૉડલ કરારનો લઘુત્તમ કાર્યકાળ સાત વર્ષનો રહેશે. આ બાયોમાસ સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં મદદ કરશે.
- ડાંગરના અવશેષોને બાળવાને બદલે તેનો સંગ્રહ કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને તેનો સંદેશો મોકલવા માટે લાંબા ગાળાના મૉડેલ કોન્ટ્રાક્ટમાં એક જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે એનસીઆર પ્લાન્ટ્સ માટેના ટેન્ડરમાં બાયોમાસ પૅલેટ્સની રચનામાં ઓછામાં ઓછા 50 ટકા ડાંગરના ભૂસાને સુનિશ્ચિત કરે છે. મૉડેલ કરારની આ શરત ખેડૂતોને ખાતરીપૂર્વકના વ્યવસાય અને વધારાની આવક માટે પ્રોત્સાહિત કરશે.
- આ પ્રયાસોનાં પરિણામે અત્યાર સુધીમાં કુલ આશરે 83,887 મેટ્રિક ટન બાયોમાસનો ઉપયોગ (31 ઑક્ટોબર સુધી) પાવર પ્લાન્ટ્સમાં સહ-દહન માટે ગ્રીન ઇંધણ તરીકે કરવામાં આવ્યો છે. 3૦-1૦-2૦22 સુધીમાં દેશભરમાં ૩૯ ટી.પી.પી.એ કોલસા સાથેના સહ-દહનમાં બાયોમાસનો ઉપયોગ શરૂ કર્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવાં રચાયેલાં રાષ્ટ્રીય મિશન મારફતે વિદ્યુત મંત્રાલયના પ્રયાસો ઉત્તર પશ્ચિમ ભારતમાં હવાનાં પ્રદૂષણને ઘટાડવામાં તેમજ કૃષિ જમીનની ફળદ્રુપતાને થતાં નુકસાનને અટકાવવામાં સક્ષમ બનશે અને ખેડૂતો, સપ્લાયર્સ અને બાયોમાસ ઇંધણ ઉત્પાદકો માટે આવકનો ટકાઉ સ્ત્રોત પૂરો પાડશે, જેના પરિણામે સંપૂર્ણ વિકાસ થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમામ હિતધારકો દ્વારા સાચી ભાવના સાથે બાયોમાસના ઉપયોગ પર વિદ્યુત મંત્રાલયની નીતિનાં અમલીકરણ માટે સક્રિય ભાગીદારી દ્વારા પર્યાવરણ પર લક્ષિત હકારાત્મક અસર નજીકનાં ભવિષ્યમાં ભારતને વધુ હરિયાળું બનાવશે.
-
વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ (OSOWOG)
- વિદ્યુત મંત્રાલયે ઓએસઓડબલ્યુઓજી માટે એજન્ડાનું સંચાલન કરવા માટે ઓએસઓડબલ્યુઓજી અંગે ટાસ્ક ફોર્સની રચના કરી હતી. ટાસ્ક ફોર્સે પુનઃપ્રાપ્ય ઊર્જાનાં આદાન-પ્રદાન માટે દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ (ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ), આફ્રિકા અને યુરોપ જેવા પ્રાદેશિક ગ્રિડનાં આંતરજોડાણની ટેકનોલોજી-ઇકોનોમિક શક્યતાનો અભ્યાસ કર્યો હતો અને ચર્ચા-વિચારણા કર્યા પછી એવી સંમતિ સધાઇ હતી કે શરૂઆતમાં શ્રીલંકા, મ્યાન્માર અને માલદીવ્સ સાથે આંતરજોડાણની શોધ કરવામાં આવશે, જેથી ઓએસઓડબલ્યુઓજીના ઉદ્દેશને આગળ વધારી શકાય.
- લક્ષદ્વીપ મારફતે ભારત અને માલદીવ્સ વચ્ચે આંતરજોડાણની ટેકનિકલ વિશેષતાઓનો અભ્યાસ કરવા માટે ભારતીય ટેકનિકલ ટીમે માલદીવ્સની ટૂંકી મુલાકાત લીધી છે.
- •ઓએસઓડબલ્યુઓજી માટે ચાર્ટરને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને ઓએસઓડબલ્યુઓજી માટે એક સ્ટીયરિંગ કમિટીની રચના કરવામાં આવી રહી છે.
વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણની 500 ગીગાવૉટથી વધારે ક્ષમતાનાં સંકલન માટે ટ્રાન્સમિશન યોજના
- ભારત ઊર્જા સંક્રાંતિમાં ઘણી મોટી મહત્વાકાંક્ષા ધરાવે છે અને વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવૉટ બિન-અશ્મિભૂત વીજળી સ્થાપિત કરવાની યોજના ધરાવે છે, જેથી વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત સ્વચ્છ ઇંધણ સ્થાપિત ક્ષમતાનાં મિશ્રણનો 50 ટકા હિસ્સો ધરાવે. વીજ મંત્રાલયે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીનાં ચેરપર્સનની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી, જેમાં સૌર ઊર્જા કોર્પોરેશન ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ ટ્રાન્સમિશન યુટિલિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ, પાવર ગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોલર એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જીના પ્રતિનિધિઓ સામેલ હતાં, જે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવૉટ બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત સ્થાપિત ક્ષમતા માટે જરૂરી ટ્રાન્સમિશન સિસ્ટમનું આયોજન કરશે. આ સમિતિએ રાજ્યો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કરીને “વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવૉટથી વધારે આરઇ ક્ષમતાનાં સંકલન માટે ટ્રાન્સમિશન સિસ્ટમ” શીર્ષક ધરાવતી વિસ્તૃત યોજના તૈયાર કરી હતી.
- આ યોજનામાં દેશમાં આગામી મુખ્ય બિન-અશ્મિભૂત ઉત્પાદન કેન્દ્રોની ઓળખ કરવામાં આવી છે, જેમાં રાજસ્થાનમાં ફતેહગઢ, ભાડલા, બિકાનેર, ગુજરાતમાં ખાવડા, આંધ્ર પ્રદેશમાં અનંતપુર, કુર્નૂલ આરઇ ઝોન, તમિલનાડુ અને ગુજરાતમાં ઓફશોર વિન્ડ પોટેન્શિયલ્સ, લદ્દાખમાં આરઇ પાર્ક વગેરે સામેલ છે અને આ સંભવિત ઉત્પાદન કેન્દ્રોના આધારે ટ્રાન્સમિશન સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના વર્ષ 2030 સુધીમાં 537 ગીગાવૉટ પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા માટે જરૂરી ટ્રાન્સમિશન સિસ્ટમની વિસ્તૃત યોજના પ્રદાન કરીને વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ક્ષમતાના 500 ગીગાવૉટનાં સંકલનના લક્ષ્યાંકને હાંસલ કરવા તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે. આ ટ્રાન્સમિશન પ્લાનમાં 8120સીકેએમ હાઈ વૉલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ ટ્રાન્સમિશન કોરિડોર્સ (+800 કેવી અને +350 કેવી), 25,960 સીકેએમની 765 કેવી એસી લાઇન, 400 કેવી લાઇનની 15,758 સીકેએમ અને 220 કેવી કૅબલની 1052 સીકેએમનો ઉમેરો થવાનો અંદાજ છે, જેનો અંદાજિત ખર્ચ 2.44 લાખ કરોડ રૂપિયા છે. આ ટ્રાન્સમિશન પ્લાનમાં ગુજરાત અને તમિલનાડુમાં સ્થિત 10 ગીગાવૉટ ઓફ-શોર વિન્ડને બહાર કાઢવા માટે જરૂરી ટ્રાન્સમિશન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 0.28 લાખ કરોડ છે. આયોજિત ટ્રાન્સમિશન સિસ્ટમથી આંતર-પ્રાદેશિક ક્ષમતા વર્ષ 2030 સુધીમાં વધીને આશરે 1.50 લાખ મેગાવૉટ થઈ જશે, જે અત્યારે 1.12 લાખ મેગાવૉટ છે. દિવસ દરમિયાન મર્યાદિત સમયગાળા માટે પુનઃપ્રાપ્ય ઊર્જા આધારિત ઉત્પાદનની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને યોજનામાં અંતિમ ગ્રાહકોને રાઉન્ડ ધ ક્લોક- 24 કલાક વીજળી પ્રદાન કરવા માટે વર્ષ 2030 સુધીમાં 51.5 ગીગાવૉટના ક્રમની બૅટરી એનર્જી સ્ટોરેજ ક્ષમતા સ્થાપિત કરવાની કલ્પના પણ કરવામાં આવી છે.
- અંદાજિત આયોજિત ટ્રાન્સમિશન સિસ્ટમ પુનઃપ્રાપ્ય ઊર્જાના વિકાસકર્તાઓને સંભવિત ઉત્પાદન સાઇટ્સ અને રોકાણની તકોના વ્યાપ વિશે દૃશ્યતા પૂરી પાડશે. આ ઉપરાંત તે ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર્સને ટ્રાન્સમિશન ક્ષેત્રમાં ઉપલબ્ધ વૃદ્ધિની તકોનું વિઝન પણ પૂરું પાડશે અને સાથે-સાથે આશરે 2.44 લાખ કરોડનાં રોકાણની તક પણ પૂરી પાડશે.
ટ્રાન્સમિશન ક્ષમતામાં ઉમેરો
- વર્ષ 2022 દરમિયાન (નવેમ્બર, 2022 સુધી) 11,846 સીકેએમ ટ્રાન્સમિશન લાઇન અને 68,401 એમવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ઉમેરવામાં આવી છે. તેની વિગતો નીચે મુજબ છે:
-
ક્રમ
|
ડેટા સેટ
|
30.11.2022ના રોજ મૂલ્ય
|
31.12.2021ના રોજ મૂલ્ય
|
વર્ષ 2022માં ઉમેરો (30.11.2022 સુધી)
|
(i)
|
ટ્રાન્સમિશન લાઇન ક્ષમતા (ckm)
|
4,64,286
|
4,52,440
|
11846
|
(ii)
|
ટ્રાન્સફોર્મેશન ક્ષમતા (MVA)
|
11,48,167
|
10,79,766
|
68401
|
(iii)
|
આંતર-પ્રાદેશિક સ્થાનાંતરણ ક્ષમતા (MW)
|
1,12,250
|
1,12,250
|
0
|
હાઇડ્રો પાવર વિકાસ:
- પૂરમાં ઘટાડો/સ્ટોરેજ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સ અને હાઇડ્રો સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે 28.09.2021ના રોજ મંત્રાલય દ્વારા સક્ષમ બનાવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે રોડ અને પુલોની કિંમત માટે અંદાજપત્રીય સહાય પ્રદાન કરવા માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી.
- સમાધાન સમિતિઓ મારફતે વિવાદોનું સમાધાન કરવા માટે સ્વતંત્ર ઇજનેર અને વિવાદ નિવારણ તંત્રની રચના કરીને પ્રારંભિક તબક્કે કરાર આધારિત વિવાદોને ટાળવા/ઉકેલવા માટે વિવાદ નિવારણ તંત્રની રચના વિદ્યુત મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન આજની તારીખ સુધીમાં ૪ જેટલા વિવાદોના કેસો સ્વતંત્ર નિષ્ણાતોની સમાધાન સમિતિઓ (સીસીઆઇઇ)ને ફાળવવામાં આવ્યા છે/ફાળવણી હેઠળ છે અને હાઇડ્રો સીપીએસયુના વિવિધ કોન્ટ્રાક્ટમાં વિવાદોનાં સમાધાન/નિવારણ માટે 7 જેટલા સ્વતંત્ર ઇજનેરોની નિમણૂક કરવામાં આવી છે.
- હાઇડ્રો પ્રોજેક્ટ્સની નજીકથી દેખરેખ રાખવા માટે આઇટી આધારિત મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે આઇટી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે અને હાલમાં ડેવલપર્સને તાલીમ આપવામાં આવી છે અને ડેટા ભરવાનું કામ ચાલી રહ્યું છે. પોર્ટલ ડિસેમ્બર ૨૨ સુધીમાં સંબંધિત ડેટા સાથે સંપૂર્ણપણે કાર્યરત થવાનું છે.
- દેશ માટે નિર્ધારિત ઊર્જા સંક્રાંતિના લક્ષ્યાંકોનાં સંદર્ભમાં વિદ્યુત મંત્રાલયે 22.12.2021ના રોજ પોતાનાં સંચાર મારફતે એનઇઆરમાં પ્રોજેક્ટનાં બેઝિન-અનુસાર સંકેત હાઇડ્રો સીપીએસયુને સુપરત કર્યા હતાં.
- અરુણાચલ પ્રદેશમાં નીપકો- NEEPCO દ્વારા નિર્માણ પામેલી કામેંગ જળ વિદ્યુત પરિયોજના (600 મેગાવૉટ)ના તમામ 04 એકમોને સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને 12.02.2021થી તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પરિયોજનાનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી દ્વારા 19.11.2022ના રોજ વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું હતું.
- ઉત્તરાખંડમાં વ્યાસી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (120 મેગાવૉટ) (કાર્યરત એજન્સી: યુજેવીએનએલ) મે, 2022 દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો.
- 850 મેગાવૉટના રેટલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે 11.02.2021ના રોજ રોકાણને મંજૂરી આપવામાં આવી હતી, જેનો અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ રૂ. 5281.94 કરોડ (નવેમ્બર, 2018 પીએલ) હશે. આ પ્રોજેક્ટ રોકાણની મંજૂરીની તારીખથી ૬૦ મહિનાની અંદર પૂર્ણ થવાનો છે.
- 120 મેગાવૉટની ક્ષમતા ધરાવતા રંગિત-4 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે 30.03.2021ના રોજ રોકાણને મંજૂરી આપવામાં આવી છે, જેનો અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ રૂ. 938.29 કરોડ (ઑક્ટોબર, 2019 પીએલ) છે. આ પ્રોજેક્ટ રોકાણની મંજૂરીની તારીખથી ૬૦ મહિનાની અંદર પૂર્ણ થવાનો છે.
- નેપાળમાં લોઅર અરુણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (600 મેગાવૉટ) : લોઅર અરુણ પ્રોજેક્ટ નેપાળ સરકાર (GoN) દ્વારા 04.02.2021ના રોજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ મારફતે બિલ્ડ ઓન ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (બૂટ) ધોરણે એસજેવીએન લિમિટેડને ફાળવવામાં આવ્યો હતો.
ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ એલઇડી ફોર ઓલ (ઉજાલા)
- આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 5 જાન્યુઆરી, 2015ના રોજ ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ એલઇડી ફોર ઓલ (ઉજાલા) કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. ઉજાલા યોજના હેઠળ એલઇડી બલ્બ, એલઇડી ટ્યુબ લાઇટ્સ અને ઊર્જાદક્ષ પંખાઓ સ્થાનિક ગ્રાહકોને પરંપરાગત અને બિનકાર્યક્ષમ વેરિઅન્ટની જગ્યાએ વેચવામાં આવે છે.
- અત્યાર સુધી સમગ્ર ભારતમાં ઇઇએસએલ દ્વારા 36.86 કરોડથી વધારે એલઇડી બલ્બ, 72.18 લાખ એલઇડી ટ્યુબ લાઇટ્સ અને 23.59 લાખ ઊર્જાદક્ષ પંખા (55,000 બીએલડીસી પંખા સહિત)નું વિતરણ કરવામાં આવ્યું છે. આનાં પરિણામે દર વર્ષે 9,788 મેગાવૉટની ટોચની માગ ટાળવા સાથે 48.39 અબજ kWhની ઊર્જાની બચત થવાનો, ગ્રીનહાઉસ વાયુઓનાં ઉત્સર્જનમાં દર વર્ષે 39.30 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડનો ઘટાડો થયો છે અને ગ્રાહક વીજ બિલમાં રૂ. 19,332 કરોડની વાર્ષિક નાણાકીય બચતનો અંદાજ છે. ઉપરોક્ત કાર્યક્રમ ઉપરોક્ત ઉપકરણોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરીને અને તેને ગ્રાહકો માટે પરવડે તેવા બનાવીને બજાર ઊભું કરવામાં સફળ રહ્યો છે.
સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ (એસએલએનપી)
- આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 5 જાન્યુઆરી, 2015ના રોજ સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ (એસએલએનપી)નો શુભારંભ કરાવ્યો હતો, જેનો ઉદ્દેશ પરંપરાગત સ્ટ્રીટ લાઇટ્સને સ્થાને સમગ્ર ભારતમાં સ્માર્ટ અને ઊર્જાદક્ષ એલઇડી સ્ટ્રીટ લાઇટ્સનો ઉપયોગ કરવાનો છે.
- અત્યાર સુધી ઇઇએસએલે સમગ્ર ભારતમાં યુએલબી અને ગ્રામ પંચાયતોમાં 1.26 કરોડથી વધારે એલઇડી સ્ટ્રીટ લાઇટ્સ સ્થાપિત કરી છે. તેનાં પરિણામે દર વર્ષે 8.50 અબજ kWhની ઊર્જાની બચત થવાનો અંદાજ છે, જેમાં 1,416 મેગાવૉટની ટોચની માગને ટાળવામાં આવી છે, ગ્રીનહાઉસ વાયુઓનાં ઉત્સર્જનમાં દર વર્ષે 5.85 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડનો ઘટાડો અને નગરપાલિકાઓનાં વીજ બિલમાં વાર્ષિક રૂ. 5,947 કરોડની નાણાકીય બચતનો અંદાજ છે.
YP/GP/JD
(Release ID: 1886973)
|